________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રસિકભાઈએ આ કારણે જ આ પ્રકારનાં સંશોધન કરાવ્યાં. આ રીતે શ્રી રસિકભાઈએ સાંસ્કૃતિક ઇતિહાસના સંશોધનની કેડી ગુજરાતમાં કંડારી આપી.
(૪) શ્રી રસિકભાઈનું ઇતિહાસ વિશેનું મહત્ત્વનું પ્રદાન વ્યાખ્યાન સ્વરૂપે પ્રાપ્ત થયું છે. મુંબઈ યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી અને આકાશવાણીના આશ્રયે આપેલાં વ્યાખ્યાનો ઉલ્લેખનીય છે.
મુંબઈ યુનિવર્સિટીએ ૧૯૫૦-૫૧ના વર્ષનાં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા માટે આપેલાં નિમંત્રણ માટે શ્રી રસિકભાઈએ ગુજરાતની મુસ્લિમ યુગ પૂર્વેની રાજધાનીઓ' એ વિષય પસંદ કર્યો હતો. ફેબ્રુઆરી ૧૯૫૪માં આપેલાં આ વ્યાખ્યાનો “ગુજરાતની રાજધાનીઓ (મુસ્લિમ યુગ પૂર્વેની)' શીર્ષક નીચે ૧૯૫૮માં પ્રકાશિત થયાં હતાં. પ્રથમ બે વ્યાખ્યાનોમાં વસાહતોનો વિકાસ અને પ્રકાર, સંસ્કૃતિનો અર્થ વગેરે વિશે વાત કરી છે. તેમાં આનર્તપુર(વડનગર) અને દ્વારકાની પૌરાણિક નગરો તરીકે માહિતી આપી છે. ત્રીજા વ્યાખ્યાનમાં મૌર્યકાલથી ગુપ્તકાલ સુધીની રાજધાની ગિરિનગરની અને તે પછી મૈત્રકકાલીન ગુજરાતની રાજધાની તરીકે વલભીનું વિસ્તૃત વર્ણન આપ્યું છે. ચોથા વ્યાખ્યાનમાં ભિલ્લમાલ-શ્રીમાલનું વર્ણન છે. પાંચમા વ્યાખ્યાનમાં સોલંકી કાલની રાજધાની તરીકે અણહિલપુર(અણહિલવાડ પટણ)નું વર્ણન રજૂ કર્યું છે. પ્રાચીન ગુજરાતની રાજધાનીઓ વિશે શ્રી રસિકભાઈ પાસેથી શ્રદ્ધેય અને પ્રમાણબદ્ધ ઐતિહાસિક વિગતો પ્રાપ્ત થઈ. આ વિગતો રજૂ કરતાં પહેલાં શ્રી રસિકભાઈએ મૂળ સ્રોતોને પૂરાપૂરા ચકાસ્યા છે. કોઈ સ્થળના ઐતિહાસિક સંશોધન માટે આ વ્યાખ્યાનો માર્ગદર્શક બની રહેશે.
૧૯૬૩માં શ્રી રસિકભાઈએ ગુજરાત યુનિવર્સિટીના આશ્રયે ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી વ્યાખ્યાનમાળાની બીજી શ્રેણીમાં ઇતિહાસ : સ્વરૂપ અને પદ્ધતિ’ વિશે પાંચ વ્યાખ્યાનો આપ્યાં હતાં. ગુજરાત યુનિવર્સિટીએ એ જ શીર્ષક નીચે ૧૯૬૯માં આ વ્યાખ્યાનો ગ્રંથ સ્વરૂપે પ્રકાશિત કર્યા હતાં. પ્રથમ વ્યાખ્યાનમાં ભારતીય પરંપરા પ્રમાણે ‘ઇતિહાસ’ શબ્દની વ્યુત્પત્તિની ચર્ચા કરી એનું સ્વરૂપ સમજાવ્યું છે. બીજા વ્યાખ્યાનમાં ભારતીયોની ઇતિહાસ વિષયક બુદ્ધિ વિકસી હતી કે કેમ તે પ્રશ્નની છણાવટ કરીને પ્રાચીન ભારતના ઇતિહાસના ગ્રંથો કેમ મળતા નથી તેની સ્પષ્ટતા કરી છે. ત્રીજા વ્યાખ્યાનમાં પાશ્ચાત્ય પરંપરામાં હિસ્ટરી' શબ્દનો અર્થ સમજાવીને હેરોડોટ્સથી માંડીને રોમન, મધ્ય અને અર્વાચીન કાલના કેટલાક ઇતિહાસકારોની ઇતિહાસ વિશેની મીમાંસા સમજાવી છે. ચોથા વ્યાખ્યાનમાં જર્મન ઇતિહાસકારોથી માંડીને ટોયબી અને હુઇઝિન્ગા સુધીના અદ્યતન ઇતિહાસકારોનાં દૃષ્ટિબિંદુઓ સમજાવ્યાં છે. પાંચમા વ્યાખ્યાનમાં આ બધી જ મીમાંસાનો ગજરાતના ઇતિહાસ માટે વિનિયોગ કરવાની અને તે માટેના પ્રશ્નો તથા ઉકેલની પદ્ધતિ દર્શાવી છે. ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી આ ગ્રંથની પ્રશંસા કરતાં જણાવે છે કે, ‘ઇતિહાસનાં સ્વરૂપ અને પદ્ધતિ વિશે ભારતીય તથા પાશ્ચાત્ય પરંપરા આટલી વિશદ અને તલસ્પર્શી રીતે સમજાવતું આવું અભ્યાસપૂર્ણ વિવેચનાત્મક પુસ્તક સમસ્ત ભારતીય સાહિત્યમાં ગૌરવભર્યું સ્થાન પ્રાપ્ત કરે તે કોટિનું છે.”
આકાશભાષિત' શ્રી રસિકભાઈનો લેખસંગ્રહ આકાશવાણી પરથી પ્રસારિત થયેલાં ભાષિતોનો છે. આ ગ્રંથ ૧૯૭૪માં પ્રકાશિત થયો. આ ભાષિતો હોવા છતાં વિષય મર્યાદિત સ્વરૂપની હોય કે વિસ્તૃત ફલકનો હોય પરંતુ શ્રી રસિકભાઈએ તેને ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં રજૂ કર્યા છે. ભારતનું નાટ્યશાસ્ત્ર, ભારતની કલાસંસકૃતિ, ભારતનું મૂર્તિવિધાન, કામન્દકીય નીતિસાર અને રાજકર્તાનું શિક્ષણ, માનવશાસ્ત્ર (anthropology) અને તેની શાખાઓ, રામાયણ, શ્રીમદ્ રાજચંદ્રનું આત્મદર્શન વગેરે ઉલ્લેખનીય ભાષિતો છે. રામાયણને તેઓશ્રી ‘મહાન સામાજિક પરિવર્તનનું કાવ્ય' ગણાવે છે.
૧૯૬૬માં વલ્લભ વિદ્યાનગર મુકામે યોજાયેલા ગુજરાત ઇતિહાસ પરિષદના ચોથા અધિવેશનમાં તેમણે
પથિક • સૈમાસિક – જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૬૦
For Private and Personal Use Only