________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ડૉ. શાસ્ત્રીએ કેળવ્યો હતો. ભારતીય સંસ્કૃતિ વિષયમાં તેઓશ્રીના માર્ગદર્શન હેઠળ 14 વિદ્યાર્થીઓ અને સંસ્કૃત વિષયમાં 8 વિદ્યાર્થીઓ પીએચ.ડી. થયા છે. ભારતીય સંસ્કૃતિમાં સ્થાપત્ય, રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, ધર્મસંપ્રદાયો, પૌરાણિક અનુશ્રુતિઓ, લિપિવિદ્યા, રાજ્યતંત્ર અને હસ્તપ્રતો તેમજ સંસ્કૃત વિષયમાં ભટ્ટિકાવ્ય, રાજતરંગિણી અને પુરાણો, કવિ સોમેશ્વર અને તેની કૃતિઓ, રૂપકો અને મહાકાવ્યો, ભગવદ્ગીતા જેવા દાર્શનિક ગ્રંથ અને કાલગણના જેવા વિવિધ વિષયો ઉપર શોધપ્રબંધો લખાયા છે. સંશોધનક્ષેત્રે ડૉ. શાસ્ત્રીની સિદ્ધિઓ અપૂર્વ અને વિરલ છે. એમના મૌલિક સંશોધનગ્રંથોમાં અંગ્રેજી શોધપ્રબંધના ગુજરાતી અનુવાદ ઉપરાંત એમાં અષણનાં અન્ય સાધનોનો તથા અન્ય સમકાલીન રાજ્યોનો સમાવેશ કરી ગુજરાતીમાં તૈયાર કરેલો “મૈત્રકકાલીન ગુજરાત (ઇતિહાસ અને સંસ્કૃતિ)' ૧૯૫૫માં પ્રગટ થયેલા મહત્ત્વપૂર્ણ સંશોધન ગ્રંથ છે. આ ગ્રંથ ગુજરાતના મૈત્રકકાલના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસનો પ્રમાણભૂત ગ્રંથ છે. સુરતની નર્મદ સાહિત્યસભાએ ડૉ. શાસ્ત્રીના આ ગ્રંથને 1951 થી 1955 દરમ્યાન પ્રસિદ્ધ થયેલા શ્રેષ્ઠ ઈતિહાસગ્રંથ તરીકે મૂલવી ૧૯૫૮માં ડૉ. શાસ્ત્રીને નર્મદ સુવર્ણચંદ્રક એનાયત કર્યો. ૧૯૬૦માં અમદાવાદની ગુજરાત સાહિત્ય સભા દ્વારા ડૉ. શાસ્ત્રીએ સંશોધનક્ષેત્રે કરેલ ઉત્તમ કામગીરી બદલ પ્રસિદ્ધ રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રદાન કરી એમનું બહુમાન કરવામાં આવ્યું. વ્યાખ્યાનમાળાઓ : દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની કવિ નર્મદ વ્યાખ્યાનમાળામાં ૧૯૭૭માં ગુજરાતના પ્રાચીન ઇતિહાસની સાધનસામગ્રી' વિશે સુરતમાં ત્રણ વ્યાખ્યાન આપ્યાં. એ વ્યાખ્યાન ગુજરાત ઇતિહાસ પરિષદે ૧૯૭૮માં પ્રસિદ્ધ કર્યા. આ ઉપ ર્સિટી તરફથી ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાના ઉપક્રમે ૧૯૮૧માં ‘ઇતિહાસના સાધન તરીકે ગુજરાતના અભિલેખ' વિશે મુંબઈમાં પાંચ વ્યાખ્યાન આપ્યો. એ સંશોધનના નિચોડરૂપ વ્યાખ્યાનો ગૂજરાત વિદ્યાપીઠે ૧૯૮૪માં ગ્રંથાકારે પ્રગટ કર્યા. એ ઉપરાંત વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગમાં તથા ઇતિહાસ વિભાગમાં, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, વડોદરાના પ્રાચ્યવિદ્યામંદિર, મુંબઈની ફાર્બસ ગુજરાતી સભા, વડોદરા મ્યુઝિયમ, ગૂજરાત વિદ્યાપીઠ વગેરે સંસ્થાઓના ઉપક્રમે વ્યાખ્યાન આપ્યાં હતાં. મૌલિક ગ્રંથો : ડૉ. શાસ્ત્રીના મૌલિક ગ્રંથોમાં મુખ્ય 19 જેટલા ગ્રંથોનો સમાવેશ થાય છે. એમાં હડપ્પા અને મોહેંજોદડો' (1952), “મૈત્રકકાલીન ગુજરાત' (1955), “ઈન્ડોનેશિયામાં વિસ્તરેલી ભારતીય સંસ્કૃતિ' (1957), ‘ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ' (1964, 1973), “પ્રાચીન ભારત' (ભા. 1,2 - 1970), સિલોન' (1969), ‘અશોક, અને એના અભિલેખ' (1972), “ચીનમાં પ્રસરેલી ભારતીય સંસ્કૃતિ' (1975), “ભારતનું બૌદ્ધ સ્થાપત્ય' (1983), ભારતીય અભિલેખવિદ્યા' (1973), ‘ભારતીય સિક્કાશાસ્ત્ર' (સહલેખન-૧૯૭૯), ‘પડોશી દેશોમાં ભારતીય સંસ્કૃતિનો પ્રાચીન પ્રસાર' (સહલેખન-૧૯૮૦) મુખ્ય છે. આ ઉપરાંત Chronology of Gujarat Gujarat District Gazetteers', ‘ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ', ગુજરાત જિલ્લા સર્વસંગ્રહો' વગેરેમાં પણ લખાણ લખેલાં છે. સંપાદન કાર્ય : ઇન્ડિયન કાઉન્સિલ ઓફ હિસ્ટોરિકલ રિસર્ચ-નવી દિલ્હી તરફથી સિનીયર રિસર્ચ ફેલોશિપ મળતાં ડૉ. શાસ્ત્રીએ તૈયાર કરેલ 'A Historical and cultural study of the Inscrip9s of Gujarat' ગ્રંથ એમના મૌલિક સંશોધનનું તાજું પ્રદાન છે. Gujarat under the Maitrakas abhi એ ગ્રંથ એમના અંગ્રેજી મહાનિબંધ ને આધારે વડોદરાના પ્રાચ્યવિદ્યા મંદિર તરફથી ૨૦૦૦માં પથિક * સૈમાસિક - જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, 2003 0 74 For Private and Personal Use Only