________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસિદ્ધ ઇતિહાસકાર અને સંસ્કૃતિવિદ ડો. હરિપ્રસાદ શાસ્ત્રી
ડૉ. ભારતી શેલત
ऐतिह्ये लब्धवर्णः समुदितयशाः शिल्पशैलीकलापे
दीक्षादक्षोऽभिलेखे प्रकटितसुरुचिर्वास्तुविद्याविवेके। प्राप्तश्चाध्यक्षकक्षां सततधृतरसः संस्कृते संस्कृतौ च
कल्याणार्थी कृतार्थः स जयती सुकृति यस्य ग्रन्थाः प्रसिद्धाः ।।
ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ અને સંસ્કૃત વિદ્યાના બહુશ્રુત વિદ્વાન અને તજ્જ્ઞ ડૉ. હરિપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રીનો જન્મ સાઠોદરા નાગર જ્ઞાતિમાં ૧૭ ઑકટોબર, ૧૯૧૯ના રોજ મલાતજ (જિ. ખેડા) મુકામે થયો હતો. પિતામહ વ્રજલાલ કાળિદાસ શાસ્ત્રી સંસ્કૃત-પ્રાકૃતના સાક્ષર અને ગુજરાતી
ભાષાના વિદ્વાન હતા. અપભ્રંશ અને ગુજરાતી ભાષા તથા સાહિત્યના અધ્યયન ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી દ્વારા ગુજરાતીના આદ્ય ભાષાશાસ્ત્રી તરીકે તેમણે ખ્યાતિ પ્રાપ્ત કરી હતી.
વ્રજલાલ શાસ્ત્રીના મોટા ભાઈ છોટાલાલ શાસ્ત્રી સંતકવિ છોટમ તરીકે
ઓળખાતા. પિતા ગંગાશંકર જયોતિષ અને વૈદકમાં નિપુણ હતા. મોટાભાઈ શંકરલાલ શાસ્ત્રી ગુજરાતી ભાષા અને સાહિત્યના વિવેચક હતા. ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રીએ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ જૂનાગઢમાં પૂર્ણ કર્યું. ૧૯૪૦માં સંસ્કૃત વિષય સાથે બી.એ. થયા પછી અભિલેખવિદ્યાના અભ્યાસ માટે તેઓ અમદાવાદની ભો.જે. વિદ્યાભવન નામની સંશોધન-સંસ્થામાં એમ.એ.ના વિદ્યાર્થી તરીકે દાખલ થયા. ૧૯૪૨માં સંસ્કૃત અને અર્ધમાગધી વિષય સાથે એમ.એ. થયા. એમ.એ.માં એમનું વૈકલ્પિક શાસ્ત્ર અભિલેખવિદ્યા હતું. એમ.એ. ઉચ્ચતર દ્વિતીય વર્ગમાં પાસ કરીને પ્રો. રસિકલાલ પરીખના માર્ગદર્શન હેઠળ અને ઔપચારિક માર્ગદર્શક તરીકે પ્રો. અત્યંકરનું નામ રાખી “વલભીના મૈત્રક રાજાઓના સંસ્કૃત અભિલેખોમાંથી મળતી માહિતી” એ વિષય ઉપર પીએચ.ડી. નો અભ્યાસ શરૂ કર્યો. સાથે સાથે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની ફેલોશિપ મેળવી પ્રાચીન ભારતીય સંસ્કૃતિના અનુસ્નાતક કેન્દ્રમાં અભિલેખવિદ્યા, સિક્કાશાસ્ત્ર, શિલ્પ અને સ્થાપત્ય એ વિષયોના વર્ગો લેવાનું કાર્ય કર્યું અને ૧૯૪૫-૪૬ના શૈક્ષણિક વર્ષથી અહીં અધ્યાપક તરીકે સેવાઓ આપી. એક વર્ષ પૂના અને કોલ્હાપુરમાં પુરાતત્ત્વના સિદ્ધાંત અને ક્ષેત્રકાર્યની તાલીમ મેળવી. ૧૯૪૭માં મુંબઈ યુનિવર્સિટીની પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. ભો.જે. વિદ્યાભવનમાં ૧૯૪૫ થી ૧૯૫૬ દરમ્યાન અધ્યાપક તરીકે, ૧૯૫૬ થી ૧૯૬૮ દરમ્યાન ઉપાધ્યક્ષ તરીકે અને ૧૯૬૮ થી ૧૯૭૯ દરમ્યાન અધ્યક્ષ તરીકે સેવાઓ આપી. આ સમગ્ર ગાળા દરમ્યાન ડૉ. શાસ્ત્રીએ અધ્યયન, અધ્યાપન, સંશોધન અને લેખનક્ષેત્રે રચનાત્મક કાર્ય કરી વિદ્યોપાસના કરી. અભિલેખોમાં વૈશારદ્ય પ્રાપ્ત કર્યા પછી અભિલેખોને ઉકેલવા, તેનું લિવ્યંતર, સારદોહન, સંપાદન અને વિવેચન કરવું એ એમની પ્રધાન વિદ્યાકીય પ્રવૃત્તિ રહી. એમાં મૈત્રક કાલથી માંડી અર્વાચીન કાલ સુધીના લગભગ દર જેટલા અભિલેખોને ઉકેલી એનું સંપાદન અને વિવેચન કરી પ્રગટ કર્યા. અભિલેખવિદ્યાના ક્ષેત્રે એમનું આ અત્યંત મહત્ત્વપૂર્ણ પ્રદાન છે.
પીએચ.ડી. ડિગ્રી માટેના સંશોધનાર્થીઓને માર્ગદર્શન આપવામાં સંશોધનાત્મક અધ્યાપનનો અભિગમ
* નિયામક, ભો.જે. વિદ્યાભવન, અમદાવાદ
પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ • ૭૩
For Private and Personal Use Only