SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચમત્કાર સર્જાય... આજીવન વિદ્યાપુરુષ કે.કા.શાસ્ત્રીની જીવન ઝરમરનું પ્રો. કૃષ્ણકાંત કડકિયાએ ક્યાંક વિસ્તારથી અવલોકન કર્યું છે તેના અંશો અહીં સાભાર નોંધ સાથે અંકિત કર્યા છે. અભ્યાસ (શાળાકીય) : પ્રાથમિક : તાલુકા સ્કૂલ, માંગરોળ, સોરઠ, માધ્યમિક : કોરોનેશન હાઈસ્કૂલ, માંગરોળ, સોરઠ. પરીક્ષા મૅટ્રિક્યુલેશન, ઈ.સ. ૧૯૨૨ (છ વર્ષમાં માધ્યમિક શાળામાં કહ્યું-૭મું એક વર્ષમાં કરી). સાંપ્રદાયિક : ષોડશ ગ્રંથો, શુદ્ધાદ્વૈતમાર્તડ, વેદાંતચિંતામણિ, શ્રીભાગવત-દશમસ્કંધ (પૂર્વાર્ધ) અને અણુભાષ્ય અધ્યાય ૧લો. શિક્ષણ જ એવી રીતે આપવાની પદ્ધતિ કે એટલું ભણવાથી સંસ્કૃત કાવ્યો, સંસ્કૃત નાટકો, સંસ્કૃત ગદ્યકાવ્યો સરળતાથી સમઝપૂર્વક વાંચી શકાય. અમદાવાદમાં આવ્યા પછી બેન્ગાલ સંસ્કૃત એસોશિયેશનની ૧૯૩૬ થી ૧૯૩૯નાં ચાર વર્ષોમાં કાવ્યપ્રથમ, દ્વિતીયા પુરાણ-પ્રથમ, દ્વિતીયા, બૌદ્ધપાલી - પ્રથમ, દ્વિતીયા ઉત્તીર્ણ કરી. વ્યવસાય: ૧૯૨૨ના જૂનમાં રાજકોટમાં આપેલી મૅટ્રિક્યુલેશનની પરીક્ષા પાસ કરી ભવિષ્ય અજમાવવા મુંબઈ ગયા, ત્યાં હસ્તલિખિત ગ્રંથો ઉપરથી મુદ્રણ-ક્ષમ નકલો બનાવવાની અને ખૂફો વાંચવાની તાલીમ લેવાની તક મળી, પણ ૩જા મહિનાના ત્રીજા સપ્તાહમાં ટાઢિયો તાવ (મેલેરિયા) આવ્યો, ઇલાજોથી કાબૂમાં ન આવતાં આસુ માસની વિજયાદશમીને દિવસે નીકળી વળતે દિવસે માંગરોળ વતનમાં આવ્યા. ઉપચારોથી તાવ નાબૂદ થતો નહોતો તેથી માંગરોળના, શાસ્ત્રીજીના પિતાજીના શિષ્ય વૈદ્યરાજ મનોહરદાસજીએ આયુર્વેદિક ઔષધોપચારથી, ફાગણના અંત સુધીમાં તાવ નાબૂદ કરી નાખ્યો. નવરા બેસવાની ટેવ નહિ, એટલે એક મિત્રના, વૈદ્યરાજના ઔષધાલયની પાછળ આવેલા, છાપખાનામાં બેસવા જતા, ત્યાં કમ્પોઝ અને ટ્રેડલ મશીનની તાલીમ કેવળ શોખ ખાતર લીધી. તદન તંદુરસ્ત થઈ જતાં અભ્યાસ અધૂરો હતો એ પૂરો કર્યો અને વાચન-લેખન શરૂ કર્યું. શોખ ખાતર જ સંસ્કૃત છંદ શાસ્ત્ર અને અમરકોશનું વાચન કર્યું. દરમ્યાન માંગરોળથી ઉત્તરે ચાર માઈલ પર આવેલા બોડીવાવના મઠના મહંતશ્રી બાળકદાસજીએ પોતાના શિષ્ય રાધેવલ્લભ અને નજીકના ચંદવાણા ગામના બાળકોને શિક્ષણ મળે એ ઉદ્દેશો શાળા શરૂ કરવાનો નિશ્ચય કર્યો, જેમાં એક માત્ર શિક્ષક તરીકે શાસ્ત્રીજીની ૧૯૨૩ના ઓક્ટોબરથી નિયુક્તિ કરી, જ્યાં પૂરું એક વર્ષ બાળવર્ગની માધ્યમિક કથા (આજના ૮મા) ધોરણ સુધી અધ્યાપન કરી નિવૃત્તિ લીધી અને માંગરોળ પરત આવી ગયા તથા પિતાજીની પાઠશાળામાં રાત્રિના પહેલા બે કલાક હાઈસ્કૂલમાંથી આવતા સંસ્કૃતના ડૉ, ભાંડરકરના માર્ગોપદેશિકા અને મંદિરોત:પ્રવેશિકા' શાસ્ત્રીજી દ્વારા શીખવા લાગ્યા. ભાગ્યોદયની ચાવી પરમ કૃપાળુ પરમાત્માએ જ ખોલી આપી. તા. ૨૦-૧-૧૯૨૫ના દિવસે જે હાઈસ્કૂલમાં એમણે અભ્યાસ કર્યો હતો ત્યાં માસિક રૂ. ૨૨-ના વેતનથી સહાયક શિક્ષક તરીકે નિયુક્તિ થઈ. નિયમ હાઈસ્કૂલોમાં એવો જ હોય છે કે સ્નાતક શિક્ષકો જ ઉપરના ધોરણોમાં અધયયનકાર્ય કરે, પરંતુ અપવાદરૂપ ૧૯૨૫ના જૂનથી ૪થા-પમામાં સંસ્કૃત અને ૬ઠ્ઠી-૭મામાં ગુજરાતી અધ્યાપનકાર્ય સોંપવામાં આવ્યું, જે ર૯મી ડિસેમ્બર, ૧૯૩૫ સુધી ચાલ્યા અને એઓ અમદાવાદ નાનાભાઈ નાગરદાસ સ્થિર થયા હતા ત્યાં આવવાનું ભાગ્ય સામે આવ્યું. એઓ ૧૪-૧-૧૯૩૬(ઉત્તરાણ)ના દિવસે અમદાવાદ પહોંચ્યા. જયાં માંગરોળના છાપખાનાનો અનુભવ કામ લાગ્યો અને બે માસ એક છાપખાનાના વ્યવસ્થાપક તરીકેની ફરજ માસિક રૂપિયા ૫૦/-ના વેતનથી શરૂ કરી. માંગરોળની હાઈસ્કૂલમાંથી એમણે હક્કની મળતી ૭ર દિવસની રજા લીધી હતી. ૧ માસ બાકી રહેતાં એમણે રાજીનામું મોકલી આપ્યું. મંજૂરી જરા ગોટે ચડેલીના સમાચાર મળતાં તેઓ પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ર૦૦૩ ૦ ૬૪ For Private and Personal Use Only
SR No.535516
Book TitlePathik 2003 Vol 43 Ank 10 11 12
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2003
Total Pages168
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy