________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૨૮માં પ્રગટ થયેલું એમનું ગુજરાતના ધાર્મિક સ્થળોને લગતું પુસ્તક મુખ્ય યાત્રાધામોના ઉદ્દભવ, વિકાસ, તેમનું ધાર્મિક તેમજ ઐતિહાસિક મહત્ત્વ સમજવા માટે ઘણું ઉપયોગી નીવડે તેમ છે.
ગુજરાતના ધાર્મિક ઇતિહાસની સાથે દુર્ગાશંકર શાસ્ત્રીનું સામાજિક ઇતિહાસમાં પણ પ્રદાન છે. તેમણે ‘પ્રશ્નોરા જ્ઞાતિનું દિગ્દર્શન' નામે પુસ્તક ૧૯૨૨માં લખ્યું અને ૧૯૩૭માં એમાં સુધારા-વધારા સાથે ફરી પ્રગટ કર્યું. ગુજરાતનો સામાજિક ઇતિહાસ આલેખતું આ પ્રકારનું આ પ્રથમ પુસ્તક હતું. તેની પરિપાટી પર પછીથી ગુજરાતની અન્ય જ્ઞાતિઓને લગતા સામાજિક ઇતિહાસ આલેખતા ગ્રંથો પ્રગટ થયા.
દુર્ગાશંકર શાસ્ત્રીએ ધાર્મિક તથા સામાજિક ઇતિહાસને લગતા ગ્રંથો ઉપરાંત રાજકીય ઇતિહાસને લગતા ગ્રંથોનું સંપાદન અને સ્વતંત્ર ગ્રંથ પણ લખ્યા છે. ૧૯૩૪માં દુર્ગાશંકર શાસ્ત્રીએ મેરુતુંગાચાર્ય કૃત ‘પ્રબંધચિંતામણિ’નું સંપાદન કર્યું. જેમાં મુખ્યત્વે ગુજરાતના સોલંકી-વાધેલા શાસકોનો રાજકીય ઇતિહાસ આપેલો છે.
દુર્ગાશંકર શાસ્ત્રીનું સૌથી જાણીતું, અભ્યાસપૂર્ણ અને સંશોધનાત્મક પુસ્તક ‘ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ’ છે. જે બે ભાગમાં લખાયેલો છે. ભાગ ૧ ૧૯૩૭માં અને ભાગ ૨ ૧૯૩૯માં પ્રગટ થયા. જેમાં સોલંકી-વાઘેલા સમય પહેલાના ગુજરાતના રાજવંશો અને તેમના સમયની ટૂંકી પણ અભ્યાસપૂર્ણ રૂપરેખા ઉપરાંત સોલંકી-વાઘેલા સમયના મુખ્યત્વે વિસ્તૃત રાજકીય ઇતિહાસની સાથે સામાજિક, આર્થિક, ધાર્મિક તથા સાંસ્કૃતિક પ્રગતિની સંક્ષિપ્ત વિગતો આપેલી છે. જે આ કાળ વિશે વિશેષ અભ્યાસ તથા સંશોધન કરવા ઇચ્છતા વિદ્વાનો, અધ્યેતાઓ અને સંશોધકોને પુષ્કળ સામગ્રી અને તે માટેનું દિશાસૂચન મળી રહે તેમ છે.
૧૯૪૫માં શ્રી દુર્ગાશંકર શાસ્ત્રીએ ગુજરાતના તથા ભારતના નામાંકિત પુરાતત્ત્વવિદ શ્રી ભગવાનલાલ ઇન્દ્રજીના લખેલા જીવનચરિત્રમાં એમનું સંશોધનાત્મક માનસ સંપૂર્ણપણે વ્યક્ત થયેલું છે.
દુર્ગાશંકર શાસ્ત્રીનું અંતિમ પુસ્તક “ઐતિહાસિક સંશોધન'' ૧૯૪૮માં પ્રગટ થયેલું. જેમાં ઇતિહાસનો ખ્યાલ, હેતુ, સંશોધન, ગુજરાતના ઇતિહાસના કેટલાક કૂટપ્રશ્નો ઉપરાંત માહિતીપ્રદ લેખોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આ ગ્રંથમાં પ્રબંધ સાહિત્યની મૂળભૂત હકીકતોનું તલસ્પર્શી પરીક્ષણ ઉપરાંત તેમાં વિશેષ સંશોધન કરવા સંશોધકોને ઉદ્બોધન કરેલું છે. તે સાથે મધ્યકાલીન ગુજરાતના વિવિધ પ્રવાહોનું વિવેચન અને તેમને લગતી સમસ્યાઓ દર્શાવી છે. આમ આ કૃતિમાં ગુજરાતના ઇતિહાસમાં વિશેષ સંશોધન માટેની યોગ્ય ભૂમિકા તથા માહિતી આપવામાં આવી છે.
દુર્ગાશંકર શાસ્ત્રીના કેટલાક લેખો તથા નિબંધોને એમના અવસાન (૧૯૫૨) બાદ બીજે વર્ષે પ્રસિદ્ધ થયેલ- ‘આપણી સંસ્કૃતિનાં કેટલાંક વહેણો'માં સમાવી લેવામાં આવ્યા. એમાંના બે નિબંધો- (૧) ઐતિહાસિક દૃષ્ટિ, (૨) ગુજરાતી ઐતિહાસિક સાહિત્યમાં ઇતિહાસના અભ્યાસ વિશેનો પોતાનો દૃષ્ટિકોણ તથા તે માટેની પદ્ધતિનો ખ્યાલ આપેલો છે. ઉપરાંત મુંબઈ યુનિવર્સિટીમાં આપેલ વ્યાખ્યાનો “ભારતીય સંસ્કારો અને તેમનું ગુજરાતમાં અવતરણ”નો ઉપરોક્ત કૃતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
આમ દુર્ગાશંકર શાસ્ત્રી ગુજરાતના પ્રથમ પંક્તિના ઇતિહાસકારમાં સ્થાન પામ્યા છે. એમણે મધ્યકાલીન ગુજરાતને લગતા વિશાળ પ્રબંધ સાહિત્યનું સૌ પ્રથમવાર ઇતિહાસકાર અને સંશોધનકારની દૃષ્ટિએ અધ્યયન કર્યુ. એમણે ઐતિહાસિક હકીકતોને બિન-ઐતિહાસિક હકીકતોથી અલગ તારવી તેનો પોતાના લેખનકાર્યમાં સાવચેતીપૂર્વક ઉપયોગ કર્યો. એમણે સહુ પ્રથમ પ્રાદેશિક ઇતિહાસના યોગ્ય પ્રકારના અધ્યયન અને સંશોધન અંગેનું દિશાસૂચન કર્યું. દુર્ગાશંકર શાસ્રી પ્રણાલિકાગત ઇતિહાસલેખનને બદલે પુરાવાના આધારે ગંભીર પ્રકારના ઇતિહાસલેખનના આગ્રહી હતા. પુરાવા વગરના ઇતિહાસલેખનને તેઓ વ્યર્થ ગણતા. ભારતીય સંસ્કૃતિ તથા ભારતીય ઇતિહાસના સંદર્ભમાં જ ગુજરાતની સંસ્કૃતિ અને ઇતિહાસનું અધ્યયન કરવાનો એમનો દ્દઢ ખ્યાલ હતો. ગંભીર અને વાસ્તવિક ઇતિહાસલેખન રાષ્ટ્ર તથા પ્રજા માટે ખૂબ જ ફાયદાકારક હોવાનું તેઓ માનતા.
પ્રાચીન પુરાવા તેમજ દસ્તાવેજો વગર ઇતિહાસનું સર્જન શક્ય નથી. આવા પુરાવા કે દસ્તાવેજોનાં
પથિક ♦ ત્રૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૫૫
•
For Private and Personal Use Only