SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org www.ko Acharya Shri Kailassagarsuri Gyanmandir શાસ્ત્રીજીને એ સમયના નિયામક શ્રી ઈશ્વરભાઈ પટેલ વારંવાર મળવા આવતા એમાં વાતમાં વાત નીકળતાં શાસ્ત્રીજીએ અમરકોશ'ના કરેલા અનુવાદની વાત કરી. શ્રી પટેલે એ અનુવાદ માગ્યો અને ભાવનગરના, બા.દા. કૉલેજમાં શાસ્ત્રીજીના સ્થાને આવેલા અધ્યા. પંડ્યાને તપાસવા આપ્યો. એમણે તપાસી પ્રસિદ્ધ કરવા સંમતિ આપી. શ્રી પટેલ શાસ્ત્રીજી પાસે આવ્યા ને વાત કરી છપાવવાની રજા માગતાં શાસ્ત્રીજીએ જણાવ્યું કે આ તો ૨૦ વર્ષના છોકરાનો કરેલો છે, હું આ અક્ષરશઃ ફરીથી જોઈ સુધારી આપું, પછી છાપવા આપજો.” શાસ્ત્રીજીએ સંપૂર્ણ રીતે આ અનુવાદ સુધારી તા. ૩૦-૫-૧૯૭૫ના દિવસે સંપૂર્ણ કરી, પછી શ્રી પટેલને સોંપ્યો અને બોર્ડ તરફથી સન ૧૯૭પના ડિસેમ્બરમાં પ્રકાશિત થયો, એની બીજી આવૃત્તિ તા. ૧-૪-૧૯૯૮ના દિવસે પ્રસિદ્ધ થઈ. નોંધપાત્ર એ છે કે કવિસમ્રાટ નાનાલાલ દલપતરામે શ્રી વલ્લભાચાર્યજીના રચેલા સુપ્રસિદ્ધ પોશ pભ્યોનો સમશ્લોકી અનુવાદ સન ૧૯૨૫માં પ્રસિદ્ધ કર્યો. શાસ્ત્રીજીના હાથમાં આ અનુવાદ આવતાં એમાંના અઢળક છંદોદોષ એમની નજરે ખેંચ્યા અને તરત સમશ્લોકી અનુવાદ કર્યો, જે પોતાના ર૧મા વર્ષે માંગરોળની સં. પાઠશાળાના આશ્રયે પ્રસિદ્ધ થયો. એઓ અમદાવાદ આવ્યા ત્યાં સુધીમાં નાના મોટાં ૧૩,પ્રકાશનો થયાં, જેમાંના નોંધપાત્ર “મહાભારતપદબંધ મધ્યકાલીન કવિઓએ રચેલ’ના ત્રણ ગ્રંથ, રત્નેશ્વરકૃત ભાગવત સ્કંધ ૧, ૨ (ગુજ. આખ્યાન સ્વરૂપનાં), ગોપાલદાસકૃત વલ્લભાખ્યાન (પાઠાંતરો સાથે) અને કાલિદાસના 'માલવિકાગ્નિમિત્ર' નાટકનો સમશ્લોકી અનુવાદ છે. તા. ૧૪-૧-૧૯૩૬ (ઉત્તરાણને દહાડે) અમદાવાદ આવ્યા ત્યાં સુધી સામાન્ય તેમજ સંશોધનના અને સાંપ્રદાયિક મળી ૧૦૦થી વધુ લેખો અચાન્ય સામયિકોમાં છપાયા હતા. મુંબઈની ગુજરાતી સાપ્તાહિક “ગુજરાતીમાં એમના મહત્ત્વના લેખો અવારનવાર છપાયે જતા હતા, એમાં શ્રી કનૈયાલાલ મા. મુનશીએ નરસિંહ મહેતાનો સમય સં. ૧૫૧૨ (હારસમેનાં પદોની રચનાનો) ન સ્વીકારતાં સં. ૧૫૭૨નું સમર્થન કરેલું એનો સપ્રમાણ જવાબ 'ગુજરાતી'માં છપાયેલો, જેને કારણે ગુજરાતના વિદ્વાનોમાં એમણે સ્થાન મેળવી લીધેલું. “બુદ્ધિપ્રકાશ' ‘વસંત’ ‘કૌમુદી' “માનસી” “ફાર્બસ ત્રૈમાસિક અને સાંપ્રદાયિક માસિકોમાં અનેક વિષયે તેમ સંશોધનમૂલક પણ લેખ છપાયેલ એના મોટા ભાગનાએ વિદ્વાનોનું ધ્યાન ખેંચેલું. ૧૯૨૯માં ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ તરફથી ‘જોડણીની શબ્દાવલી નિયમો સાથે પ્રસિદ્ધ થઈ ત્યારથી ભાષા ઉપરાંત જોડણીના વિષયમાં પણ લખવાનો પ્રયત્ન કરેલો. ભાવનગરમાં ગુજરાતી સા. પરિષદમાં ગુજરાતી વ્યાકરણ” ઉપરનો એમનો લેખ પણ એમની શક્તિનો ખ્યાલ આપે છે. ગુજરાતી ક્રિયાર્થક ધાતુઓના પાંચ ગણ અને પ્રેરકોના પ્રકાર એ એમનાં મૌલિક તત્ત્વો એમાં તરી આવ્યાં હતાં. સન ૧૯૩૪ સુધી એઓ માંગરોળથી જ નિબંધો ગુ.સા.પરિષદના અધિવેશનમાં મોકલતા, આવો એમનો પ્રયત્ન “શાસ્ત્રોચ્ચારપરિશુદ્ધ જોડણી’ નિબંધ ૨૮ મે વર્ષે લાઠીમાં મળેલા ૧૧મા અધિવેશનમાં એમણે વાંચ્યો હતો, જેનો સમાદર થયો હતો. એમનાં પ્રકાશનો અને લેખોને કારણે ભાષાશાસ્ત્રની નરસિંહરાવ દિવેટિયા, ઇતિહાસવિદ કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી, પ્રો. બળવંતરાય કલ્યાણરાય ઠાકોર, પ્રો. કેશવ હર્ષદ ધ્રુવ, શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશી જેવા પ્રથમ કક્ષાના ગુજરાતી વિદ્વાનોની આત્મીયતા મેળવવાને એઓ સદ્દભાગી બન્યા હતા. અમદાવાદ આવતાં અને ગુજરાત વર્નાક્યુલર સોસાયટી - (પછીની “ગુજરાત વિદ્યાસભા')માં જોડાયા પછી વિદ્વાનોનો સંસર્ગ ઉત્તરોત્તર ગાઢ બનતો રહ્યો. અહીં આવ્યા પૂર્વે અમુક મહત્ત્વના વિદ્વાનોનાં દિલ જીતી લીધેલાં, એ વિશે એમની પાસેથી જાણવા મળ્યું છે એ અહીં નોંધવું ઠીક થઈ પડશે. ગોંડલના મહારાજા શ્રી ભગવતસિંહજીએ “ભગવદ્ગોમંડળ' કોશનું કાર્ય શરૂ કર્યું ત્યારે પ્રો. નરસિંહરાવ દિવેટિયાને વ્યુત્પત્તિના વિષયમાં સહાયક થવા વિનંતી મોકલી ત્યારે, કદી મળ્યા નહોતાં તોયે, શાસ્ત્રીજી તરફની લાગણી વ્યક્ત કરી નામ સૂચવ્યું. શાસ્ત્રીજી એ પ્રથમ ખંડની ૯00 કોલમ એ દષ્ટિએ વાંચી આપી હતી. ફાર્બસ પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૬૮ For Private and Personal Use Only
SR No.535516
Book TitlePathik 2003 Vol 43 Ank 10 11 12
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2003
Total Pages168
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy