SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અવિરત પરિશ્રમ વેઠી ગુજરાતની પ્રજાને જે મહામૂલું પ્રદાન કર્યું છે તેની મુલવણી આપણે તેમના જીવન-વારસા તરીકે કરીએ તો તે ઘણું જ ઉચિત લેખાશે! ગુજરાતના મધ્યકાલીન સમયમાં રાજપૂત સમય પછીના ઇતિહાસલેખનમાં તેમની અગ્રેસરતાનો આપણે સ્વીકાર કરવો પડશે. ગુજરાતની આ વિશિષ્ટ વ્યક્તિએ સાધક બની અખંડ સાધના કરી પોતે ઇચ્છેલા ધ્યેયને પરિપૂર્ણ કરવા પોતાનું જીવન સર્વસ્વ અર્પણ કર્યું. તેમનું વિનમ્ર અને નિરાભિમાની વ્યક્તિત્વ, પ્રસિદ્ધિનો મોહ ન રાખવામાં કદાચ તેમની શરમાળવૃત્તિ અને જીવનસંધ્યા પણ તેમણે આસક્ત ભાવે ઇતિહાસની સેવા કરવાનું ભગીરથ કાર્ય કર્યું તે ચિરસ્મરણીય બની રહેશે. એટલું જ નહિ, પણ વર્તમાન સમયના ઇતિહાસ સંશોધકો, ઇતિહાસવિદો, ઇતિહાસલેખકો અને અભ્યાસીઓ માટે માર્ગદર્શક બની રહેશે ! પ્રો.કોમિસારિયેતની હયાતી દરમિયાન ગુજરાતના ઇતિહાસના ત્રીજા ગ્રંથને બાદ કરતાં, તેમની બધી જ કૃતિઓ પ્રગટ થતી રહી હતી. તેમનું નામ પણ જાણીતું થતું ગયું. ત્રીજા ગ્રંથની હસ્તપ્રત તૈયાર હતી. પ્રકાશન થવાનું બાકી હતું. તેવામાં જ દૈવયોગે પ્રકાશન માટેનો યોગ આવ્યો. તેમણે અમદાવાદની ગુજરાત વિદ્યાસભાને અપરિગ્રહી બનીને કોઈ પણ રોયલ્ટી માગ્યા વગર, આ ત્રીજાનું પ્રકાશન કરવા અનુમતિ આપી એટલું જ નહિ, પણ ત્રણે ભાગના તમામ હક્કો અને અનુવાદના હક્કો આપી દીધા ! પ્રો. કોમિસારિયેતનું અવસાન ૧૯૭૨માં થતાં સુધીના સમયમાં ગુજરાતની વિઘાકીય સંસ્થાઓ, વિદ્યાપ્રેમીઓ, ઇતિહાસ સંશોધકો અને અધ્યાપકો વગેરેએ તેમના જીવનકાર્યને ઓળખી લઈ તેમની કદર ન કરી અને તેમનું બહુમાન ન કર્યું. તેમની ઘોર ઉપેક્ષા કરી ભારે અન્યાય કર્યો છે ! અંતમાં, એટલું જ કહેવાની જરૂરિયાત લાગે છે કે પ્રો.કોમિસારિયેતની બધી કૃતિઓ અંગ્રેજીમાં લખાયેલી છે. તે તમામનો અથવા છેવટે ત્રણ મૂલ્યવાન ગ્રંથોનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરાવવા ગુજરાત વિદ્યાસભા તજવીજ કરે અથવા તો તે યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડને આ કામ સોપે અને એ પ્રગટ થાય તો ગુજરાતની નવી પેઢી તેમના કાર્યથી પરિચિત બનશે અને આ રીતે લાભ પણ મળશે. આ રીતે આ ઇતિહાસવિદને સાચી અંજલિ અર્પી કહેવાશે ! - પાદટીપ ૧. કામદાર, કેશવલાલ હિં, “સદગત પ્રો. કોમિશેરિયટ' : શ્રદ્ધાંજલિ ૨. કોમિસારિત, એમ.એસ., ‘હિસ્ટરી ઓફ ગુજરાત', વોલ્યુમ ૧, પ્રસ્તાવના, પૃ.૪ ૩. એજન, પૃ.-૬ ૪. બોઈડ, આર.એચ.એસ., “એ ચર્ચ હિસ્ટરી ઓફ ગુજરાત' (ધી ક્રિશ્ચિયન લિટરેચર સોસાયટી, મદ્રાસ, પ્રથમ આવૃતિ, ૧૯૮૧), પૃ.પ૬ ૫. કોમિસારિયેટ,એમ.એસ., ‘હિસ્ટરી ઓફ ગુજરાત', વૉ.૧, પ્રસ્તાવના, પૃ.૯ ૬. નાયક, ચિનુભાઈ જ, ઇતિહાસ લેખક પ્રો. માણેકશા સોરાબજી કોમિસેરિયેટ' : શ્રદ્ધાંજલિ ૭. કામદાર, કે.હિં, “સત પ્રો. કોમિશેરિયટ' : શ્રદ્ધાંજલિ ૮. કોમિસારિયેત, એમ.એસ., ‘હિસ્ટરી ઓફ ગુજરાત', વોલ્યુમ ૧, પ્રસ્તાવના, પૃ.૪ ૯. એજન, વોલ્યુમ ૨, પ્રકરણ ૧૯, પૃ.૩૨પ-૩૪૧ ૧૦. એજન, વોલ્યુમ ૨, પ્રસ્તાવના, પૃ.૪, ૫ પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ • ૫૦ For Private and Personal Use Only
SR No.535516
Book TitlePathik 2003 Vol 43 Ank 10 11 12
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2003
Total Pages168
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy