________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુઝફ્ફર શાહી, તારીખે બહાદુર શાહી, અને મીર તુરાબઅલી લિખિત તારીખે-ગુજરાત તરફ ડૉ. દેશાઈએ આપણું ધ્યાન ખેંચ્યું છે. તદ્ઉપરાંત તારીખે-સોરઠ, સારાભાઈ મહેતા લિખિત હકીકત-સરકારે ગાઈકવાર (૧૮૧૮), કુમારજી જાદવ લિખિત કચ્છના જાડેજાઓના ઇતિહાસનો ફારસી તરજુમો-નસબનામા એ-જાડેજા, તારીખે-મરાઠાદર-ગુજરાત, અને શૈખ બહાદુરે સુરતના સૂફી સંતો, ઓલિયા અને પ્રમુખ ઉમરાવો અને તેમના કુટુંબ અંગેની માહિતી-ગુલદસ્તે-સુલાહૈ-સુરતમાં આપેલી છે.
ડૉ. દેશાઈએ અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સેમિનારોમાં ભાગ લીધેલો. તેમણે ઈરાન, પાકિસ્તાન, અફઘાનિસ્તાનનો પ્રવાસ ખેડી ત્યાંના અભિલેખો, પ્રાચીન સિક્કા અને સ્થાપત્યનો અભ્યાસ કરેલો તેમણે ૨૪ ગ્રંથો અને સંખ્યાબંધ સંશોધન-લેખો પ્રકાશિત કરેલા. ૧૯૮૩માં રાષ્ટ્રપતિનો સુવર્ણ એવૉર્ડ તેમને એનાયત કરાએલો. ૧૯૯૫માં ગુજરાત ઉર્દૂ ઍકેડેમીનો ઍવોર્ડ, ટેસિટોરી ગોલ્ડ મેડલ અને સ૨ જદુનાથ સરકાર સુવર્ણચંદ્રકથી તેમને નવાજવામાં આવેલા. ડૉ. દેશાઈના નિધનથી એક બહુમુખી પ્રતિભા, અભિલેખવિદ્યાના તજ્ઞ અને ઉર્દૂ, ફારસી, અરબી ભાષાના વિદ્વાને આપણી વચ્ચેથી રુખસત લીધી છે. ઈશ્વર તેમને જન્નત નસીબ કરે.
પથિક ♦ ત્રૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૮૯
For Private and Personal Use Only