________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મંદિરમાં જિનવિજ્યજી સાથેના ફરી સમાગમને લીધે શ્રી રસિકભાઈનો ઇતિહાસ વિશેનો રસ વધુ વિસ્તર્યો એટલું જ નહિ પણ ઇતિહાસના સંશોધક તરીકે તેઓશ્રી નીખરી આવ્યા.
(૨) ૧૯૩૮માં મહાવીર જૈન વિદ્યાલયે હેમચંદ્રાચાર્ય કૃત “કાવ્યાનુશાસન'ના સંપાદનનું કામ શ્રી રસિકભાઈને સોંપ્યું હતું. આ ગ્રંથના પુ.ર માં શ્રી રસિકભાઈએ અંગ્રેજીમાં લખેલ પ્રવેશક Introduction to the History of Gujarat as a Back-ground to the Life and Times of Hemachandra ગુજરાતના ઇતિહાસમાં રસ ધરાવતાં સૌને દાયકાઓ સુધી ઉપયોગી નીવડ્યો હતો. અઢીસોથી પણ વધુ પાનાના આ પ્રવેશકમાં પૌરાણિક અનુશ્રુતિને આધારે આનર્તો અને યાદવોનો ઇતિહાસ સંક્ષેપમાં રજૂ કર્યો છે. તે પછી મૌર્યકાલથી સોલંકીકાલમાં કુમારપાલ સુધીનો ગુજરાતનું રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ આલેખ્યો છે. તેમાં ભિન્નમાલ -શ્રીમાલની પાઠશાળાઓ તથા વલભીની પણ વાત કરી છે. આ સમગ્ર ઇતિહાસનું સુરેખ સંકલન ઉત્તમ રીતે દર્શાવ્યું છે. ઇતિહાસનાં પ્રમાણો દ્વારા મળતી સામગ્રીના સંશોધન અને સંકલન પાછળ શ્રી રસિકભાઈની અથાક મહેનત દેખાઈ આવે છે. ઇતિહાસકારોએ પ્રમાણોને આધારે અર્થઘટનની તર્કશુદ્ધિ કેટલી ચીવટપૂર્વક રાખવી જોઈએ તેનું માર્ગદર્શન આ પ્રવેશક દ્વારા મળી રહે તેમ છે. તેમના આ પ્રવેશકથી પ્રભાવિત થઈને આચાર્ય આનંદશંકર ધ્રુવે ૧૯૩૯ માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી(વર્તમાન ગુજરાત વિદ્યાસભા)ના સહાયક મંત્રી અને તેના ઉચ્ચ શિક્ષણ તથા સંશોધન વિભાગ(વર્તમાન ભો.જે. વિદ્યાભવન)ના અધ્યક્ષ તરીકે શ્રી રસિકભાઈની વરણી કરી.
(૩) શ્રી રસિકભાઈએ વિદ્યાસભાના ઉચ્ચ શિક્ષણવિભાગ અને ભો.જે. વિદ્યાભવનના અધ્યક્ષની જવાબદારી ૧૯૩૯ થી ૧૯૭૮ સુધી સંભાળી. આ દરમ્યાન તેમણે જુદા જુદા વિદ્યાર્થીઓ પાસે પીએચ.ડી.ની ડિગ્રી માટે જુદા જુદા વિષયોમાં સંશોધન કરાવ્યું. ઇતિહાસના સંશોધન ક્ષેત્રે તેમણે જે કંઈ કરવું હતું તે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપીને કરાવ્યું. તેમના હાથ નીચે આ રીતે તૈયાર થયેલા વિદ્વાનોએ જતે દહાડે ઇતિહાસ અને સંસ્કૃતિના ક્ષેત્રે ઊંડાં સંશોધન કરીને પોતાનું અને પોતાના ગુરુ શ્રી રસિકભાઈનું નામ ઉજાળ્યું છે. ડો. હરિપ્રસાદ શાસ્ત્રીના અભિનંદન સમારંભમાં ડૉ. ભોગીલાલ સાંડેસરાએ જણાવ્યું હતું કે, “શ્રી રસિકભાઈનું મોટું પ્રદાન એમણે અનેક વિદ્વાનોને તાલીમ આપી તૈયાર કર્યા એ છે.” એ દૃષ્ટિએ શ્રી રસિકભાઈના માર્ગદર્શન નીચે પીએચ.ડી. ની ડિગ્રી માટે જે વિદ્વાનોએ મહાનિબંધ તૈયાર કર્યા હતા એ દ્વારા ગુજરાતના ઇતિહાસનું સંશોધન થયું છે. આવા વિદ્વાનોમાં ડે. ભોગીલાલ સાંડેસરા, ડો. હરિપ્રસાદ શાસ્ત્રી, ડૉ. એચ. એ. મજમુદાર, ડો. પ્રિયબાળા શાહ, ડૉ. ચીનુભાઈ નાયક ઉલ્લેખનીય છે. શ્રી ભોગીલાલ સાંડેસરા પાસે ‘મહામાત્ય વસ્તુપાલનું સાહિત્ય મંડળ અને સંસ્કૃત સાહિત્યમાં તેનો ફાળો એ વિશે સંશોધન કરાવ્યું. શ્રી હરિપ્રસાદ શાસ્ત્રીને વલભી રાજયના અભિલેખોમાંથી મળતી માહિતી વિશેના મહાનિબંધનો વિષય શ્રી રસિકભાઈએ જ પસંદ કરી આપ્યો હતો. આ મહાનિબંધને કારણે ગુજરાતના મૈત્રકકાલીન રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસની પ્રથમ વાર કડીબદ્ધ જાણકારી પ્રાપ્ત થઈ. ઇતિહાસના આલેખનમાં અભિલેખો કેટલા બધા ઉપયોગી થઈ પડે છે તે આ મહાનિબંધનો અભ્યાસ કરતાં જણાઈ આવે છે. શ્રી પ્રિયબાળા શાહ પાસે ‘વિષ્ણુધર્મોત્તર પુરાણ'માં રહેલી લલિત કલાઓની સામગ્રી વિશે, શ્રી એચ.એ. મજમુદાર પાસે પાટણ, મોઢેરા, તારંગા, કુંભારિયા અને આબુનાં શિલ્પોમાં રહેલી સાંસ્કૃતિક સામગ્રી વિશે, શ્રી ચીનુભાઈ નાયક પાસે ભરતમુનિના નાટ્યશાસ્ત્રમાં રહેલી સાંસ્કૃતિક સામગ્રી વિશે સંશોધન કરાવ્યું. તેમના વિદ્યાર્થીઓએ કરેલાં આ સંશોધનો જોતાં જણાય છે કે ઇતિહાસ સંશોધનના ક્ષેત્રે શ્રી રસિકભાઈનો ઝોક સાંસ્કૃતિક ઇતિહાસના સંશોધન પર વધુ હતો. આધુનિક કાલમાં બદલાયેલી ઇતિહાસની વિભાવના(concept) એ આનું કારણ હોઈ શકે. જે તે કાલની પ્રજાની સાંસ્કૃતિક ચેતનાનો સમાવેશ ઇતિહાસમાં થવો ઘટે એ ઇતિહાસની આધુનિક વિભાવના છે. અને એ વિના ઇતિહાસ અધુરો છે. ઇતિહાસના મર્મજ્ઞ શ્રી
પથિક • સૈમાસિક – જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ - ૫૯
For Private and Personal Use Only