________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિભાગના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. તેઓ રાષ્ટ્રીય સંગ્રહાલય, ન્યુ દિલ્હીની પરચેઝ કમિટીના સભ્ય રહી ચૂક્યા હતા. ૧૯૫૮ થી ૧૯૭૦ ના દાયકા સુધી તેઓ મ.સ.વિશ્વવિદ્યાલય, વડોદરાના સક્રિય સેનેટ સભ્ય હતા. જ્યારે હેરિટેજ ટ્રસ્ટ ઓફ બરોડા' વડોદરાના તેઓ સંસ્થાપક સભ્ય હતા.
(ડો.) ઉમાકાન્ત શાહનું સૌથી મોટું પ્રદાન પશ્ચિમ ભારતીય કલા' અંગેનું હતું. બર્જેસ, કઝન્સ કે ઇનામદાર વગેરેનું પાયાનું કાર્ય પ્રશંસનીય હતું. છતાં ગુજરાતનાં શિલ્પોની ઓળખ અર્થે કંઈક ખૂટતું હતું. ડો. શાહે અગાઉની સામગ્રી, નવીન ઉપલબ્ધિ સાથે ઉત્તર ભારતીય કલાના નમૂનાઓનું તુલનાત્મક વિશ્લેષણ અને પશ્ચિમ ભારતીય શિલ્પકૃતિઓને તે દ્વારા ભારતીય કલાના એક મૂળ સ્રોત તરીકે પ્રસ્થાપિત કરી. તેમના સંશોધનથી સ્પષ્ટ થયું, કે પશ્ચિમ ભારતની સાતવાહન-ક્ષત્રપકલા એ ગુપ્તકલા કે તેની અસરથી સ્વતંત્ર છે. * દેવની મોરીની બૌદ્ધપ્રતિમાઓ ઈ.સ. ૩૭૫ આસપાસની હોવાનું ઉત્નનનથી પ્રતિપાદિત થયું, હોઈ એ ડૉ. શાહના મતને પુષ્ટિ આપે છે. એટલું જ નહીં ઉત્તર ભારતીય કલાને તો પશ્ચિમ ભારતીય સાતવાહન-ક્ષત્રપકલાનો વારસો મળ્યાનાં પ્રમાણો તેમણે આપ્યાં.
૧૯૭૦માં લોસ એન્જલસ, અમેરિકામાં મળેલ આંતર-રાષ્ટ્રીય સેમિનારમાં વિશ્વકલાવિદો, સમીક્ષકો અને પુરાવિદો સમક્ષ ડૉ. શાહે ઉક્ત દૃષ્ટિકોણ મૂક્યો હતો. ફરીને તેમણે ૧૯૮૧માં અમેરિકામાં મળેલ આંતરરાષ્ટ્રીય સેમિનારમાં આ જ અભિપ્રાય મૂક્યો હતો. જેનો સ્વીકાર થયો. ગુજરાતની પ્રાચ્ય કલાને ભારતીય કલા ક્ષિતિજે સર્વોચ્ચ સ્થાને પહોંચાડવામાં એની ગરિમા જાળવવામાં ડૉ. ઉમાકાન્ત શાહનો સિંહફાળો છે. તેમના સંશોધનથી ગુજરાતના ક્ષત્રપ, ગુપ્ત, મૈત્રક કે સોલંકી કાલનાં શિલ્પોની અદ્યતન આનુપૂર્વી (Relative sequence) તૈયાર મળેલ છે. જેમાં નવીન નમૂનાઓને આ સમયાંકન(Chronology)માં ગોઠવવા અત્યંત સુલભ છે.
અંતમાં ડૉ.ઉમાકાન્ત શાહના નિધનથી કલાક્ષેત્રે કદી ન પુરાય એવી ખોટ પડી છે. આ લેખકનો તો અંગત આધાર જતો રહ્યો છે. આ લેખકના “ગુજરાતની શિલ્પ-સમૃદ્ધિ એક વિહંગાવલોકન” ગ્રંથલેખનના તમામ તબક્કે તેમણે રસ લઈ અમૂલ્ય સૂચનો કરેલાં હતાં. પરંતુ પ્રસિદ્ધિ સમયે તેઓ હયાત ન હોવાથી ગ્રંથ તેમની પુણ્યસ્મૃતિમાં અર્પણ કરેલો છે.
પાદટીપ (ડૉ.) યુ.પી.શાહ અંગેનું સાહિત્ય ઉપલબ્ધ કરી આપવા માટે લેખક પ્રાચ્યવિદ્યા મંદિર વડોદરાના નિયામક
(ડો.) એમ.એલ.વાડેકર, અને નાયબ નિયામક સન્મિત્ર (ડૉ.) સિદ્ધાર્થ વાકણકરના ઋણી છે. 4. Prof. (Dr.) R.N.Mehta Commemoration Volume-1], (Ed.) Bajpai, Jamindar and
Trivedi, અંતર્ગત રવિ હજરીસનો લેખ “An Early Surya Figure from Samalaji”, p. 133. ૨. ઉમાકાન્ત શાહ, “ગુજરાતનું ગુપ્તકાલીન શિલ્પ-કેટલીક નવીન ઉપલબ્ધિઓ અને વિચારણા”, “સ્વાધ્યાય”, - પુ. ૧૧, અંક-૧, ૧૯૭૩, પૃ. ૧૦). ૩. ઉપર્યુક્ત, પૂ. ૧૦૦.
પથિક • સૈમાસિક – જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ • ૮૧
For Private and Personal Use Only