________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અકિંચન સારસ્વત કે.કા.શાસ્ત્રી
પ્રા. સુભાષ બ્રહ્મભટ્ટ*
આ રીતે
'
E
જંગમ વિદ્યાપીઠ સમા વિદ્યા વાચસ્પતિ દધીચી સાક્ષર તરીકે ઓળખાતા, શતાયુને આરે ઊભેલા આ યુવાનને આપણે સહુ મહામહિમોપાધ્યાય કે.કા.શાસ્ત્રીના નામે ઓળખીએ છીએ.
ટૂંકી ધોતી, કસબવાળી બંડી, ઉન્નત કપાળ, માથે શોભતું વૈષ્ણવી તિલક, બ્રાહ્મણોને શોભતી ગાંઠ મારેલી શીખા અને પતંગિયા. જેવી પ્રફુલ્લિતતા સાથે હાથમાં યષ્ટિકા લઈને એક યુવાનને શરમાવે એવી અદાથી વહેલી સવારે વૈષ્ણવ મંદિર ભણી હડિયું કાઢતા આ કે.કા.શાસ્ત્રી એકવીસમી સદીનો એક જીવતો જાગતો ચમત્કાર છે.
૧૯૦૫માં ૨૮મી જુલાઈ (સં. ૧૯૬૧ના અષાઢ વદિ ૧૧, શુક્રવાર)ના રોજ સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લાના માંગરોળ-સોરઠ મુકામે
બ્રિાહ્મણ જાતિની બરડાઈ જ્ઞાતિમાં જન્મેલા શ્રી કેશવરામ કાશીરામ કે.કા.શાસ્ત્રી
શાસ્ત્રી*ને આજે સૌ કે. કા. ના હુલામણા નામે ઓળખે છે. માત્ર ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર ભારતનાં વિદ્વાનોમાં જાણીતા વિદ્યા
વાચસ્પતિ મુ, કે. કા. શાસ્ત્રી બહુવિધ પ્રતિભા ધરાવતા ઉચ્ચકોટિના વિદ્વાન છે. બ્રાહ્મમુહૂર્તમાં ઊઠી સંસ્કૃત ગ્રંથોનો અભ્યાસ કરી સ્નાનાદિથી પરવારી વહેલી સવારે અમદાવાદના આશ્રમ રોડ પર આવેલ વૈષ્ણવ મંદિરમાં સ્વરબદ્ધ ધોળપદ ગાતા અને પખવાજ વગાડતા કે.કા.શાસ્ત્રીને જોવા એ એક અનેરો લ્હાવો છે.
નવ્વાણું વર્ષની આ ઉમ્મરે વહેલી સવારે ગમે તે ઋતુમાં પણ આ કર્મઠ પંડિત પોતાનો નિત્યક્રમ જાળવવા આશ્રમરોડ ઉપર ચાલતા જોવા મળે. ક્યારેક રસ્તે કોઈ ઓળખીતા મળી જાય તેની ગાડીમાં બેસી જવા જેટલી સરળતા પણ દાખવે. વિદ્વત્તાનો કોઈ ભાર નહીં. અહર્નિશ વિદ્યાવ્યાસંગી કે.કા.શાસ્ત્રીને જયારે જુઓ ત્યારે બાબા આદમના જમાનાની ખુરશીમાં બેઠા બેઠા ઊંધુ ઘાલીને કંઈક વાંચતા-લખતા જ હોય. ત્યાં વગર એપોઈમેન્ટ કોઈ પહોંચી ગયું હોય તો પણ એ જ ઉમળકો, એ જ વહાલ એ જ ઓચ્છવ, બધું કામ પડતું મૂકીને પ્રફુલ્લિત ચહેરે ઘરમાંથી પ્રસાદનો લાડુ લઈ આવી સ્વાગતની વિધિ અચૂક પૂરી કરે. કે.કા.શાસ્ત્રીએ ઇતિહાસ અને પુરાતત્ત્વથી લઈ સંસ્કૃત, પ્રાકૃત-અપભ્રંશ અને ગુજરાતીના ભાષા વિજ્ઞાન અને વ્યાકરણ પર્યત અનેક ક્ષેત્રોમાં એક સંશોધકની ચીવટથી
એક સંસ્થાન કરી શકે એવડું મોટું કામ આ મુઠ્ઠીભર હાડકાનાં માનવીએ એકલે હાથે કરી બતાવ્યું છે. ગુજરાત અને ગુજરાતી ભાષા પર અજાણતા જ આ અકિંચન સારસ્વતે ક્યારેય ન ફેડી શકાય એવું મોટું ઋણ ચડાવી દીધું છે. ૧૮ વર્ષની વયે જો ડણીના પ્રશ્નો વિચારે “મૂર્ધન્યતર ડાઢ અને ળ વિષયક લેખ લખે અને બળવંતરાય ઠાકોર પાસેથી પ્રશંસા મેળવે એ કોઈ નાની સિદ્ધિ નથી.
વ્યાકરણ અને ભાષાશાસ્ત્ર, મધ્યકાલીન ગુજરાતી કાવ્યોના સંપાદનો ઇતિહાસ, પુરાતત્ત્વ અને ધર્મ * આચાર્ય, શ્રી એચ.કે.આર્ટ્સ કોલેજ, આશ્રમ રોડ, અમદાવાદ-૯ * અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં “મધુવન” નામની મઢુલીમાં વસવાટ કરે છે.
પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૬ર
For Private and Personal Use Only