________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ડૉ.) ઉમાકાન્ત પ્રેમાનન્દ શાહ – જીવન અને કાર્ય
રવિ ગ. હજરીસક
૧૯૮૮, ને નવેમ્બર માસના દીપાવલિ પર્વના દિવસે પ્રાધ્યશિલ્પ, પ્રાચ્યચિત્ર અને ભારતીય કલાના બહુકૃત વિદ્વાન (ડૉ.) ઉમાકાન્ત પ્રેમાનન્દ શાહ ૭૩ વર્ષની આયુએ દિવંગત થયા. એ સાથે જ તત્કાલીન કલાવિદોનો એક યુગ આથમી ગયો. તેઓ સ્વાતંત્ર્યોત્તર કાલની પેઢીના અગ્રણ્ય સારસ્વત હતા. આ પેઢીના (ડૉ.) વાસુદેવ શરણ અગ્રવાલ, (ડો.) મોતીચન્દ્ર અને (ડૉ.) સી. શિવરામમૂર્તિ જેવા સમકક્ષ આ પહેલાં જ અનંતની યાત્રાએ ચાલ્યા ગયા હતા. તેમના જવાથી ગુર્જર પ્રાચ્યકલાના શિલ્પ અને ચિત્રની ક્ષિતિજે નિબિડા અંધકાર અને તિમિર દેખાય છે.
જૈનકલાના પ્રકાંડ પંડિત ગણાતા ઉમાકાન્ત શાહનો જન્મ વડોદરા મુકામે માર્ચ ૨૦ મીએ, ૧૯૧૫ના રોજ ચુસ્ત વૈષ્ણવ પરિવારમાં થયો હતો. તેમણે મેળવેલ પીએચે.ડી.ની ઉપાધિનો વિષય Elements of Jain Art હતો, જે આ જ નામે આજે પુસ્તકરૂપે ઉપલબ્ધ છે. Treasures of Jain Bhandaras (1978), Akota Bronzes (1959) તથા Jain Rupa Mandana (૧૯૮૭)માં બે વોલ્યુમ પૈકીનું પ્રથમ પ્રસિદ્ધ થયું) તેમના જૈનકલા પરના જાણીતા ગ્રંથો છે. તેમણે એમ.એસ.યુનિવર્સિટી ઑફ બરોડામાંથી ‘Diploma In Museology'ની પદવી પ્રથમ બેચ અને પ્રથમ વર્ગમાં મેળવી હતી. આજે તો મ.સ.વિશ્વવિદ્યાલય, વડોદરા ઉપરાંત ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ખાતે સંગ્રહાલય શિક્ષણની વ્યવસ્થા છે. પણ ગુજરાતમાં સંગ્રહાલય શિક્ષણ પ્રસારના મૂળમાં ઉમાકાન્ત શાહનો ફાળો હતો. બૌદ્ધકલાના જગખ્યાત વિદ્વાન (a.) બિનોયતોષ ભટ્ટાચાર્ય તેમના વિદ્યાગુરુ હતા. અને આંતર-રાષ્ટ્ર ખ્યાત જર્મન વિદ્વાન અને વડોદરા સંગ્રહાલયના પૂર્વ નિયામક (ડૉ.) હરમન ગોત્સની પ્રેરણા અને માર્ગદર્શનનો લાભ તેમને વખતોવખત મળતો રહ્યો હતો.
૧૯૫૪ થી નિવૃત્તિ પર્યત તેઓ મ.સ. વિશ્વવિદ્યાલય, વડોદરાના પ્રાચ્યવિદ્યામંદિરના નાયબ નિયામકનો હોદો શોભાવતા હતા. ૧૯૬૫ થી તેઓ પ્રાચ્યવિદ્યામંદિરના અતિ મહત્ત્વના ગણાતા “રામાયણ' પ્રોજેક્ટનું સંપાદન સંભાળતા હતા. આ અંગે “Critical Edition of Uttarakanda of Valmiki Ramayana અને Sangitopanisadsaroddhara of Vacanācarya Sudhakalasa, ગ્રંથોનો ઉલ્લેખ જરૂરી છે. તેમના Sculptures from Samalaji and Roda (1960) ગ્રંથમાં ગ્રંથિત શિલ્પાકૃતિઓ ભારતીય કલાના વિરલ નમૂનાઓ છે. આ અંગે કહી શકાય કે, It was due to efforts of U.P.Shah that these exquisitely carved sculptures were properly estimated, appropriately analysed and given an aesthtically high place in the panorama of Western Indian art.
ઉમાકાના શાહ ૧૯૬૦ થી ૧૯૭૦ સુધી Journal of Indian Society of Oriental Art, Calcutta ના સહસંપાદક હતા. નિવૃત્તિ પર્યત તેઓ “Journal of Oriental Institute, Baroda તથા “સ્વાધ્યાય” નૈમાસિકનું સહસંપાદન સંભાળતા. પ્રાચ્યકલા અને કલાવિવેચન જેવા ગહન વિષયનું સાહિત્ય માતૃભાષામાં ઉપલબ્ધ બને, માટે તેઓ ગુજરાતી ભાષામાં પણ લેખન કરતા. તેમના ગુજરાતીમાં કલાવિષયક પ્રદાન અર્થે “કુમાર” જેવા લબ્ધપ્રતિષ્ઠ સામયિક તરફથી સુવર્ણચન્દ્રક આપવામાં આવ્યો હતો. ૧૯૬૮માં બનારસ મુકામે મળેલ “All India Oriental Conference” ના Arts and Technical Science
* નિવૃત્ત સહાયક પુરાતત્ત્વ નિયામક, ગુજરાત.
પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૮૦
For Private and Personal Use Only