________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તરીકે એમને સ્થાન માગ્યા વિના મળ્યું. ૧૯૫૧માં ગુજરાત યુનિવર્સિટીનો આરંભ થતાં ૧૯૫૫માં ગુજરાતીના વિષયમાં પીએચ.ડી.ના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાની માન્યતા મળી, જેને લીધે અત્યાર સુધીમાં ગુ. યુનિવર્સિટીના ૧૬ વિદ્યાર્થી પીએચ.ડી. થયા, જેનો યશ ગુજરાત વિદ્યાસભા સંચાલિત ભો.જે સંશોધન વિદ્યાભવનને મળ્યો. મુંબઈ-ખારની ગુજરાત રિસર્ચ સોસાયટીની ગુજરાત-શાખા ૧૯૬૧થી અમદાવાદમાં શરૂ થથાં આરંભથી જ શાસ્ત્રીજી માનાર્હ નિયામક તરીકે સંચાન કરે છે. આ સંસ્થાને મુંબઈની એસ.એન.ડી.ટી. મહિલા યુનિવર્સિટીને માન્યતા મળતાં ત્રણ બહેનોએ યુનિ.ની ગુજરાતી વિષયે પીએચ.ડી.ની પદવી મળી છે. આ ત્રણે બહેનોને પોતાના મહાનિબંધોની ગુણવત્તાને કારણે પારિતોષિક મળ્યાં છે.
ભો.જે. વિદ્યાભવનમાં ગુજ, વિભાગના અધ્યક્ષ તરીકે સેવા આપતા હતા એના ૨૧મા વર્ષે લાલભાઈ દલપતભાઈ સંશોધન વિદ્યાભવનનો પાનકોરનાકે આરંભ થતાં શેઠશ્રી કરતૂરભાઈ લાલભાઈની વિનંતિથી ભો.જે.વિદ્યાભવનના ત્રણ અધ્યાપકોને ત્યાં મોકલ્યા : ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી, ડૉ. જિતેન્દ્ર જેટલી અને અધ્યા. કે.કા.શાસ્ત્રીને. ત્યાં એ ત્રણે વિદ્વાનોને જૈન અંગો અને ઉપાંગો'માંથી “આગમમાં ગુજરાત' એ શીર્ષકનો વિષય સોંપવામાં આવ્યો હતો. શાસ્ત્રીજીને વધારાનું કામ હસ્તલિખિત ગ્રંથને વ્યવસ્થિત કરવાનું સોંપાયું હતું. ત્રણ વર્ષ પૂરાં થયે ડૉ. જેટલી અને શાસ્ત્રીજીને છૂટા કરવામાં આવ્યા. આ ત્રણ વર્ષો દરમ્યાન ભો.જે. વિદ્યાભવનમાં માનાર્ક સેવા ચાલુ જ હતી. થોડા સમય પછી ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રીને પણ છૂટા કર્યા, એમને તો ભો.જે.વિદ્યાભવનમાં ફરી એમના સ્થાન ઉપર લેવામાં આવ્યા, પણ બાકીના બંનેની માનાઈ સેવા તો ચાલુ રહી. ડૉ. જેટલી ઉપલેટા (સૌરાષ્ટ્ર)ની કૉલેજમાં આચાર્ય તરીકે ગયા અને શાસ્ત્રીજી માનાઈ વતનથી ‘ગુજરાત રિસર્ચ સોસાયટી અમદાવાદ શાખાના માનાર્હ નિયામક બન્યા. આમ એમની માનાઈ સેવા ભો.જે. વિદ્યાભવન અને ગુરિ સોસાયટી, અમદાવાદમાં ચાલુ રહી. ભો.જે. વિદ્યાભવનની નિર્વેતન સેવા ૧૯૫૮ થી શરૂ થઈ એ ચાલુ જ રહેલી, જયારે ગુરિ.સોસાયટીમાં માનાઈ વેતનથી ચાલુ થઈ. શાસ્ત્રીજી લા .સં. વિદ્યાભવનમાંથી છૂટા થયા કે તરત જ અમદાવાદ - સાંકડી શેરીને નાકે ચાલતી “બાલાભાઈ દા. મહિલા કૉલેજમાંથી માનપૂર્વક નિમંત્રણ આવ્યું કે “સંલગ્ન અધ્યાપક તરીકે આવો, જ્યાં તમારે કોલેજમાં સંસ્કૃત અને ગુજરાતી વિશે સપ્તાહમાં આઠ વ્યાખ્યાન આપવાના રહેશે.” સવેતન સેવા હતી. લા.દ.સં. વિદ્યાભવનમાં રૂ. ૨૫૦/- મળતા હતા અને છ કલાક કામ કરવાનું હતું, જ્યારે બા.દા. મહિલા કોલેજમાં બાજ. સેત્રમ
જયારે બા.દા, મહિલા કૉલેજમાં બીજા સત્રમાં સેવા આપવાની હતી, એ જ સમય હરિભક્તિની પોળમાં ગુ.રિસો.ની શાળાનો હતો. આમ લા.દ, સંશોધન ભવનમાંથી છ કલાક માટે રૂ. પ૫૦/- મળતા હતા, એટલી જ રકમ બપોર પછીના ત્રણ કલાક માટે બેઉ સંસ્થાની મળતી રહી.
ભો.જે. વિદ્યાભવનમાં અવૈતનિક સેવા હતી, એ સમયે માન. વાસુદેવ ગ. માવળંકર ગુ. વર્ના સોસાયટીના પ્રમુખ હતા. એમને થયું કે “માનાર્હ અધ્યાપકોની સેવા અવૈતનિક લેવાય છે એ બરોબર નથી, ઓછામાં ઓછા રૂ. ૨૫૦/- તો આપવા જ જોઈએ.’ એ રકમ મળતાં ગુ.રિ સોસાયટીમાંથી માનાઈવેતન રૂ. ૨૫૦/- હતું એ શાસ્ત્રીજીએ લેવાનું બંધ કર્યું. ૧૯૬૧ થી ૧૯૭૦ સુધી બા.દા. મહિલા કૉલેજમાંની સેવામાંથી શાસ્ત્રીજી આપમેળે છૂટા થયા. એ ગાળામાં ભો.જે.વિદ્યાભવનમાંથી રૂ. પ00- મળવા શરૂ થયા. હવે ભો.જે. વિદ્યાભવન અને ગુરિ.સોસાયટી એ બે સંસ્થાઓ સાથે જ સંબંધ શરૂ થયો, જે અદ્યાપિ પર્વત ચાલુ છે. એમને વાસ્તવમાં ગુવિદ્યાસભા (ભો.જે. વિદ્યાભવન સહિત)માં સેવા આપવાનું સન ૨૦૦૩ એ ૬૭મું વર્ષ ચાલે છે. સન ૧૮૪૮ના ડિસેમ્બરમાં સ્થપાયેલી સંસ્થા “ગુજરાત વર્નાક્યુલર સોસાયટી” (પછીથી નામ બદલાતા ગુજરાત વિદ્યાસભા)માં કોઈ પણ કર્મચારીએ ૬૭ વર્ષોની સેવા આપી જાણવામાં આવી નથી.
સન ૧૯૫૧માં ગુજ. યુનિ. સ્થપાયા પછી સંસ્કૃત-ગુજરાતી-ફારસીના એમ.એ.ના વર્ગ યુનિ.ના ભાષાભવનમાં શરૂ થતાં ભો.જે. વિદ્યાભવનના કાયમી અધ્યાપકો ત્યાં સેવા આપતા થયા, પરંતુ ભારતીય
પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ • ૬૬
For Private and Personal Use Only