________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એમાં શાસ્ત્રીજીને સફળતા મળી છે. પૃથ્વી ઉપર આમ પેલા નિર્દેશ માત્ર પછી અસલ કેવું સ્વરૂપ હોઈ શકે એ તારવવામાં આવ્યું છે. એ ‘મારતસંહિતા' છે. એમને યશ મળ્યો છે. બીજું આંતરરાષ્ટ્રિય કાર્ય એ શીખવતા મહાપુરાનની સમીક્ષિત વાચના, ભારતની ૧૧ લિપિમાં લખાયેલી છેલ્લાં ૮૦૦-૯૦૦ વર્ષોની પોથીઓની વાચનાની સરખામણી કરીને અસલ વાચનાનું સ્વરૂપ શું હોવું જોઈએ એ તારવવાનું કામ ભો.જે.વિદ્યાભવન તરફથી ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી, ડૉ. ભારતીબહેન શેલત અને શાસ્ત્રીજીને સોંપાયેલું. એ મહાન કાર્યમાં એક સંપાદક તરીકે શાસ્ત્રીજીએ સેવા આપી છે. અહીં નહિ અટકતાં એમ સ્વતંત્ર રીતે જૂનામાં જૂની સં. ૧૧૮૨ આસપાસની હસ્તપ્રતના પાઠને કેંદ્રમાં રાખી જૂના ચાર ટીકાકારો, શ્રીધર, શ્રીવલ્લભાચાર્યજી, વિજયધ્વજ અને વીરરાઘવનની ટીકાઓમાં આવતાં પાઠાંતરો અને પ્રક્ષેપો નોંધી સ્વતંત્ર સંપાદન કર્યું છે.
એમનું પ્રદાન કોશોની રચના પાછળ નોંધપાત્ર છે :
(૧) ગુજરાતી ભાષાનો લઘુકોશ, (૨) ગુજરાતી ભાષાનો પાયાનો કોશ, (૩) ગુજરાતી અનુપ્રાસ કોશ, (૪) બૃહદ્ ગુજરાતી કોશ, (૫) વનૌષધિકોશ ૧૦ ભાષાનો (૬) સંસ્કૃત-ગુજરાતી કોશ, (૭) ગુજરાતી સંસ્કૃત કોશ, (૮) વ્યુત્પત્તિકોશ, (૯) સંસ્કૃત ધાતુ કોશ. •
એમની એક ઇચ્છા છે કે જીવન લંબાય તો “સંસ્કૃત-ગુજરાતી-હિંદી-મરાઠી-અંગ્રેજી એમ પાંચ ભાષાનો કોશ’ આપવો.
એમની બહુશ્રુત વિદ્વત્તાની કદર કરતાં કેંદ્ર સરકાર તેમજ ગુજરાત સરકાર અને ભારતની તેમજ તળગુજરાતની અનેક સંસ્થાઓ તરફથી અનેક એવોર્ડ મળ્યા છે, જે નોંધવા અહીં ઠીક થઈ પડશે. પદવીઓ ૧. કાશીની એક સભા
‘ભાષાભાસ્કર”
૧૯૪૦ ૨. અખિલ ભારતીય સં. સંમેલન
‘વિદ્યાવાચસ્પતિ' ૧૯૬૬ ભારત સરકાર
‘પદ્મશ્રી’
૧૯૭૬ ૪. ભારતીય પરિષદ-પ્રયાગ
મહામહિમોપાધ્યાય' ૧૯૭૮ ૫. બૃહદ્ ગુજરાત સં. એસોશિયેશન
મહામહિમોપાધ્યાય' ૧૯૮૩ ૬. ભાગવત વિદ્યાપીઠ, સોલા
‘વેદવેદાંત ચક્રવર્તી' ૧૯૮૮ ૭. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ
ડૉક્ટર ઑફ લેટર્સ' ૧૯૯૦ ૮. બાલકૃષ્ણ શુદ્ધાદ્વૈત સભા, સુરત
શુદ્ધાદ્વૈતાલંકાર' ૧૯૯૦ ૯. શારદાપીઠધીશ્વર શ્રી શંકરાચાર્ય, અમદાવાદ ધર્મભાસ્કર”
૧૯૯૦ ૧૦. ગુર્જર વિકાસ સંઘ, વડોદરા
‘ગુર્જરરત્ન’
૧૯૯૧ ૧૧. સાંદીપનિ આશ્રમ, પોરબંદર
‘બ્રહ્મર્ષિ
૧૯૯૬ ૧૨. હિંદી સાહિત્ય સંમેલન, પ્રયાગ
ભારત-ભારતીરત્ન” ૧૯૯૯ ૧૩. હમીરજી સ્મારક ટ્રસ્ટ, પ્રભાસપાટણ
પ્રભાસરત્ન’
૨૦૦૧ ૧૪. સીતારામ સેવા ટ્રસ્ટ, મહુવા
વાચસ્પતિ'
૨૦૦૨ ૧૫. સંસ્કૃત સાહિત્ય અકાદમી, ગાંધીનગર “ભારત માર્તડ' ૨૦૦૨ ૧૬ . બરડાઈ બ્રાહ્મણ સમાજ, અમદાવાદ
‘જ્ઞાતિરત્ન
પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ • ૭૦
For Private and Personal Use Only