SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એકત્રીકરણ, પૃથક્કરણ તથા તેની સાચવણી-જાળવણી માટે તેઓ આગ્રહ રાખતા. તેઓ સ્થળ પરનાં અવશેષો, શિલ્પ, અભિલેખો, સિક્કાઓ વગેરેની જાતતપાસ પર ખાસ ભાર મૂકે છે. દુર્ગાશંકર શાસ્ત્રીમાં ઇતિહાસકાર તરીકે ૧૯મી-૨૦મી સદીની ઇતિહાસલેખન પદ્ધતિની સૂઝ તથા સમજ હતી. તેમણે મોટે ભાગે સંસ્કૃત, ગુજરાતી તથા અંગ્રેજીમાંના સાહિત્યિક દસ્તાવેજો ઉપરાંત પુરાવશેષીય, આભિલેખિક તેમજ સિક્કાશાસ્ત્રને લગતા સાધનોનું પરીક્ષણ કરેલું. તેઓ માનતા કે દેશના દરેક પ્રદેશ કે પ્રાંતની જે વિશિષ્ટતાઓ હોય તેનું યથાર્થ ચિત્રણ ઇતિહાસલેખનમાં જરૂર આવવું જોઈએ. જેમાં દેશની વિશિષ્ટતાઓનો સંદર્ભ જળવાવો જોઇએ. આ અર્થમાં ઇતિહાસને તેઓ મનુષ્યની વિવિધ પ્રકારની નિર્ણાયક તથા સમીક્ષાત્મક શક્તિ વિકસાવવાનું સાધન માનતા. આમ એમણે વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રાદેશિક ઇતિહાસલેખન તથા ભાષાના વિકાસમાં નોંધપાત્ર પ્રદાન કર્યું હતું. ઇતિહાસકાર તરીકે દુર્ગાશંકર શાસ્ત્રી વિશે એટલું જરૂર કહી શકાય કે, ગુજરાતનો ગંભીર તથા સંશોધનાત્મક પ્રકારનો સહુ પ્રથમ ઇતિહાસ લખવાનું શ્રેય એમને ફાળે જાય છે. એમના ઇતિહાસલેખને સામાન્ય ઇતિહાસલેખન તેમજ પ્રાદેશિક ઇતિહાસલેખનના સ્વરૂપની મૂળ ભૂમિકા બાંધી હતી. પછીથી એની પરિપાટી પર ગુજરાતમાં ઇતિહાસનું ખેડાણ અને સંશોધનકાર્ય આરંભાયું. સ્વ. અમૃત વસંત પંડ્યા એમનો જન્મ ૨૨ સપ્ટેમ્બર, ૧૯૧૭ના રોજ જામનગરમાં ઔદિચ્ય બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. બચપણથી જ એમને પુરાણી હકીકતો અને પ્રાચીન વસ્તુઓ અંગે ઊંડો રસ હતો. તેઓ કૈલેજમાં હતા એ અરસામાં જ તક્ષશિલાનું ઉખનન થવા માંડેલું અને એમને જેમાં રસ હતો એવો પ્રાચીન અવશેષો મળવા લાગેલા. એના આકર્ષણે એમને એટલું ઘેલું લગાડ્યું કે કૅલેજ છોડી તેઓ ત્યાં દોડી ગયા અને એ ઉત્પનન કાર્યમાં જોડાઈ ગયા. તે સાથે તેઓ પુરાતત્ત્વ પર હિંદી ભાષામાં છૂટક લેખો પણ લખતા. પછીથી ગુજરાતી સામયિક 'કુમાર'માં પુરાતત્ત્વ વિશેનું લેખન કાર્ય શરૂ કર્યું. આ દરમ્યાન અને કલાકારો સાથે મૈત્રી થતાં ચિત્રકલા પ્રત્યે પણ સારો પ્રેમ કેળવાયો. આલેખનની આવડત સાથે પોતાના લેખોને સચિત્ર બનાવતા અમૃત વસંત પંડ્યા નકશા અને આકૃતિઓ દોરવાની એમને સારી ફાવટ હતી. એમની શક્તિઓ ઓળખીને એમને ગુજરાત સાહિત્ય સભાના મંત્રી બનાવ્યા. જ્યાંથી એમણે ‘ભારતની પ્રાચીન નગરી' શીર્ષક હેઠળ તૈયાર કરેલ લેખો ‘જન્મભૂમિ-પ્રવાસી’ સાપ્તાહિકમાં મુંબઈમાં લેખમાળારૂપે છપાયેલા. આજ પ્રકારે ‘કુમાર’માં ‘ભૂતકાળની શોધમાં' એમની એવી એક લેખમાળા પ્રગટ થયેલી. એમના લખાણમાં સંશોધિત વિગતોની સાથોસાથ જનસામાન્યને પણ રુચિ પ્રેરે એવાં સરળ વર્ણનોની એક લાક્ષણિકતા હતી એ જ રીતે જલપ્રલય પહેલાનું ગુજરાત નામક એક રસભર લેખમાળા નવચેતન'માં આવેલી. વડોદરા રાજ્યના પુરાતત્ત્વખાતાના વડા ડૉ. હીરાનંદ શાસ્ત્રીએ એમની શક્તિઓ જોઈ પાટણના સહસ્ત્રલિંગ તળાવના ઉત્પનનકાર્યમાં એમને જોડેલાં. તેઓ ગ્રેજયુએટ ન હોવાને કારણે શૈક્ષણિક સંસ્થામાં કાયમી નોકરી મેળવવી મુશ્કેલ હતી. એવામાં સોમનાથ જીર્ણોદ્ધાર નિમિત્તે જૂનાગઢમાં પુરાતત્ત્વ ખાતું ઊભું થતાં ત્યાં ડાયરેક્ટર ઑવ આર્કિયોલોજી તરીકે તેઓ નીમાયા. તે પછી ભાઈલાલભાઈ પટેલ-વલ્લભવિદ્યાનગર-ને પુરાતત્ત્વનો શોખ. એમણે અમૃતલાલને રાજપીપળા રાજયમાં પુરાતત્ત્વ સંશોધન અધિકારી તરીકે નિમણૂક અપાવી. કેન્દ્રીય પુરાતત્ત્વખાતાના પ્રથમ ડાયરેક્ટર જનરલ કે. એન. દીક્ષિતે અમૃતલાલની કામગીરીથી પ્રસન્ન થઇ એમને નર્મદા ખીણના પુરાતાત્ત્વિક સંશોધનની કામગીરી સોંપી દીક્ષિતના અનુગામી સર મર્ટિમર હીલર એમની સાથે એ પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ • પદ For Private and Personal Use Only
SR No.535516
Book TitlePathik 2003 Vol 43 Ank 10 11 12
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2003
Total Pages168
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy