________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસ્કૃતિ તથા પુરાવસ્તુવિદ્યાના અભ્યાસમાં સીમાચિહ્નરૂપ બની રહ્યા. ૧૯૬૨-૬૩ના દેવની મોરીના ઉત્પનનમાંથી સ્વયં ભગવાન બુદ્ધનાં અસ્થિના શારીરિક અવશેષ ધરાવતું અસ્થિપાત્ર મળી આવ્યું. ઝખડાના ઉત્નનને સાબિત કર્યું કે ઉત્તર ગુજરાતના પશ્ચિમ બાજુના આછા રેતાળ તૂવા પર તળાવ કિનારે તામ્રાશ્ય સંસ્કૃતિનો વિકાસ થયો હતો તેમજ હડપ્પા સંસ્કૃતિના વિકાસ તથા પ્રસ્તારની શક્યતાઓ પણ પુરવાર થઈ શકી હતી. આ ઉપરાંત પુરાણોનો અભ્યાસ અને પ્રાચીન નગરના નગર-આયોજન તથા પુરાવસ્તુકીય સમન્વય દ્વારા નગરા, વલભીપુર, વડનગર, અમદાવાદ, વડોદરા વગેરે પ્રાચીન નગરો વિશે સમગ્ર જીવનકાળ દરમ્યાન એમણે કરેલાં સ્થળનામો વિશેનાં સંશોધનો તથા અનુભવોના નિચોડરૂપ એમણે અનેક સંશોધનાત્મક પુસ્તકો પ્રસિદ્ધ કર્યા છે.
ડૉ. ૨. ના. મહેતાની પુરાવસ્તુવિદ તરીકેની સંનિષ્ઠ કામગીરી અને તે અંગેની ધગશને બિરદાવવા તેમને નર્મદ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવેલો. ગુજરાત સરકારે પણ તેમના પુરાવસ્તુવિદ્યા પુસ્તક માટે ઍવોર્ડ આપી સન્માન્યા હતા. ગુજરાત સાહિત્યસભાએ પણ તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક આપી નવાજ્યા હતા.
રાષ્ટ્રીય અનુદાન આયોગનું વ્યાખ્યાતા પદ પામનાર ડો. ૨. ના મહેતા ૭૪ વર્ષની વયે પણ એક ચપળ પ્રોફેસરની તત્પરતા અને ઉત્સાહથી અનેકવિધ વિષયો પર ચર્ચા કરતા હતા. તેઓની સંશોધન અંગેની આત્મસૂઝ તથા દ્રષ્ટિ અનન્ય હતી. તેઓ માતૃભાષા ગુજરાતી ઉપરાંત હિન્દી, ઉર્દુ, અંગ્રેજી, સંસ્કૃત, અરબી, ફારસી, પ્રાકૃત, જૂની ગુજરાતી, અર્ધમાગધી જેવી અનેક ભાષાઓના જાણકાર હતા, જે તેમના સંશોધનોમાં તેમની સાથી બની રહી. ૨૨ જાન્યુઆરી, ૧૯૯૭ ના રોજ તેમનો જીવનદીપ બુઝાયો ત્યાં સુધી તેઓ અવિરતપણે સંશોધન પ્રવૃત્તિમાં ગળાડૂબ રહ્યા હતા.
સંશોધનના આવા કપરા અને જટિલ ક્ષેત્રમાં કાર્યરત એવા ડૉ. ૨. ના. મહેતા સ્વભાવે રમુજી, ખેલદિલ અને પ્રેમાળ વ્યક્તિત્વ ધરાવતા હતા. “તેમના ચુંબકીય વ્યક્તિત્વે ઇજનેરો, આર્કિટેક્ટ, રસાયણવિદ, પ્રાણીશાસ્ત્રી, ભૂસ્તરશાસ્ત્રી, મ્યુઝિયમપ્રેમી સૌને પુરાવસ્તુવિદ્યા શીખવા પ્રેર્યા હતા” તેવું શ્રી એસ. કે ભૌમિકનું કથન સચોટ છે. વી. એચ. બેડેકરે પણ તેમના વિશે નોંધ્યું છે કે, “ડૉ. મહેતા નિરંતર આશાવાદી અને ઉત્સાહનો ચેપ લગાડે એવા હતા. એમની દઢતા તથા સિદ્ધાંતનિષ્ઠા અજોડ હતી. ગુજરાતની લોકપરંપરાથી માંડીને મરાઠી લાવણી સુધ્ધાનું જ્ઞાન તેઓ ધરાવતા. ગુજરાતમાં મ્યુઝિયમવિદ્યા તેમજ મ્યુઝિયમોના વિકાસમાં તેમનો ફાળો અજોડ ગણાશે.”
CURRICULUM VITAE Name
: Ramanlal Nagarji Mehta Birth Place
: Katar Gam Native Place
: Moroli, Dist, Surat Date of Birth
: 15th December, 1922 Educational Qualification: M.A., Ph.D., Diploma in Museology
EXPERIENCE :
F
Served as a school teacher from 1944 to 1946 and thereafter from 1948 to 1949.
Served the Calico Museum of textiles, Ahmedabad as the curator from 1949 to 1950.
પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ • ૮૩
For Private and Personal Use Only