________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હકીકતો પર આધારિત હોય છે. નમૂનં નિરાતે વિશ્ન એ એમનું લેખનનું સૂત્ર છે. ‘આધાર નહીં તે ઇતિહાસ નહીં' એ અનુસાર એમનાં બધાં જ ઐતિહાસિક તારણો સાધાર અને હકીકતની એરણ પર ઘડાયેલ હોય છે. ગુજરાતના ઇતિહાસની ખૂટતી કડીઓને જોડવા તેમણે પોતાના વિદ્યાર્થીઓ પાસે સંશોધન કાર્ય કરાવ્યું છે અને ગુજરાતનો સર્વાગી ઇતિહાસ પ્રગટ થાય એવા પ્રયાસો કર્યા છે, એમના સંશોધનમાં ઐતિહાસિક સૂર દૃષ્ટિ અને સમીક્ષાપૂર્ણ રજૂઆત જોવા મળે છે. લખાણોમાં કાલાનુક્રમ સાચવવો, સૂક્ષ્મ અવલોકન દ્વારા હકીકતનું યથાતથ નિરૂપણ કરવું અને પોતાના અભિગમને શાસ્ત્રીય પદ્ધતિએ તટસ્થતાપૂર્વક રજૂ કરવો - આ ત્રણે તત્ત્વોની ત્રિવેણીસંગમ ડૉ. શાસ્ત્રીના લેખનકાર્યમાં જોવા મળે છે. ગુજરાતમાં રાષ્ટ્રકૂટોનું શાસન', ‘ચાવડા રાજાઓને વંશાવળીની સમસ્યા, “સંજાણના સ્થાનિક ઇતિહાસ પર પડેલો પ્રકાશ’, ‘દક્ષિણ ગુજરાતમાં પારસીઓનો પહેલો વસવાટ, “અમદાવાદની સ્થાપનાનો સમય જેવા લેખોમાં શાસ્ત્રીની સત્યાન્વેષણની વિશિષ્ટ સંશોધન દષ્ટિ અને નવાં તારણો જોવા મળે છે.
ઇતિહાસના આલેખનમાં માત્ર રાજકીય જ નહીં પરંતુ સાંસ્કૃતિક ઇતિહાસનાં વિવિધ પાસાંઓ સમાજ લોકજીવન, ધર્મ, અર્થતંત્ર, ભાષા, લિપિ, સાહિત્ય, કાલગણના વગેરેનું પણ સ્થાન હોવું જોઈએ તેમ તે સ્પષ્ટપણે માને છે. પોતાના ગ્રંથો “પ્રાચીન ભારત’ અને ‘ગુજરાતની પ્રાચીન ઇતિહાસ માં તેમણે રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસનાં અનેકવિધ પાસાંઓની છણાવટ કરી છે.
ઇતિહાસનાં મૂળભૂત સાધનોને આધારે ડૉ. શાસ્ત્રી સંશોધન કરી પોતાના મંતવ્યો રજૂ કરે છે. છતાં નવ પુરાવાઓ ઉપલબ્ધ થતાં તેની સૂક્ષ્મ ચકાસણી કરી હકીક્તોનું પુનર્મુલ્યાંકન કરવું એ તેમની એક સાચા ઈતિહાસકા તરીકે આગવી સૂઝ છે.
આમ ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી એક તટસ્થ અને સૂક્ષ્મદર્શી ઇતિહાસકાર, સંસ્કૃતિવિદ, અભિલેખવિદ્યાન બહુશ્રુત વિદ્વાન અને સંસ્કૃત વિદ્યાના તજ્જ્ઞ છે. તેઓશ્રીએ ગુજરાતના પ્રાચીન ઇતિહાસના ત્રેિ ઊંડું સંશોધન કરી બહુમૂલ્ય પ્રદાન કર્યું છે. સાથે સાથે ભારત અને ગુજરાતના પ્રાચીન ઇતિહાસનું ગુજરાતી ભાષાના માધ્યમ દ્વારા આલેખન કરી ગુજરાતની પ્રજાને પ્રાચીન ઇતિહાસનું સાચું દર્શન કરાવવાનો અનન્ય પ્રયાસ કર્યો છે, અને ઉપલબ્ધ સાધનોના ઉપયોગ અને તુલનાત્મક ઈતિહાસલેખન દ્વારા પ્રાદેશિક અને રાષ્ટ્રીય કક્ષાના પ્રાચ્યવિદ્યાવિદોમાં નોંધપાત્ર સ્થાન પ્રાપ્ત કર્યું છે એમ નિઃશંક કહી શકાય.
પથિક, વૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૭૬
For Private and Personal Use Only