________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:
+
સ્વ. ડૉ. કાંતિલાલ ફૂલચંદ સોમપુરા
ડૉ. આર. ટી. સાવલિયા એમનો જન્મ ૯ માર્ચ, ૧૯૧૯માં ખંભાતમાં થયો હતો. ખંભાત, વિસનગર અને અમદાવાદમાં અભ્યાસ કરી ઈ.સ. ૧૯૪૪માં તેઓ મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે પ્રથમ વર્ગમાં બી.એ. થયા. ૧૯૪૬માં એમ.એ. અને ૧૯૫૩માં એલએલ.બી. થયા. તળ ગુજરાતની સોમપુરા જ્ઞાતિના તેઓ પ્રથમ સ્નાતક હતા.
વાસ્તુકલા અને મૂર્તિકલાને આવરી લેતી શિલ્પકલાની ભારતીય પરંપરા જાળવી રાખવામાં ગુજરાતમાં સોમપુરા જ્ઞાતિ ઘણો નોંધપાત્ર ફાળો આપતી રહી છે. શ્રી કાંતિલાલ ભાષા, સાહિત્ય અને વકીલાત જેવા ઇતર વિષયો તરફ વળવા છતાં શિલ્પકલાની કુલ પરંપરાગત અભિરુચિથી પ્રેરાઈને એમણે છેક ૧૯૪ર થી મૂર્તિકલાનો પૈતૃક વ્યવસાય સંભાળેલો. પરંતુ ઉચ્ચ શિક્ષણની કારકિર્દીને લઈને અધ્યયન-સંશોધન પ્રતિની અભિરુચિ
સવિશેષ હોઇ એમણે ગુજરાતનાં પ્રાચીન સ્થાપત્યો વિશે સંશોધન કરવા ડૉ. કાંતિલાલ ફૂલચંદ સોમપુરા માંડેલું. પ્રાચીન ભારતીય સંસ્કૃતિના વિષયમાં મંદિર સ્થાપત્ય અંગે સંશોધન
કરવાના ધ્યેય સાથે પીએચ.ડી. પદવી માટે ગુજરાત યુનિવર્સિટીમાં રજીસ્ટ્રેશન કરાવ્યું. એમના માર્ગદર્શક ડો. હરિપ્રસાદ ગ. શાસ્ત્રી હતા. ગુજરાતનાં પ્રાચીન શિલ્પ-સ્થાપત્ય વિષેનાં બર્જર્સ, કઝિન્સ, સાંકળિયા વગેરે વિદ્વાનોનાં લખાણોનો એમણે તલસ્પર્શી અભ્યાસ કર્યો. દ્વારકા, પ્રભાસ, મહેસાણા, ઈડર વગેરેની આસપાસનાં ગામોમાં જાતે પ્રવાસ ખેડી અનેક પ્રાચીન મંદિરોના તલદર્શન તથા ઊર્ધ્વદર્શનના આલેખ તૈયાર કર્યા. ગુજરાતનાં ઉલ્લખિત પ્રાચીન તથા મધ્યકાલીન મંદિરોની કાલક્રમિક સમીક્ષા કરીને વિદ્યમાન મદિરોનાં નિર્માણમાં શિલ્પશાસ્ત્રના કયા ગ્રંથોના નિયમો લાગુ પડે છે તે શોધવાનો મૌલિક પ્રયત્ન કર્યો. અંગ્રેજીમાં લખાયેલાં એમનો નિબંધ ધ સ્ટ્રકચરલ ટેમ્પલ્સ ઑવ ગુજરાત” શીર્ષક હેઠળ ૧૯૬૩માં ગુજરાત યુનિવર્સિટીને સુપરત કર્યો. આ મહાનિબંધે એમને પીએચ.ડી.ની ઉપાધિ અપાવી અને સમસ્ત સોમપુરા જ્ઞાતિમાં સહુપ્રથમ ડૉક્ટરેટ મેળવનાર તરીકે જ્ઞાતિએ એમનું બહુમાન કર્યું. ગુજરાત યુનિવર્સિટીએ ૧૯૬૮માં આ મહાનિબંધ પ્રકાશિત કર્યો.
આ સંશોધનકાર્યો એમને અધ્યાપન સંશોધનક્ષેત્રે સ્થિર કર્યા. ૧૯૬૩માં અમદાવાદના શેઠ ભોળાભાઈ જેશિંગભાઈ વિદ્યાભવનમાં માનાર્હ અધ્યાપક તરીકે અને ૧૯૬૪થી ૧૯૭૧ સુધી હ.કા. આર્ટ્સ કોલેજમાં અધ્યાપક તરીકે સેવા આપી. તે પછી તેઓ ભો.જે. વિદ્યાભવનમાં ભારતીય સંસ્કૃતિના અનુસ્નાતક અધ્યાપક સંશોધક તરીકે કામ કરતા હતા.
સ્થાપત્ય (વાસ્તુકલા) તથા શિલ્પકલા (મૂર્તિવિધાન)ને અધ્યયન-સંશોધનમાં એમણે ઘણું ગણનાપાત્ર પ્રદાન કરેલું છે. એમનું ભારતીય સ્થાપત્ય અને શિલ્પ' નામનું પુસ્તક ૧૯૬૫માં પ્રગટ થયું. ગુજરાત યુનિવર્સિટીના સ્નાતકકક્ષા તથા અધ્યયન-અધ્યાપન કાર્યના પરિપાકરૂપે ભારતીય ધર્મ અને સંસ્કૃતિને કેન્દ્રમાં રાખી વિકાસ પામેલ સ્થાપત્ય અને શિલ્પના સ્વરૂપભેદો તેમ જ તેમાં દષ્ટિગોચર થતા પ્રાંતિક વિભેદોને નજર સમક્ષ રાખી, શક્ય તેટલું તેમનું કાલક્રમિક નિરૂપણ કરવામાં આવ્યું છે. આ ગ્રંથ બે ખંડમાં લખાયો છે. પ્રાસ્તાવિકમાં લલિત + અધ્યાપક, ભો.જે. વિદ્યાભવન, આશ્રમ રોડ, અમદાવાદ-૯
પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૭૭
For Private and Personal Use Only