SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુજરાતી સભા તરફથી “મહાભારત પદબંધ'ના ભાગો છપાયે જતા હતા. પ્રમુખ શ્રી કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી વગેરે અધિકારીઓને વિચાર આવ્યો કે “નરસિંહ મહેતાની હારમાળા” સંપાદિત કરાવી છપાવવી. કારોબારીમાં ચર્ચામાં આવતાં આ કામ કોને સોંપવું એ વખતે શ્રી કનૈયાલાલ મા. મુનશીએ શાસ્ત્રીજીનું નામ સૂચવ્યું. શાસ્ત્રીજીએ તો નરસિંહ મહેતાનો સમય બદલવા વિશેના એમના ૧૬ મુદ્દાઓને તોડી નાખ્યા હતા, આ શ્રી મુનશીની ખાનદાની. “હારસમેના પદ અને હારમાળા' એ શીર્ષકથી સંપાદન કર્યું, જેમાં શ્રી મુનશીજીના વધુ આઠ મુદ્દાઓ મળ્યા અને નિરર્થક કરી નાખ્યા. આ બે જ કિસ્સાઓથી શાસ્ત્રીજી શ્રી મુનશીના હમેશાને માટે આત્મીય બની ગયા. ત્રીજો પ્રસંગ પ્રો. બળવંતરાય ઠાકોરનો છે. એમણે કાલિદાસના 'માલવિકાગ્નિમિત્ર’ નાટકનો સમશ્લોકી અનુવાદ છપાવેલો. ‘કૌમુદી-માનસી'ના તંત્રી શ્રી વિજયરાય વૈદ્ય એનું અવલોનકાર્ય શાસ્ત્રીજીને સોંપ્યું. શાસ્ત્રીજીએ કરેલ અવલોકન શ્રી વૈધે એમના સામયિકમાં છાપ્યું. શાસ્ત્રીજીએ ખાસ કરીને અનુણ્ભમાં દોદોષ તારવીને આપેલા. પ્રો. ઠાકોરનો શાસ્ત્રીજી ઉપર પત્ર ગયો ને પોતે બૂલ નથી કરી એવું બતાવશે એમ પત્રથી જણાવ્યું, બે મહિને પત્ર આવ્યો કે “શાસ્ત્રીજી, તમે દોષો કાઢયા છે એ અધિવેશન વડોદરામાં થવાનું હતું. એમાં સભ્ય ફી રૂ. ૫- પ્રો. ઠાકોરે ભરી દીધી અને મુંબઈ – “ગુજરાતી' સાપ્તાહિકમાં “મધ્યકાલીન ગુજરાતીની ચાર ભૂમિકા' વિશે લેખ આપેલો એને “નિબંધ'ના સ્વરૂપમાં લખી મોકલી પછી હાજર રહેવાની સૂચના કરી. શાસ્ત્રીજીએ નિબંધ મોકલ્યો અને તારીખો નક્કી આવતાં પહેલી વાર માંગરોળથી ગયા. એ પછી લાઠીમાં ગુ.સા.પરિષદનું ૧૧મું અધિવેશન હતું એટલે પહેલી વાર શાસ્ત્રીજીએ અમદાવાદ આવી ત્યાંથી વડોદરા પહોંચ્યા. કાઉન્ટર પર ગયા ત્યારે પરિષદમાં વંચાવા આવેલા નિબંધોનું સારપુસ્તક છપાયેલું હતું એની એક નકલ ભેટ મળી. સ્થાન પર જઈ ગ્રંથનાં પાનાં ઉથલાવતાં એમના નિબંધનો છ પાનાંનો અંગ્રેજીમાં સાર શાસ્ત્રીજીના નામથી જ રજૂ કરવામાં આવ્યો હતો, પ્રો. ઠાકોરે સાર અંગ્રેજીમાં લખી છપાવેલો. આ તે કેવા પ્રકારની આત્મીયતા ! અહીં સંશોધનક્ષેત્રે આપેલા એમના પ્રદાન વિશે થોડું જણાવવું ઠીક થઈ પડશે. થોડા જ મહત્ત્વના ગ્રંથોનો નામનિર્દેશ જ કરીશ. એમના “અમૃત મહોત્સવ'ના બે ગ્રંથ ૧૯૮૨માં છપાયા છે, એમાં સન્ ૧૯૨૨ થી સન ૧૯૮૧ સુધીમાં છપાયેલા ૧૫ર ગ્રંથોની યાદી છપાયેલી છે, આ યાદીમાં સંશોધનમૂલક ગ્રંથોના અંકોની પૂર્વે ૦ (શૂન્ય) આપવામાં આવેલ છે. આવા ગ્રંથોની સંખ્યા ૧૦૨ થાય છે. “મહાભારત-પદબંધ’ આખ્યાનોના ૭ ગ્રંથ, “કવિચરિત'ના ૨ ગ્રંથ, ‘આપણા કવિઓ' ૧, “અક્ષર એન શબ્દ' – લેખ સંગ્રહ ૧, “સંશોધનને માર્ગે લેખસંગ્રહ ૧, “અનુશીલન' - લેખસંગ્રહ ૧, “ગુજરાતી વાગ્વિકાસ' ૧, “ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન” ૧, ભરતનું નાટ્યશાસ્ત્ર અને આચાર્ય અભિનવગુપ્ત ૧, ‘ભાલણ-એક અધ્યયન ૧, ‘ગુજરાતી ભાષાશાસ્ત્ર' ૧, ‘ભાણ : એક રૂપકપ્રકાર” ૧, ‘ગુજરાતી ભાષાનો વિકાસ અને અર્વાચીન ગુજરાતી ભાષાનું સ્વરૂપ” ૧, ‘ભાષા અને ગુજરાતી ભાષા ૧, નરસિહ મહેતા : એક અધ્યયન” ૧, ‘ત્રણ જ્યોતિર્ધરો : અખો શામળ ને દયારામ ૧, વાગ્વિભવ' - લેખસંગ્રહ ૧, “અતીતને આર’ - પુરાતત્ત્વીય લેખસંગ્રહ ૧, નયસંહિતા' , “ભીમ અને કેશવદાસ' ૧ આ ૨૮ જેટલા ગ્રંથો મૂર્ધન્ય કોટિના છે. સંશોધનમૂલક લેખોની સંખ્યા પણ ૪૦૦ થી ઓછી નહિ. આ એમના ૭૫ વર્ષ પૂરાં થયાં ત્યાં સુધીનો ખ્યાલ આપે છે. આ પછી ગ્રંથોની સંખ્યા ૨૩૦ના અંકે પહોંચી છે. ઇતિહાસ, સંસ્કૃતિ અને પુરાતત્ત્વવિષયક તેમના ગ્રંથોમાં સૌરાષ્ટ્રની ઐતિહાસિક નગરીઓ : માંગરોળસોરઠ (૧૯૬૭) અસાં- જો કચ્છ અને અતીતને આરે (૧૯૭૩), ધૂમલી (૧૯૮૨) વગેરેનો સમાવેશ થાય છે. અહીં એમના આંતરરાષ્ટ્રિય કોટિના પ્રકાશન વિશે કહેવું ઠીક થઈ પડશે. ઉપર નવેદિતા નો નિર્દેશ કર્યો છે એ અને જેમાંથી એ તારવવામાં આવેલ છે તે ભારતસંહિતા વિશે કહેવું છે. મહાભારતના અનુક્રમણીઅધ્યાયમાં વ્યાસજીએ ૨૪૦૦૦ શ્લોકોની રચના કર્યાનો ઉલ્લેખ થયેલો છે. અત્યાર સુધી એની કોઈ હસ્તપ્રત મળી નથી એટલે ચોક્કસ સિદ્ધાંતો નક્કી કરી લાખ શ્લોકોના કહેવાતા “મહાભારત'માંથી તારવવાનું રહે છે અને પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૬૯ For Private and Personal Use Only
SR No.535516
Book TitlePathik 2003 Vol 43 Ank 10 11 12
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2003
Total Pages168
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy