________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રમાસિક, ગુજરાત સંશોધન મંડળ ત્રિમાસિક, પુરાતત્ત્વ, પથિક, નવચેતનમાં બુદ્ધિપ્રકાશ પ્રગટ થયેલા એમના સંખ્યાબંધ લેખો એમના વિવિધ વિષયોની એમની તજ્જ્ઞતાની પ્રતીતિ કરાવે છે. રાષ્ટ્રીયકક્ષાની કેટલીક કૉન્ફરન્સોનાં અધિવેશનો તથા સ્મૃતિ ગ્રંથોમાં “સૂર્યમંદિર' તથા 'પથિક'ના વિશિષ્ટ અંકોમાં, ગુજરાતના ડિસ્ટ્રિક્ટ ગેઝેટીઅરોમાં અને ભો.જે. વિદ્યાભવનની “ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસની ગ્રંથ શ્રેણીમાં લેખનકાર્ય માટે ડો. સોમપુરાનું પ્રદાન નોંધપાત્ર છે. તેઓ ગુજરાત ઇતિહાસ પરિષદના સક્રિય કાર્યકર હતા. દ્વારકા ખાતે યોજાયેલા છઠ્ઠા (૧૯૭૧) અધિવેશનમાં ત્રિમૂર્તિનાં મૂર્તિવિધાન વિશે શ્રેષ્ઠ નિબંધ લખવા માટે સ્વ. ક. ભા. દવે રૌખચંદ્રકના પ્રથમ વિજેતા તેઓ હતા.
ગુજરાત સાહિત્ય સભા માટે સ્વ. રત્નમણિરાવ લિખિત “ગુજરાતનું પાટનગર : અમદાવાદની સંશોધિત આવૃત્તિ તૈયાર કરવામાં ડૉ. સોમપુરાએ સક્રિય સહાય કરેલી, અમદાવાદમાં કોંગ્રેસ હાઉસ પાસેના મહાગુજરાતની લોકલડતના શહીદોના સ્મારક માટે શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની વિભાવના અનુસારના સ્મારકના રૂપાંકનના આયોજક પણ ડૉ. સોમપુરા હતા. છેલ્લે દોઢેક માસની ગંભીર માંદગી બાદ ૫૫ વર્ષની વયે ૨૩મી ડિસે., ૧૯૭૪ના રોજ તેઓ અકાળ અવસાન પામ્યા. એમના જવાથી ગુજરાતમાં શિલ્પ સ્થાપત્યના એક તજ્જ્ઞની ગંભીર ખોટ પડી છે.
સંદર્ભગ્રંથ ‘કુમાર', વર્ષ-પર, અંક ૧, જાન્યુ. ૧૯૭૫. - કા.ફૂ. સોમપુરા – “ભારતીય સ્થાપત્ય અને શિલ્પ', અમદાવાદ, ૧૯૬૫ - K.F.Sompura, 'The Structural Temples of Gujarat', Ahmedabad, 1968. - ‘સૂર્યમંદિર વિશેષાંક', અમદાવાદ, ૧૯૬૪
કા.ફૂ. સોમપુરા (સંપા.)
પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૭૯
For Private and Personal Use Only