________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસ્કૃતિ’ના એમ.એ. તથા પીએચ.ડી.ના વિદ્યાર્થીઓને અપાતું માર્ગદર્શન ચાલુ રહ્યું, જ્યારે સંસ્કૃત-ગુજરાતીફારસીના પીએચ.ડી.ના વિદ્યાર્થીઓનું માર્ગદર્શન રહ્યું, એમ.એ.નું ગુ.યુનિ.ના ભાષાભવનમાં ગયું. છેલ્લા દસેક વર્ષોથી શાસ્રીજી ગુ.યુનિ.ના ભાષા ભવનમાં જતા બંધ થયા છે. અત્યારે ભો.જે.વિદ્યાભવનમાં શાસ્રીજીને માનદ વેતન રૂ. ૧૦૦૦- મળે છે અને છપાતા જતા ગ્રંથોના સંપાદનની માનાર્હ સેવા શાસ્ત્રીજી આપ્યું જાય છે. ગુ.યુનિ.નું એમનું પીએચ.ડી.નું માર્ગદર્શન લેવાનું પાંચેક વર્ષથી બંધ થયું છે. ગણતરી કરવામાં આવે તો ચંદવાણા બોડીવાવમાં ૧ વર્ષ. માંગરોળની પાઠશાળા અને હાઈસ્કૂલનાં ૧૧-૧૨ વર્ષ અને અમદાવાદમાં ૧૯૩૯ થી ૧૯૯૦ સુધીના આશરે ૫૨ વર્ષ, એમણે આમ સરવાળે ૬૫ વર્ષ જેટલું લાંબું જીવન શૈક્ષણિક ક્ષેત્રે વિતાવ્યું છે એ અનન્ય કોટિનું થયું છે. અત્યારે વધુમાં વધુ ૪૦ થી ૪૫ વર્ષનો શિક્ષકો તેમ અધ્યાપકોને સામાન્ય રીતે સમય મળે છે, ત્યાં તો ફરજિયાત નિવૃત્ત થવું પડે છે. પોતાની મળેલી સેવાનો લેખક તેમ સંશોધક તરીકે પણ ઉપયોગ થઈ શકતો હોય તો શેષ જીવન સાર્થક બની રહે છે.
લેખન-સંશોધન : મૅટ્રિક્યુલેશનની પરીક્ષા આપી અને હજી પરિણામ નહોતું આવ્યું એ ગાવામાં પિતાજીના ઘરના પુસ્તકાલયમાંથી વાંચવાને માટે પુસ્તકો તપાસતા હતા એમાં પિતાજીએ યાત્રા કરવા વ્રજભૂમિ (મથુરા પ્રદેશ)માંથી શ્રી વલ્લભાચાર્યજીની સ્તુતિના, એમના પુત્ર શ્રીવિઠ્ઠલનાથ ગુસાંઈજીએ રચેલા જાણીતા સૌન્દર્ય નિગદ્ભુત પ્રષ્ટિત એ શાર્દૂલવિક્રીડિત વૃત્તના શ્લોકની શ્રીગોકુલોત્સવજી ગોસ્વામીની સં. અપ્રસિદ્ધ ટીકા પેન્સિલથી લખેલી જોવામાં આવી. પિતાજીની સંમતિ મળતાં એની પ્રેસ-કોપી કરી અને ગુજરાતી ભાષાંતર પણ કર્યું. પરિણામ આવતાં ૧૭મા વર્ષના છેલ્લા આષાઢ મહિનાની સુદિ પાંચમને દિવસે રવાના થઈ બીજે દિવસે મુંબઈ પિતાજીના મોટા મામા અને ભૂલેશ્વર-લાલબાવાના મંદિરના અધિકારી વડીલ શ્રી વીરજીભાઈ આણંદજી બાપોદરાને ત્યાં પહોંચ્યા અને બેસવા-સૂવાનું લાલબાવા મંદિરના મહારાજશ્રીને સંસ્કૃત શિક્ષણ આપતા, મામાના પુત્ર અને શાસ્ત્રીજીના પિતાજીના માંગરોળની પાઠશાળાના શિષ્ય શાસ્ત્રીજી હરિકૃષ્ણના કાર્યાલયમાં થયું, જ્યા બીજા શાસ્રી ચિમનલાલ હરિશંકર (બોરસદવાળા) પણ બેસતા હતા. શાસ્ત્રીજીને આ બંને વિદ્વાનો પાસે હસ્તલિખિત ગ્રંથ પરથી પ્રેસકૉપી બનાવવાનું અને પ્રૂફો વાંચવાનું શિક્ષણ મળવા લાગ્યું. અહીં મુંબઈમાં શાસ્રીજી ચિમનલાલની કૃપાથી પેલો સૌર્થ શ્લોક સં. ટીકા અને ગુજરાતી ભાષાંતર સાથેનો શાસ્રીજીના ૧૮મા વર્ષના પ્રવેશના ત્રીજા
મહિનામાં પ્રકાશિત થયો.
અગાઉ જણાવ્યું એમ માંદા પડ્યા અને સં. ૧૯૭૮ (સન ૧૯૨૨)ની વિજયા દશમીને દિવસે મુંબઈ કાયમને માટે છોડી વળતે દિવસ માંગરોળ પાછા આવી ગયા અને સાજા થયા પછી અધૂરો વિદ્યાભ્યાસ પિતાજીની પાઠશાળામાં પૂરો કર્યો. અહીં સહાધ્યાયી શ્રી- સત્યનારાયણ મંદિરના વારસે મહંત શ્રી ગોમતીદાસજીના ગાઢ સંપર્કથી ગ્રંથલેખન અને અનુવાદ કરવામાં તેમ સ્વતંત્ર સાંપ્રદાયિક તેમ ભાષાને લગતા લેખો લખવાનું પણ શરૂ થયું. શ્રી ગોમતીદાસજીની હૂંફથી સં. કાવ્યશાસ્ત્ર અને છંદઃશાસ્ત્ર તરફની લગની વિકસી, ગુજરાતી વ્યાકરણ તરફની પણ. આનું પહેલું નોંધપાત્ર ‘વૃત્તમંજરી' પુસ્તક, જે.સં. ૧૯૮૧ના વાશાખ સુદ છઠ અને તા. ૨૯૫-૧૯૨૫ને દિવસે પૂર્ણ થયું. આમાં ૧૦ બકોમાં સં. ‘વૃત્તરત્નાકર’ની જેમ વૃત્તો અને છંદોના લક્ષણ તે તે છંદના એક ચરણથી ગુજરાતીમાં આપવામાં આવેલાં છે. આ ગ્રંથ ૭૪ વર્ષ પૂરાં થયે અમદાવાદની ગુ.રિ.સોસાયટી તરફથી છપાઈ પ્રસિદ્ધ થયો. બીજો ગ્રંથ સાથે જ શરૂ થયેલો, આ સંસ્કૃતનો સુપ્રસિદ્ધ પર્યાય-કોશ ‘અમરકોશ’. અનુવાદમાં પણ સં. તે તે શબ્દના જેટલા ગુજરાતી ભાષામાં પર્યાયો જાણીતા છે તે આપવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે. આ ગ્રંથ સં. ૧૯૮૦ (સન ૧૯૨૩)ના માગસર સુદ પુનમ અને રવિવારને દિવસે સંપૂર્ણ થયેલો, એ સંપૂર્ણ રીતે મઠારી અઘતન બનાવ્યો, જેનો દિવસ સં. ૨૦૩૧ન! વૈશાખ વિદ પાંચમ, શુક્રવાર, તા. ૩૦૫-૧૯૭૫નો છે. ‘યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ' તરફથી શાસ્ત્રીજીને ‘બૃહદ્ ગુજરાતી કોશ'નું કામ સોંપાયેલું.
પથિક ♦ ત્રૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૬૭
For Private and Personal Use Only