________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુરાતત્ત્વવિદ ડૉ. ૨. ના. મહેતા
ડૉ. પંકજ દેસાઈ*
ઉચ્ચ કોટિના પુરાવસ્તુવિદ્ સાથે ઉચ્ચ કોટિના શિક્ષક આમ સંશોધક અને શિક્ષક એમ બેવડી ભૂમિકામાં ડૉ. ૨. ના. મહેતાની જિજ્ઞાસાવૃત્તિ, સંશોધનવૃત્તિ અને જ્ઞાનદાનની પ્રવૃત્તિ પુરાવસ્તુવિદ્યાના અભ્યાસુઓ તથા રસજ્ઞો માટે અમૂલ્ય સ્રોત બની રહી. ખંત, ખમીર અને વિદ્વત્તા માટે પ્રસિદ્ધ અનાવિલ બ્રાહ્મણ જ્ઞાતિમાં ડૉ. ૨. ના. મહેતાનો જન્મ ૧૫ ડિસેમ્બર, ૧૯૨૨ના રોજ સુરત જિલ્લાના કતાર ગામે થયો હતો. તેમનું વતનનું ગામ મરોલી હતું.
ડો. મહેતાએ શાળાકીય શિક્ષણ વડોદરા, મરોલી તથા નવસારીમાં લીધું હતું. તેઓએ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરામાંથી ૧૯૪૪માં બી.એ.ની તથા ૧૯૪૭માં એમ.એ. ની પદવી મેળવી હતી. આજ
યુનિવર્સિટીમાંથી ૧૯૫૪માં તેમણે ડિપ્લોમા ઇન મ્યુઝિયોલોજીનો અભ્યાસ કર્યો ડૉ. ૨. ના. મહેતા
હતો તથા ૧૯૫૭માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી.
તેમણે પોતાની કારકિર્દીનો પ્રારંભ ૧૯૪૪માં વડોદરાની મુસ્લિમ એજ્યુકેશન સોસાયટીમાં શિક્ષક તરીકે કર્યો હતો. તેઓ ૧૯૪૯માં કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્ષટાઇલના કયુરેટર તરીકે જોડાયા હતા. ત્યારબાદ ૧૯૫૦થી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પુરાવસ્તુવિદ્યા વિભાગમાં રિસર્ચ સ્કોલર તરીકે પ્રારંભ કરી ઉત્તરોત્તર લક્ઝરર, રીડર, પ્રોફેસર, અધ્યક્ષ અને છેલ્લે આર્ટ્સ ફેકલ્ટીના ડીન તરીકેની જવાબદારી સંભાળી હતી. તેઓએ અભ્યાસ સમિતિના સભ્ય તરીકે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, ગુજરાત યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી, પુણે યુનિવર્સિટી, નાગપુર યુનિવર્સિટી, કુરુક્ષેત્ર યુનિવર્સિટી, જોધપુર યુનિવર્સિટીને પોતાની શૈક્ષણિક સેવાઓનો લાભ આપ્યો હતો. તેઓએ ૧૯૮૨માં વયનિવૃત્ત થયા પછી પણ શૈક્ષણિક પ્રવૃત્તિઓ ચાલુ જ રાખી. ૧૯૮૪માં ગૂજરાત વિદ્યાપીઠના વિઝિટિંગ (મુલાકાતી) પ્રોફેસર તરીકે જોડાયા હતા. ઉપરાંત અનેક વિદ્યા સંસ્થાઓનું અધ્યક્ષપદ તથા સભ્યપદ સંભાળતા હતા.
ડૉ. મહેતા વિદ્યાકીય હેતુસર અનેક દેશો તથા પ્રદેશોમાં પ્રવાસ કરતા હતા, જેમાં અમેરિકા, રશિયા વગેરે મુખ્ય હતા, જયાં તેઓ ભારતીય સંસ્કૃતિના વિવિધ વિષયો પર વ્યાખ્યાન આપતા હતા.
ડૉ. મહેતાના માર્ગદર્શન તળે ત્રીસેક જેટલા વિદ્યાર્થીઓએ પીએચ.ડી.ની પદવી મેળવી હતી. એમણે ૩૮ જેટલાં પુસ્તકો લખ્યાં હતાં, જેમાં ‘તર
કેટલાં પુસ્તકો લખ્યાં હતાં. જેમાં ‘તરવાની કળા'. “પરાવવિદ્યા’. ‘વર્ણક સમય' વગેરે નોંધપાત્ર છે. અંગ્રેજી ભાષામાં પણ તેમણે કરેલાં ઉખનનોના હેવાલરૂપે કેટલાંક પુસ્તકો લખ્યાં. તેમણે અંગ્રેજી અને ગુજરાતીમાં ૩૦૦ જેટલા લેખો લખીને ઇતિહાસ, પુરાવસ્તુવિદ્યા અને ભારતીય સંસ્કૃતિનાં નોંધપાત્ર પાસાંઓ ઉપર પ્રકાશ નાંખ્યો છે. પુરાવસ્તુવિદ્ તરીકે એમણે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે વિસ્તારોમાં પ્રાગૈતિહાસિક તથા ઐતિહાસિક સ્થળોની તપાસ કરી હતી, જેમાં દેવની મોરી, નગરા, વલભીપુર અને ચાંપાનેર ઉલ્લેખપાત્ર છે. તેમણે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પુરાવસ્તુવિદ્યા વિભાગ દ્વારા પ્રકાશિત થયેલા ઉત્નનનને લગતા ગ્રંથો વડે તેને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી. તેઓશ્રીના નેતૃત્વ તળે કરાયેલાં ઉત્પનનો પ્રાચીન ભારતીય ઇતિહાસ,
* પ્રાધ્યાપક અને અધ્યક્ષ, ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ-૩૮૦ ૦૧૪
પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ • ૮૨
For Private and Personal Use Only