________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડૉ. ઝેડ. એ. દેશાઈ
વાય.એમ.ચીતલવાલા *
ડૉ.ઝેડ.એ દેશાઈ (ઝીયાઉદીન અબ્દુલહઈ દેશાઈ)ના અમદાવાદ મુકામે ૭૭ વર્ષની વયે થયેલા અવસાનથી ભારતીય પુરાતત્ત્વ ક્ષેત્રે એક ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. ડૉ. દેશાઈ અરબી-ફારસી લિપિના એક માનનીય તજ્ઞ અને અભિલેખવિદ હતા. આર્યોલોજિકલ સર્વેની ફારસી-અરબી અભિલેખવિઘા શાખાના તેઓએ વર્ષો સુધી નિયામક રહી મહત્ત્વનો ફાળો આપ્યો હતો, અને કદાચ ભારતના એકમાત્ર એવા વિદ્વાન હતા કે જે પ્રાચીન અરબી કે કૂફી લિપિ ઉકેલી શકતા.
- દેશાઈ સાહેબનો જન્મ ધંધુકામાં એક મધ્યમવર્ગીય કુટુંબમાં થયેલો. આદાબ, અભ્યાસ અને ઊંડું ચિંતન એ તેમને વારસામાં મળેલા ગુણો હતા જેની મહેકનો અહેસાસ તેમના વ્યક્તિત્વમાં અને રોજબરોજના જીવનમાં થતો. અત્યંત સાલસ અને મૃદુભાષી, તેઓ હંમેશા અભિલેખવિદ્યા કે મધ્યકાલીન ઇતિહાસ વિશે નવો પ્રકાશ ફેંકવા ઉત્સુક રહેતા. દેશાઈ સાહેબે ગુજરાત કોલેજમાંથી ફારસીના વિષય સાથે એમ.એ. સુધીનો અભ્યાસ કર્યો. સંશોધન કરવાના આશયથી ૧૯૫૯ માં અકબરના એક નવરત્ન ફૈઝીનાં કાવ્યો પર મહાનિબંધ લખી ઈરાનની તહેરાન યુનિવર્સિટીમાંથી ડી.લિટ.ની ડિગ્રી મેળવી. અહીં એ યાદ આપવું જરૂરી છે કે પીએચ.ડી.ની ઉપાધિની સરખામણીએ ડી.લિટ.ની ઉપાધિનું મહત્ત્વ વિશેષ છે. તે પછી (૧૯૪૭) તેઓએ અરબી-ફારસીના વ્યાખ્યાતા તરીકે જુદી જુદી કોલેજોમાં સેવાઓ આપી. ૧૯૫૩ થી તેઓ ઓર્થોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાની નાગપુર સ્થિત અભિલેખવિદ્યા શાખામાં જોડાયા અને ૧૯૭૭ થી ૧૯૮૩ સુધી તેઓએ બ્રાન્ચના નિયામક તરીકે રહી મહત્ત્વનું પ્રદાન કરેલું. અરબી-ફારસી અભિલેખોની શોધમાં તેમણે ભારતનાં ઘણાં સ્થળોની મુલાકાત લીધેલી. ગુજરાતમાં કચ્છમાં આવેલ ભદ્રેશ્વરના ૧૧મી-૧રમી સદીના ફૂફી ભાષાના અભિલેખોનો તલસ્પર્શી અભ્યાસ કરી, પ્રારંભમાં પશ્ચિમ ભારત સાથે આરબોને વ્યાપારી ધોરણે સંબંધો હતા. તે બાબત પર પ્રકાશ ફેંક્યો. તદ્ ઉપરાંત ગુજરાત સૌરાષ્ટ્રના પ્રભાસપાટણ, માળિયા, કુતિયાણા, ખંભાત, ઘોઘા વગેરે જગાઓએ આવેલા ફારસી-અરબી અભિલેખોનું અધ્યયન કરી કેટલીક નવી ઐતિહાસિક હકીકતો બહાર લાવવામાં મદદરૂપ થયા. ઉદાહરણરૂપે ખંભાતમાંથી ત્રણ છોડી મુકાએલા ગુલામોના અભિલેખો છે, જેનાં નામ બામની, ઇરબીલી અને આલમગર છે. તેમના લેખોમાં તેઓએ અગાઉ ગુલામ હોવાની હકીકત છુપાવી નથી. જે પરથી લાગે છે કે તે સમયે ગુલામ હોવું તે બાબત કોઈને શરમજનક નહોતી લાગતી અને આવા લોકો સ્વતંત્ર થતાં સહેલાઈથી સમાજમાં એકરસ થઈ જતા. દેશાઈ સાહેબ અભિલેખોની શોધમાં લાંબા પ્રવાસો ખેડતા. સને ૧૯૮૪માં તેઓ રાજકોટ આવેલા. હું રાજકોટ જિલ્લાના ધોરાજી ગામે હોવાથી ત્યાંની એક જૂની મસ્જિદમાં અરબી ભાષી શિલાલેખ હોવાની મને જાણ હતી. દેશાઈ સાહેબે ધોરાજી જવાની તૈયારી બતાવી અને અમે તે મસ્જિદમાં પહોંચ્યા. પણ અફસોસ, તે મસ્જિદના કાર્યકરોએ તે શિલાલેખ પર સિમેન્ટનું પ્લાસ્ટર ચોડી દીધેલું. પણ દેશાઈ સાહેબે આ ફોગટના ફેરા માટે કોઈ અણગમો ન બતાવ્યો. ઊલ્ટાનું “આવું તો મારી સાથે અવાર-નવાર બને છે” કહી સ્થિતિને હળવાશથી લીધી.
જ્યાં સુધી ગુજરાતના ઇતિહાસનો પ્રશ્ન છે. અરબી-ફારસી ગ્રોતોમાં મિરાતે અહમદી અને મિરાતે સિકંદરીને સૌ કોઈ ટાંકે છે. પણ દેશાઈ સાહેબે પોતાના લાંબા સંશોધનને આધારે બતાવ્યું કે બીજા અનેક ગ્રંથોમાં ગુજરાતના ઇતિહાસ અંગેનાં લખાણો છે. ઉદાહરણ રૂપે તારીખે-એહમદશાહી, માથીરે-મોહમદ શાહી, તારીખે* નિવૃત્ત અધીક્ષક, પશ્ચિમ વર્તુળ, પુરાતત્ત્વ ખાતું, ગુજરાત રાજય, રાજકોટ
પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ • ૮૮
For Private and Personal Use Only