________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસ્કૃતિ વિષયક લખાણો, બૃહદ્દકોશના સર્જન પહેલાં ચાર કોશોનું સંપાદન અને પોતાની ઉમ્મર કરતાં પણ વધુ ગ્રંથો લખનારા આ વ્યક્તિએ ૧000 જેટલા સંશોધન લેખો લખ્યા છે. અહર્નિશ વિદ્યાવ્યાસંગી કે.કા.શાસ્ત્રીએ વિદત્તાનો ભાર ક્યારેય વેંઢાર્યો નથી. કોઈ પણ ઉમ્મરનો વિદ્યાર્થી - ગમે તે પ્રશ્ન લઈને આવે છે. કા.સંતોષપ્રદ જવાબ અચૂક આપે છે. વિદ્યાર્થીઓને ભણાવવામાં કે શીખવામાં તેઓ ક્યારેય થાક નથી અનુભવતા.
આ દધિચીએ ૧૯૩૭ની માંડીને આજ સુધી ગુજરાત વિદ્યાસભામાં પોતાની આખી જિંદગી નિચોવી દીધી. ભો.જે. વિદ્યાભવનના ગ્રંથાલયના એક ખૂણે બેઠાબેઠા હજારો ગ્રંથો કે.કા.શાસ્ત્રીએ ઉથામ્યા છે. હજારો પાના ફેંદ્યા જ કરે. અરે, એમની નજરમાંથી મહાભારત પણ બચ્યું નથી. ૧ લાખ શ્લોકો ધરાવતા મહાભારતમાં અનેક ઉમેરણ થયા છે. કે. કા. શાસ્ત્રીએ પોતાની થીયરી દ્વારા મૂળ શ્લોકોનું સંપાદન કરી ભારત સંહિતાનું સાચું સ્વરૂપ ૨૪ હજાર શ્લોકોમાં પ્રગટ કરી માત્ર આઠ હજાર-આઠસો શ્લોકો તારવીને “જયસંહિતા' નામના ગ્રંથની રચના કરી. પિતાજી પાસે સંસ્કૃત વ્યાકરણ, કાવ્ય અને વેદાન્તનું ઊંડું અધ્યયન અહીં કામે લાગ્યું. એક વ્યુત્પન્ન પંડિતના સુક્ષ્મદ્રષ્ટિ, સમર્મજ્ઞતા અને ચયન શક્તિનાં સહુને દર્શન થયા. એજ રીતે હરિવંશ પુરાણનો કરેલો સંક્ષેપ પણ કે.કા.ની વિદ્વત્તા અને રસિકતાનું સુયોગ્ય દષ્ટાંત છે. શ્રીમદ્ ભાગવતની દેશભરમાંથી મંગાવેલી હસ્તપ્રતોની વાચનાનું તેમણે કરેલું કાર્ય આધુનિક સંશોધન પદ્ધતિના પ્રાવીણ્યનું ઉત્તમ ઉદાહરણ છે. નરસિંહ મહેતા, ભાલણ-પ્રેમાનંદ, દયારામ વગેરે મધ્યકાલીન કવિઓના સમગ્રદર્શી અધ્યયનો અભ્યાસીઓ માટે એક આદર્શ પૂરો પાડે છે. કવિચરિતના આ ગ્રંથો સંદર્ભસામગ્રી માટે અનિવાર્યતા સિદ્ધ કરે છે.
કવિ ઉમાશંકર જોષી, યશવંત શુક્લ, અને ભોગીલાલ સાંડેસરા જેવા પ્રખર અધ્યાપકો પણ કે.કા.શાસ્ત્રીની અન્વેષક દૃષ્ટિને ખૂબ આદરભાવે જ.તા. કે.કા. માત્ર મેટ્રિક્યુલેઈટ, પરંતુ ભાષા સાહિત્યના ઈતિહાસના ઊંડા અભ્યાસ થકી ૧૯૪૪માં મુંબઈ યુનિવર્સિટીએ એમ.એ.ના અધ્યાપક તરીકે અને ગુજરાત યુનિવર્સિટીએ પીએચ.ડી.ના માર્ગદર્શક તરીકે આપેલી માન્યતા સાયંસ્કૃર્ત પ્રતિભાના ગૌરવની જવલંત ઘટના છે. કે.કા.શાસ્ત્રીના માર્ગદર્શનમાં ૨૦ જેટલા વિદ્વાનોએ પીએચ.ડી.ની ઉપાધિ મેળવી ચૂક્યા છે.
વ્યાકરણ-ભાષાશાસ્ત્ર અને સંશોધનોત્ર કે કોની સેવાઓને અનુલક્ષીને ગુજરાત સાહિત્ય સભાએ ૧૯૫૪માં અલભ્ય એવા રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત કરી ઉચિત બહુમાન કર્યું. અખિલ ભારતીય સંસ્કૃત સમેલને સંસ્કૃત સાહિત્યની ઉપાસના જોઈ તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના વરદ હસ્તે ૧૯૬૬માં ‘વિદ્યાવાચસ્પતિ'ની પદવી અર્પણ કરી કે.કા.ની પ્રતિભાનું રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ કર્યું. આ ઉપરાંત વ્યાકરણ અને ભાષાશાસ્ત્રના ખેડાણની સિદ્ધિબદલ ૧૯૭૬માં તત્કાલીન રાષ્ટ્રપતિ ફકરુદીન અલિએહમદના હસ્તે “પદ્મશ્રી'નો એવોર્ડ એનાયત થયો.
૧૯૭૭ના ઑગસ્ટમાં ઉત્તરભારતમાં ભારતીય પરિષદ, પ્રયાગે “મહા મહિમોપાધ્યાય'ની પદવીથી નવાજયા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આ મેટિક્યુલેટ વિદ્વાનને ડી.લિટની પદવીથી વિભૂષિત કરી યોગ્ય સન્માન કર્યું. આ ઉપરાંત ભારત-ભારતી રત્ન, બ્રહ્મર્ષિ અને તાર્જેતરમાં જ ગુજરાત સરકારે સાહિત્યની સેવા બદલ રૂા. એક લાખનો નરસિંહ મહેતા એવોર્ડ એનાયત કરી આ સારસ્વતનું સન્માન કર્યું. દેશભરની અનેક જાણીતી સંસ્થાઓએ શ્રી કે.કા.શાસ્ત્રીનું સન્માન કરી પ્રશસ્તિપત્રો અને ઇલકાબોથી એમનો વાચનખંડ ભરી દીધો છે. આ બધાં માનસન્માન વચ્ચે કે.કા.શાસ્ત્રી સર્વત્ર એકમવાદ્વિતીયમ્ રહ્યા છે. ઉંમરની જેમ જ એમના પ્રદાન પરત્વે પણ એ અણનમ અને અજોડ છે. પંડિત યુગથી અનુઆધુનિક યુગ સુધી તેમની અક્ષરયાત્રા એકાદ ક્ષણ પૂરતીય થંભી નથી.
આટલા મુઠ્ઠી હાડકાના તાપસ ખોળિયામાં સાક્ષાતુ સરસ્વતી વસતાં હોય તો જ કે.કા. શાસ્ત્રી જેવો
પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૬૩
For Private and Personal Use Only