________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુરાતત્ત્વને ચર્ચતું પુસ્તક તેમ જ બર્જેસ અને કઝિન્સના સૌરાષ્ટ્ર-ગુજરાતને લગતા જૂના રિપોર્ટો અને સાથે જ વિશ્વસ્થાપત્ય અને સંસ્કૃતિના ગ્રંથોનું અધ્યયન કરતા. પર્સી બ્રાઉનનું ઇન્ડિયન આર્કિટેક્ચર પરનું પુસ્તક ખરીદીને તેનો પણ અભ્યાસ કર્યો. આ બધાને કારણે સ્થાપત્યના સંશોધનના પાયા નંખાયા. ને હાઈસ્કૂલ કાળના ગુરુ મણિભાઈ વોરા અને અન્ય જિજ્ઞાસુ મિત્રો સાથે તેમણે આર્કિયોલોજિકલ સોસાયટી ઑફ પોરબંદર નામના મંડળની સ્થાપના કરી. રવિવારની છૂટી સાથે શનિવારે બેંકમાં અડધા દિવસની રજા હોય એટલે બધા સાથે પોરબંદરની આસપાસના ગોપ, ધૂમલી, મિયાણી, કિંદરખેડા, નંદેશ્વર, શ્રીનગર, ખીમેશ્વર ઇત્યાદિ સ્થળો તરફ નીકળી પડતા અને તે સ્થાનોનાં પ્રાચીન દેવમંદિરોનું સર્વેક્ષણ કરતા ને તસવીરો લેવડાવતા. આમ કરતાં ત્રીસેક જેટલાં સોલંકી કાળ પૂર્વેનાં મંદિરોનું સર્વેક્ષણ કર્યા પછી તેના સ્થાપત્યના મૂલગત ક્રમિક વિકાસ સંબંધમાં ખોજ શરૂ કરી. આ દરમિયાન તેમને વડોદરાના ડા. હેરમન્ન ગોએટ્સને મળવાનું થયું. તેઓ એમના કામથી પ્રભાવિત થયા અને કામ આગળ ચાલુ રાખવા જણાવ્યું. આથી તેમનો ઉત્સાહ વધતો ગયો. તેઓ સ્વયં જણાવે છે કે નવું નવું મળતું રહેતું એટલે બહુ રાજી થતા. એ મંદિરોનાં વર્ણનોની પરિભાષા પણ પછી શોધતા. “એ મારો મુગ્ધતા અને જિજ્ઞાસાનો યુગ હતો. મંદિરો પ્રત્યે ત્યારે તીવ્રતમ લાગણીઓ હતી. સપનામાં પણ એ જ બધું દેખાતું હતું. એને લીધે શોખની અને સાથે જ પશ્યત્તા-પ્રાપ્તિની બુનિયાદ નખાઈ, જેથી આગળ ઉપર કામ થઈ શક્યું.'' આમ તેમણે સ્થાપત્ય ક્ષેત્રે કુશળતા પ્રાપ્ત કરવાની શરૂઆત કરી દીધી હતી.
આ દરમિયાન તબિયત બગડતાં બેંકની નોકરી છોડી પિતાજી પાસે જૂનાગઢ રહેવા ચાલ્યા ગયા અને ત્યાં બાગાયતનું કામ શરૂ કર્યું. તે કાળ દરમિયાન સરકારના કૃષિશોધ વિભાગમાં જોડાઈ તેમણે ઘઉં કૃષિ સંશોધન ખાતામાં જોડાઈ અને કપાસ પર શોધ કરી હતી. તેમની શોધોની એ ક્ષેત્રમાં પ્રશંસા થયેલી. અને તેમણે ચૂંટીને વાવેલ જાતોને પૂના તથા દિલ્લીના પુસા ઇન્સ્ટિટ્યૂટ આદિના નિયામક આદિ વિદ્વાનોએ વખાણી હતી. ૧૯૫૪માં જામનગરમાં મોટા પ્રદર્શનનું આયોજન થયું. તેમાં આર્કિયોલોજીનો મંડપ જોતાં જોતાં તેઓને જામનગર મ્યુઝિયમના ક્યુરેટર પુરુષોત્તમ પંડ્યા સાથે સંપર્ક થયેલો. તેમની સૂચનાથી જૂનાગઢ મ્યુઝિયમની ક્યુરેટરની પોસ્ટ ઉપર અરજી કરી ત્યાં તેમની નિમણૂક થઈ. ત્યારબાદ જામનગર મ્યુઝિયમ, રાજકોટ વોટ્સન મ્યુઝિયમમાં પણ કામ કર્યું. એ વર્ષોમાં તેમણે પ્રભાસ, લાખાબાવળ, આમરા, અને પછીથી રોઝડી આદિ સ્થળોના ઉત્ખનનનાં કાર્યોમાં પણ ભાગ લીધેલો.
આ સમય દરમિયાન તેમણે યેન્દ્ર નાણાવટી સાથે ‘સીલિંગ્ઝ ઑફ ધ ટેમ્પલ્સ ઑફ ગુજરાત' નામનો ગ્રંથ તૈયાર કર્યો. જે બરોડા મ્યુઝિયમના બુલેટિનના ખાસ અંક તરીકે પ્રસિદ્ધ થયો છે. તેમણે મૈત્રક અને સૈધવકાળનાં મંદિરો ઉપર પણ અધ્યયન કરી ગ્રંથ તૈયાર કર્યો હતો કે કામ ડા. ક્રમિશને ગમી ગયેલું, જે પછીથી એમણે અમેરિકામાં છપાવેલું. આ દરમિયાન તેમનો “સોલંકીકાલીન મંદિરનો કાળક્રમ'' નામક નિબંધ કૃષ્ણદેવે ભોપાળથી પ્રકાશિત કરાવેલો જેણે તેમને ભારતના ઐતિહાસિક પુરાતત્ત્વક્ષેત્રે નામના અપાવેલી. તે પછી રાજસ્થાનમાં રાણકપુર, વરકાણા, આદિ અનેક મંદિરો ઉપર લેખો લખેલા અને તે ઘણા વિદ્વાનોના જોવામાં આવેલા. આ સમયમાં જ બનારસમાં અમેરિકન એકેડેમી ઑફ બનારસની સ્થાપના થયેલી તેના પ્રથમ ડિરેક્ટર ડા. પ્રમોદચંદ્રના અનુરોધથી સરકાર તરફથી ડેપ્યુટેશન ઉપર બનારસ ગયા. ત્યાં ૧૯૬૭માં દેવાલય સ્થાપત્ય આંતરરાષ્ટ્રીય પરિસંવાદમાં “મરુગુર્જર સ્થાપત્ય શૈલીનાં મૂળ અને વિકાસક્રમ'' પર વાંચેલો શોધનિબંધ ખૂબ જ વખણાયેલો. ત્યાં સાડા છ વર્ષ સુધી કામ કર્યા બાદ સરકાર તરફથી વધારે મુદત માટે મંજૂરી ન મળતાં પુનઃ ગુજરાત પાછા આવવું પડેલું ત્યારે પુરાતત્ત્વ ખાતામાં પોતાને નીચી પાયરીએ મૂકવાની વેતરણ અને પોતાનાથી કનિષ્ઠ અફસરોની નીચે મૂકવાનો આયાસ થઈ રહેલો જોઈ સ્વમાન ખાતર રાજીનામું આપી દીધું. શેઠ કસ્તૂરભાઈ લાલભાઈને આ વાતની જાણ થતાં તેમણે લાલભાઈ દલપતભાઈ ઇન્સ્ટિટયૂટમાં જોડાવા ઓફર કરી. કલા અને સ્થાપત્યનું કામ કરવાની ભાવના હતી અને આ ક્ષેત્ર સાનુકૂળ જણાતાં એલ.ડી.ઇન્ડોલોજીમાં જોડાયા. છ'એક માસમાં અમેરિકન ઇન્સ્ટિટયૂટ
પથિક ત્રૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ • પર
•
For Private and Personal Use Only