SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માંગરોળ ગયા અને રાજીનામું મંજૂર કરાવ્યું. તા. ૧૨-૩-૧૯૩૬ દિવસે એ મુક્ત થયા અને શિક્ષકો તથા વિદ્યાર્થીઓની સભામાં વિદાયમાન લઈ તા. ૧૩-૩-૧૯૩૬ના દિવસે અમદાવાદ આવી પહોંચ્યા. આવતાં પ્રેસ બંધ થયાનું માલુમ પડતાં એઓ “પ્રજાબંધુ'ના સહતંત્રી શ્રી ચુનીલાલ વર્ધમાન શાહને મળ્યા. શ્રી કનૈયાલાલ મા. મુનશીએ નરસિંહ મહેતાના સમયમાં ખોટો પ્રચાર કરેલો એની સામે મુંબઈના “ગુજરાતી' સાપ્તાહિકમાં લેખો લખી નામના મેળવેલી એનો શ્રી ચુનીલાલભાઈને ખ્યાલ હતો. લાઠીમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું ૧૧મું અધિવેશન થયું ત્યાં શાસ્ત્રીજી પોતાનો ‘શાસ્ત્રોચ્ચારપરિશુદ્ધ જો ણી’ નિબંધ વાંચવા ગયેલા, ત્યાં શ્રી ચુનીલાલભાઈ પણ ગયેલા. બંને પ્રત્યક્ષ મિત્રો જેવા થઈ ગયા હતા. આ લાગણીને કારણે તા. ૧૧-૪-૧૯૩૬ થી ‘પ્રજાબંધુ સાપ્તાહિકના તંત્રી વિભાગમાં માસિક રૂ. ૪૦/-ના વેતનથી નિયુક્ત થયા. એમની નીચે વર્તમાનપત્રોમાં કેવું લખવું એ શીખવાનું ભાગ્ય મળ્યું અને બે પાક્ષિકી લેખમાળા લખવાની શરૂઆત થઈ : “જગતનું રાજકારણ અને ‘સોદાગરની કિતાબ', બંને એમના વિષય નહિ. અત્યાર સુધીમાં એમના નાના-મોટા અનેક વિષયે ગ્રંથો છપાઈ ચૂક્યા હતા અને ૨૦૦ થી ઓછા નહિ એટલા લેખો અનેક સામયિકોમાં છપાઈ ગયા હતા, પરંતુ વર્તમાનપત્રકાર તરીકે તો એકડે એકથી એમની શરૂઆત હતી. ગુજરાત વિદ્યાસભાના બુદ્ધિપ્રકાશ' માસિકમાં માંગરોળથી લખી મોકલેલા લેખો છપાઈ ચૂક્યા હતા અને એમના મહત્ત્વના ગ્રંથો પણ છપાઈ ચૂક્યા હતા તેથી વિદ્યાસભાના સહાયક મંત્રી શ્રી હીરાલાલ પારેખે અમદાવાદ આવવા ૧૯૩૪માં નિમંત્રણ મોકલેલું, પણ એ આવ્યા નહોતા. ૧૯૩૬માં આવતાં તરત જ શાસ્ત્રીજી એમને મળ્યા હતા, પરંતુ પ્રમભાઈ હૉલ' બંધાવો શરૂ થયેલો અને એ કામ એક વર્ષે પૂરો થશે તેથી કોઈ રીતે એક વર્ષ કાઢી નાખવાનું એમણે કહેલું. હૉલ તૈયાર થઈ ગયો કે તરત એમને બોલાવ્યા અને સંશોધક તરીકે ફરજ બજાવવા વિનંતી કરી એટલે “પ્રજાબંધુ'માં રાજીનામું આપી ૧૧-૪-૧૯૩૭ના દિવસથી વિદ્યાસભામાં એમને હસ્તલિખિત ગ્રંથસંગ્રહની સોંપણી કરી, જયાં એમને હસ્તપ્રતોની સંકલિત યાદી’ બહારના છ-સાત હસ્તલિખિત ગ્રંથોના સંગ્રહમાંની પ્રતોના નમ્બરોની નોંધ સાથેની તૈયાર કરવાનું તેમજ “કવિચરિત' લખવાનું સૂચવામાં આવ્યું છે, તૈયાર થયે છપાયાં, એ પછી “આપણા કવિઓ અને આચાર્ય હેમચંદ્રના “અપભ્રંશ વ્યાકરણ'નો સમઝૂતીવાળો અનુવાદ કરવાનું અને અચાયત નાયકની બહંસાવલી’ લૌકિકકથાનું સંપાદન કરવાનું સોંપવામાં આવ્યું, જે પણ પ્રસિદ્ધ થયાં. શિક્ષકના વ્યવસાયથી એઓ માંગરોળમાં કંટાળ્યા હતા અને ગુજરાત વિદ્યાસભામાં એમને ગમતું સંશોધન ક્ષેત્રનું કામ મળ્યું તેથી સંતુષ્ટ હતા, પરંતુ જન્મથી શિક્ષક તરીકે પિતાજીનો વારસો મળ્યો હતો એ થોડો વિરામ લીધા પછી હાજર થઈ ગયો. માત્ર સ્થિતિ પલટાઈ. ૧૯૩૯ના જૂનથી સંસ્કૃત-ગુજરાતી-ભારતીય સંસ્કૃતિ-ફારસી આ ચાર વિષયના અનુસ્નાતક વર્ગ ચલાવવાની મુંબઈ યુનિવર્સિટીની માન્યતા મળી. એ સમયે ડૉ. આનંદશંકર ધ્રુવ વિદ્યાસભાના પ્રમુખ હતા અને પ્રો. રસિકલાલ પરીખ સદ્ગત હીરાલાલ ત્રિ. પારેખના ખાલી પડેલા સ્થાને સહાયક મંત્રી તરીકે આવ્યા હતા. એમના નાના ભાઈ પ્રો. નાગરદાસભાઈને તો યુનિવર્સિટીએ તરત જ માન્યતા સંસ્કૃત અને ભારતીય સંસ્કૃતિ માટે આપી, ફારસીમાં પ્રો. અબુઝફરનદવી હતા. શ્રી ઉમાશંકર જોશીની સંસ્થામાં ગુજરાતીના વિષયે નિયુક્તિ થઈ હતી, પણ અનુભવ નહોતો એટલે પ્રો. મધુસૂદન ચિમનલાલ મોદીને માનાર્હ અધ્યાપક તરીકે ખંડસમયના પ્રોફેસર તરીકે લીધા, એમને અનુભવ હોઈ ગુજરાતી વિષયની ચિંતા દૂર થઈ. પૂરા પાંચવર્ષોનો અનુભવ મળી જતાં બ્રહ્મચારી વાડીના પંડિતો સહિત શ્રી ઉમાશંકર જોશીને અને શાસ્ત્રીજીને એમ બેઉને માન્યતા મળી. શાસ્ત્રીજીને ૧૯૩૯ થી વધારાના કામ તરીકે એમ.એ.માં અપભ્રંશ ભાષા અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ તથા પાઠ્યપુસ્તકોનો એમને ગમતો વિષય મળ્યો. ૧૯૪૭માં ઉમાશંકર જોશી નિવૃત્ત થતાં એમનું સ્થાન આપોઆપ શાસ્ત્રીજીને મળ્યું. માત્ર મૅટ્રિક્યુલેટ હોવા છતાં પ્રોફેસર પથિક • સૈમાસિક – જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૬૫ For Private and Personal Use Only
SR No.535516
Book TitlePathik 2003 Vol 43 Ank 10 11 12
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2003
Total Pages168
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy