SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેયર લેક્ઝર્સને કારણે તેમની પ્રતિષ્ઠા વધી. તેઓ અંગ્રેજી, મરાઠી, હિંદી, ઉર્દુ, બંગાળી વગેરે ભાષાઓ જાણતા હતા. તેથી દરેક પ્રાંતના સંગ્રહાલય અને પુરાતત્ત્વ વિશે તેમની પાસે આધારભૂત વિગત હતી. તેમણે નવી પેઢીના પુરાતત્ત્વવિદો તૈયાર કર્યા. શ્રી દીક્ષિતે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં ઇતિહાસ અને સંશોધન વિભાગ ખોલવા અને તેને વિકસાવવા માટે ઘણું પ્રેરણાત્મક દિશાસૂચન કરેલું. તેમને ગુજરાતના સંશોધકો માટે ઘણો ભાવ હતો. ડો.સાંકળિયાને તેઓ દરેક કાર્યક્ષેત્રમાં મદદ કરતા. ગુજરાત સાહિત્ય સભા તરફથી શ્રી અમૃત પંડ્યાને તેમજ ગુજરાત વર્નાક સોસાયટી તરફથી ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રીને સંશોધન કાર્ય ક્ષેત્રની તાલીમ આપવામાં એમણે ઘણો રસ દાખવેલો. ગુજરાત માટે અમદાવાદમાં સંગ્રહસ્થાન સ્થાપવા માટે તેઓ શિક્ષણવિદો અને પુરાતત્ત્વક્ષેત્રે રસ ધરાવનારા મહાનુભાવો સાથે વિચાર-વિમર્શ કરતા ગુજરાતના પુરાતત્ત્વ ક્ષેત્રના વિકાસ માટે વિશેષ રસ ધરાવનાર શ્રી દીક્ષિતનું ૧૩ ઓગસ્ટ, ૧૯૪૬માં અવસાન થયું. પં. ગૌરીશંકર હીરાચંદ ઓઝા (૧૮૬૩-૧૯૪૭) : શ્રી ગૌરીશંકરનો જન્મ (૧૮૬૩) શિરોહી રાજયમાં થયો હતો, પણ તેઓની વિદ્યાભ્યાસની કારકિર્દી અમદાવાદ અને મુંબઈમાં પસાર થઈ હોવાથી તેઓ ગુજરાતી જેવા પણ હતા. ૧૯૦૮માં તેઓ અજમેરના રાજપુતાના સંગ્રહસ્થાનના સંચાલક નિમાયા. તે અગાઉથી તેઓ હિંદની પ્રાચીન લિપિઓના ઊંડા અભ્યાસી હતા. પ્રાચીન લિપિ વિદ્યા ઉપર સહુથી પ્રથમ તેમનું “નવીન feifપમાના'' પુસ્તક તૈયાર થયું. ૧૯૧૮માં તેની બીજી વિસ્તૃત આવૃત્તિ પ્રકાશિત થઈ. આ ગ્રંથમાં તેમણે સોળમા સૈકા સુધીની તમામ પ્રાચીન લિપિઓના નમૂનાઓ આપ્યા છે એટલું જ નહિ, પણ હિંદની જૂની નવી લિપિઓની ઉત્પત્તિ તેમજ સંક્રાંતિ પણ આલેખી છે. હિંદના સાહિત્યમાં આ ક્ષેત્રમાં હજી આ ગ્રંથ અદ્વિતીય રહ્યો છે તે બતાવે છે કે આવો ગ્રંથ તૈયાર કરવામાં કેટલો પરિશ્રમ લેવો પડે છે. રાજપુતાના સંગ્રહસ્થાનના સંશોધન કાર્યના નિષ્કર્ષ રૂપે તેમણે ૧૯૨૬-૩૨માં ‘રાનપુતાને તિહાસ” ચાર ખંડમાં તૈયાર કર્યો. હિંદુસ્તાની એકેડેમી તરફથી મહામહોપાધ્યાય ગૌરીશંકરે “રાજપૂતકાળની ભારતીય સંસ્કૃતિ” પર ત્રણ વ્યાખ્યાનો તૈયાર કર્યા હતા, તેનો અનુવાદ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ ૧૯૩૩માં પ્રસિદ્ધ કરેલ છે. રાજપુતાના પુરાતત્ત્વ-સંશોધનમાં તેઓ કીમતી ફાળો આપતા. પડોશના ગુજરાત પ્રાંતના પ્રાચીન ઇતિહાસમાં પણ તેઓ ઊંડો રસ ધરાવતા. આથી નવમી ગુજરાતી સાહિત્ય પરિષદે (નડિયાદ-૧૯૨૮) ઈતિહાસ વિભાગના પ્રમુખ તરીકે તેમની વરણી કરી હતી. તે પ્રસંગના વ્યાખ્યાનમાં તેમણે વિશેષતઃ ગુજરાતના ઇતિહાસનું તલસ્પર્શી સમીક્ષણ કર્યું હતું. ભારતીય પુરાતત્ત્વક્ષેત્રના જાણીતા સંશોધક મહામહોપાધ્યાય રાયબહાદુર ગૌરીશંકર હીરાચંદ ઓઝા તા, ૧૭-૪-૧૯૪૭ના રોજ ૮૪ વર્ષની વયે અવસાન પામ્યા. શ્રી રામલાલ ચુનીલાલ મોદી : શ્રી રામલાલ મોદીનો જન્મ તા. ૨૪-૭-૧૮૯૦ ના રોજ પાટણના વાયડા વણિક કુટુંબમાં થયો હતો. ૧૯૦૮માં પાટણમાં મેટ્રિક્યુલેશન અને સ્કૂલફાઇનલની પરીક્ષાઓ પાસ કરી હતી. આર્થિક પરિસ્થિતિને કારણે ઉચ્ચ અભ્યાસ કરી શક્યા નહિ. તે પછી તેઓ વડોદરા રાજ્યના કેળવણી ખાતામાં શિક્ષક તરીકે જોડાયા હતા. તેમણે જીવન પર્યત શિક્ષકની નોકરી કરી હતી. શ્રી રામલાલ મોદીના પ્રિય વિષયો પ્રાચીન સાહિત્ય અને ઇતિહાસ-પુરાતત્ત્વનું સંશોધન હતા. મેટ્રિક પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ • ૯૨ For Private and Personal Use Only
SR No.535516
Book TitlePathik 2003 Vol 43 Ank 10 11 12
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2003
Total Pages168
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy