________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રગટ થયો છે.
ડૉ. શાસ્ત્રીએ અધ્યક્ષપદે નિયુક્ત થયા પછી પ્રો. રસિકલાલ પરીખની પ્રેરણાથી ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ’ નવ ગ્રંથોમાં પ્રગટ કરવાની યોજના સરકારી અનુદાનથી તૈયાર કરી ૧૯૭૨ થી ૧૯૮૭ દરમ્યાન આ ગ્રંથમાળા પ્રગટ થઈ જે શિક્ષણ અને વિદ્યાના ક્ષેત્રે મોટી સિદ્ધિ ગણી શકાય. ફાર્બસ ગુજરાતી સભા દ્વારા ૧૯૭૯ થી ૧૯૮૧ દરમ્યાન પ્રગટ થયેલ “ગુજરાતના ઐતિહાસિક લેખ', ગ્રંથ ૪ અને ૫ માં તેમણે સલ્તનત અને મુઘલકાલના ઐતિહાસિક અભિલેખોનું સંપાદન કર્યું છે. ભો.જે. વિદ્યાભવન દ્વારા પ્રકાશિત થયેલ શ્રીમદ્ ભાગવત પુરાણ'ની સમીક્ષિત આવૃત્તિના સ્કંધ ૧ થી ૩ અને સ્કંધ ૭ નું સંપાદન કર્યું છે.
આ ઉપરાંત પ્રાચીન હસ્તપ્રતોને આધારે ત્રણ અપ્રકાશિત કૃતિઓ ર સભ્યોદ્યોત, પ્રવીપ અને વ્યશિક્ષાનું સંપાદન કર્યું. કવિ છોટમની કેટલીક અપ્રકાશિત કૃતિઓ, તે કવિના હસ્તાક્ષરોમાં લખેલી પ્રતો પરથી સંપાદિત કરી ગ્રંથરૂપે પ્રગટ કરી. શ્રી કરુણાશંકર ભટ્ટના પત્રો અને તેમની નોંધપોથીઓમાંથી સમાજોપયોગી અંશો તારવી કાલાનુક્રમે સંકલન અને વર્ગીકરણ કરી ગ્રંથરૂપે પ્રગટ કર્યા. એમની જન્મશતાબ્દી પ્રસંગે સ્મારક ગ્રંથ તૈયાર કર્યો.
ડે. શાસ્ત્રીએ ગુજરાતના ઇતિહાસ, સંસ્કૃતિ, પુરાતત્ત્વ, સંસ્કૃત સાહિત્ય, ગુજરાતી ભાષા અને સાહિત્ય, ધર્મ અને તત્ત્વજ્ઞાન, શિલ્પ-સ્થાપત્ય કલા, કાલગણના, પ્રાચીન લિપિવિદ્યા, અધિવેશનના અહેવાલો, ગ્રંથસમીક્ષા વગેરે વિશે સંશોધન અને માહિતીપ્રદ લેખો લગભગ ૬૦૦ જેટલા પ્રગટ કર્યા છે. સન્માન :
૧૯૮૨ અને ૧૯૯૧માં ડૉ. શાસ્ત્રીનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. તેમને સંસ્કૃત અને ગુજરાતી પ્રશસ્તિપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું અને તેમનો અભિનંદન ગ્રંથ 'Dr. H. G. Shastri Felicitation Volume' પ્રકાશિત કરવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્ય સરકારની સંસ્કૃત સાહિત્ય અકાદમીએ ૧૯૯૯૨000 નો ગૌરવ પુરસ્કાર ડૉ. શાસ્ત્રીને પ્રદાન કર્યો હતો. ૧૯૭૭માં દરભંગાની મૈથિલી વિશ્વવિદ્યાપીઠ મહામહોપાધ્યાયની સન્માન ઉપાધિ અર્પણ કરી. ૧૯૮રમાં જેતલપુરમાં મળેલા ગુજરાત રાજ્ય સંસ્કૃત અધ્યાપક મંડળના આઠમા અધિવેશનમાં શાલ અર્પણ કરી ડૉ. શાસ્ત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું. સભ્યપદ :
ડૉ. શાસ્ત્રી ઘણી વિદ્યાસંસ્થાઓ સાથે સક્રિય રીતે સંકળાયેલા છે. ગુજરાત વિદ્યાસભાની કારોબારીના સભ્ય, ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય, ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસની અને પછી... ભારતીય સંસ્કૃતિની અભ્યાસ સમિતિના અધ્યક્ષ, એકેડેમિક કાઉન્સિલ અને બૉર્ડ ઑફ યુનિવર્સિટી ટીચિંગ એન્ડ રિસર્ચના સભ્ય નિમાયા. ડૉ. શાસ્ત્રીએ ૧૯૬૦માં ગુજરાત ઇતિહાસ પરિષદની સ્થાપના કરવામાં મહત્ત્વનું પ્રદાન કર્યું છે. તેઓ પરિષદના પહેલા પ્રમુખ હતા. હાલ તેના ટ્રસ્ટી છે. ગુજરાત વિદ્યાસભા, લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર અને ગુજરાત સાહિત્ય સભાની કારોબારી સમિતિ, ગુજરાતી સાહિત્યની મધ્યસ્થ સમિતિના સભ્ય તરીકે સેવાઓ આપી છે. ગુજરાત રાજ્યની પુરાતત્ત્વ સલાહકાર સમિતિમાં, ગુજરાત રાજ્ય સરકારના જિલ્લા સર્વસંગ્રહોને લગતી સલાહકાર સમિતિમાં તેમજ બ્રહ્મચારીવાડી ટ્રસ્ટની સલાહકાર સમિતિમાં પણ ડો. શાસ્ત્રીએ યોગદાન આપ્યું છે:
ઇતિહાસ-લેખનના ક્ષેત્રે એક સાચા સંશોધક તરીકે ગુજરાતના પ્રાચીનકાલના સંશોધન અને લેખનનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરતાં ડૉ. શાસ્ત્રીની પ્રતિભા એક સાચા સંશોધક તરીકે ઊપસે છે. એમનાં લખાણો
પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૭૫
For Private and Personal Use Only