________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વ. રસિકલાલ છોટાલાલ પરીખ* (જ. ૨૦-૮-૧૮૯૭; અ. ૧-૧૧-૧૯૮૨)
ડૉ. થોમસ પરમાર*
છે
ગુજરાતના વિદ્યાજગતમાં બહુમુખી પ્રતિભા ધરાવનાર સ્વ. રસિકલાલ છોટાલાલ પરીખનું સ્થાન નાટ્યલેખક, વાર્તાકાર, વિવેચક અને સંસ્કૃતજ્ઞની સાથે ઇતિહાસવિદ્દ તરીકેનું પણ છે.
પૂનાની ભાંડારકર ઓરિએન્ટલ રિચર્સ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રસિદ્ધ પુરાવિદ અને સંશોધક મુનિશ્રી જિનવિજયજીના પરિચયમાં આવવાથી શ્રી રસિકભાઈને ગુજરાતના ઇતિહાસના સંશોધનમાં રસ પડ્યો હતો. ઇતિહાસ સંશોધનના ક્ષેત્રે શ્રી રસિકભાઈના પ્રદાનને મૂલવતી વખતે નીચેની પાંચ બાબતોને દૃષ્ટિમાં રાખવી પડે.
(૧) ગુજરાત વિદ્યાપીઠમાં તેઓશ્રીની કામગીરી
(૨) “કાવ્યાનુશાસન'ના પ્રવેશકમાં રજૂ કરેલી પ્રાચીન ગુજરાતના રસિકલાલ છોટાલાલ પરીખ
ઈતિહાસની રૂપરેખા
(૩) પીએચ.ડી.ની ડિગ્રી માટેના વિદ્યાર્થીઓ પાસે કરાવેલું સંશોધન કાર્ય. (૪) તેઓશ્રીએ આપેલા ઈતિહાસ વિષયક વ્યાખ્યાનો (૫) ભો.જે. વિદ્યાભવનના અધ્યક્ષપદ દરમ્યાન પ્રકાશિત કરાયેલા સંશોધનાત્મક ગ્રંથો
ઉપર્યુક્ત પાંચ બાબતો વિશે વિગતે જોઈએ.
(૧) અસહકારની લડતના સહકારમાં અનુસ્નાતકનો અભ્યાસ છોડી પૂનાથી તેઓ આવીને ગુજરાત વિદ્યાપીઠમાં ૧૯૧૯માં જોડાયા. મુનિશ્રી જિનવિજયજી પણ વિદ્યાપીઠમાં જોડાયા હતા. વિદ્યાપીઠમાં ગુજરાત પુરાતત્ત્વ મંદિરની સ્થાપના થઈ. તેના અધ્યક્ષપદે જિનવિજયજી હતા. અહીં મુનિજી સાથે શ્રી રસિકભાઈને ઇતિહાસની ચર્ચા થતી. ગુજરાતના પ્રાચીન ઇતિહાસનાં સાધનો ક્યાં છે અને ગુજરાતનો ઇતિહાસ કેટલો મહિમાવાળો છે તે શ્રી રસિકભાઈએ મુનિજી પાસેથી જાણ્યું. પુરાતત્ત્વ મંદિર તરફથી સંશોધનાત્મક (પુરાતત્ત્વ ત્રમાસિક શરૂ થયું હતું. જેના સંપાદનની જવાબદારી શ્રી રસિકભાઈને શિરે આવી હતી. ‘પુરાતત્ત્વ' શબ્દ પુરાવૃત્તના વિશાળ અર્થમાં પ્રયોજાયો હતો. એનો વ્યાપ સ્થળતપાસ, ઉત્પનન અને પુરાવશેષો પૂરતો સીમિત ન હતો. પરંતુ એમાં પુરાવૃત્તનાં સાહિત્યિક, આભિલેખિક અને પુરાવશેપીય-એ સર્વ સાધનોના અધ્યયન અને સંશોધનનો અભ્યાસ થતો. “પુરાતત્ત્વ'ના પુસ્તક ૧ થી ૫(૧૯૨૨-૨૭)ના અંકોમાં જુદા જુદા વિદ્વાનોના અને ખુદ શ્રી રસિકભાઈના ભારતીય વિદ્યા (Indology) વિશેના લેખો પ્રસિદ્ધ કરવામાં આવ્યા. આ દરમ્યાન મુનિશ્રીનો પુરાતત્ત્વ સંશોધનનો પૂર્વ-ઇતિહાસ’ નામે વિસ્તૃત રસપ્રદ લેખ તથા પ્રાચીન જૈન લેખસંગ્રહ' પ્રકાશિત થયા. શ્રી રસિકભાઈએ તૈયાર કરેલી “વૈદિક પાઠાવલિ' પણ પ્રગટ થઈ. આમ વિદ્યાપીઠમાં પુરાતત્ત્વ
* આ લેખ “બુદ્ધિપ્રકાશ' એપ્રિલ-મે : ૧૯૮૩, “સ્વ. રસિકલાલ છો. પરીખ સ્મૃતિ વિશેષાંક ને આધારે તૈયાર
કર્યો છે. + અધ્યક્ષ, ભારતીય સંસ્કૃતિ વિભાગ, હ.કા.આર્ટ્સ કૉલેજ, અમદાવાદ
પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ • ૫૮
For Private and Personal Use Only