________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવેચન :
આપણે સહુ જાણીએ છીએ કે ઇતિહાસના અભ્યાસનો આધુનિક સંદર્ભ અને અભિગમ હવે બદલાયો છે અને તેમાં સામાજિક અને આર્થિક વ્યવસ્થા કે સંસ્થાઓનો અભ્યાસ અને માનવજાતિના વિકાસમાં તેઓએ ભજવેલા ભાગ પર વિશેષ ભાર આપવામાં આવે છે. જો કે ત્રણ ગ્રંથમાં પહેલામાં રાજકીય બનાવો અને સંઘર્ષો અને સ્થાપત્યકીય ઇમારતો પર ભાર અપાયો છે. બીજા ગ્રંથમાં રાજકીય ઘટનાઓની સાથે સાથે ધાર્મિક, આર્થિક અને વિદેશી પ્રવાસીઓના અહેવાલોમાં પ્રતિબિંબિત થતાં ૧૭મી સદીનાં સામાજિક અને ધાર્મિક પાસાંઓ જોવા મળે છે. પણ લેખકે ગ્રંથમાં આવરી લીધેલા બસો વર્ષના ગાળાનું સર્વગ્રાહી ચિત્ર આપ્યું નથી. અલબત્ત, કેટલાંક પ્રકરણોના અંતે અપાયેલાં પરિશિષ્ટમાં બિન-રાજકીય સ્વરૂપની થોડી માહિતી અન્ય પાસાંઓ માટે જોવા મળે છે તે આશ્વાસનરૂપ ગણવી જોઈએ.
પ્રો.કોમિસારિચેતના ત્રણે ગ્રંથોમાં, ત્રીજો. કેટલીક ઊણપોવાળો છે તે પણ નોંધવું જોઈએ. સામાન્ય વાચક, અભ્યાસી કે સંશોધકને એ જોવા મળશે કે આ ગ્રંથમાં જે નવ ભાગો છે તે સળંગ અને એકધાર્યું વાંચન પૂરું પાડતા નથી. વિષયની રજૂઆત તૂટક તૂટક અભિગમવાળી છે.
આ ગ્રંથમાં નિર્દિષ્ટ થયેલા ભાગો સિવાય તળ ગુજરાતના, સૌરાષ્ટ્ર અને કચ્છના પ્રદેશ વિસ્તારો જ્યાં ઘણાં રાજરજવાડાંઓ હતાં તે બાકાત રહેલાં છે. તેઓએ આ સંબંધમાં અગાઉ સ્પષ્ટતા કરી છે. એ બધાનો સમાવેશ કરવાથી ગ્રંથનો વ્યાસ અને કદ ઘણાં વધી જાય તેમ હતાં. સલ્તનત સમયમાં જુનાગઢ અને ૧૫મી સદીના સમય પછી અમદાવાદ જ મુઘલ-મરાઠાઓની સત્તાનું વડું મથક અને રાજધાની તરીકે રહ્યું હતું. તેથી અમદાવાદને જ કેન્દ્રમાં રાખી તેમણે આલેખન કર્યું છે. આથી ગ્રંથમાં આવરી લેવાયેલા સમય દરમિયાનની એ રાજયની રાજકીય અને સાંસ્કૃતિક સ્થિતિ કેવી હતી તે દર્શાવતા ખાલી રહેલા ગાળા (Gan) તરફ ધ્યાન દોરાયા વગર રહેતું નથી. મધ્ય ગુજરાતમાં અને તેમાં પણ ગાયકવાડોની, તથા દક્ષિણ ગુજરાતમાં સુરત તથા મુંબઈમાં અંગ્રજોની પ્રવૃત્તિઓ પર વિશેષ ભાર અપાયો છે તે પણ સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. કદાચ એમ હોઈ શકે કે લેખકને એ ખાલી રહેલા ગાળા માટે આધાર સામગ્રી પ્રાપ્ત થઈ શકી નહિ હોય. વળી તેમની વૃદ્ધાવસ્થાના કારણે અને શારીરિક મર્યાદાઓના કારણે ક્ષેત્રીય સંશોધન ન થઈ શક્યું હોય અને તેથી આવી ઊણપો રહી જવા પામી હોય તો તે ક્ષમ્ય ગણી તેનો સ્વીકાર કરવો ઘટે છે !
ત્રીજો ગ્રંથ લેખકના અવસાન પછી પ્રકાશિત થયો હોવાથી અને તેમાં પોતાની લખેલી પ્રસ્તાવના ન હોવાથી જે ગાળો ખાલી રહ્યા છે કે ગ્રંથમાં જે ત્રુટિઓ રહી જવા પામી છે તે માટે સ્પષ્ટતા કરવાનું મુશ્કેલ છે. આ ગ્રંથમાં પણ અગાઉના ગ્રંથો જૈમ મરાઠાઓ કે અંગ્રેજોની વિકસતી જતી રાજકીય સત્તા, યુદ્ધો અને સ્થાપેલા પ્રભુત્વ અંગે લાંબાં વર્ણનો આપવામાં આવ્યાં છે. ગ્રંથના નવમા ભાગમાં તત્કાલીન સમાજ અને અર્થતંત્ર વિશે થોડી માહિતી મળે છે.
પહેલા બે ગ્રંથોમાં પરિશિષ્ટો તથા સ્થાપત્યકીય ઇમારતોના ફોટોગ્રાફ્સ આપીને લેખક પોતે જે કંઈ લખે છે તેને સમર્થન આપતા હોય એમ લાગે છે. ત્રીજા ગ્રંથમાં પરિશિષ્ટો, સ્થાપત્યકીય ઇમારતોના ફોટોગ્રાફ્સ તથા આધાર સામગ્રી આપવામાં આવ્યાં નથી. મૂલ્યાંકન :
પ્રો. કોમિસારિયેતે પોતાની ૩૧ વર્ષની અધ્યાપનની સક્રિય કારકિર્દી દરમિયાન અને નિવૃત્તિ પછીનાં ૩૭વર્ષ સુધી અથાગ પરિશ્રમ વેઠી તેમની વિદ્વત્તા, ઊંડી સૂઝ, ખંત, ચિવટાઈ, ઉપલબ્ધ એવી સાધન સામગ્રીનો ચોક્કસાઈપૂર્વક ઉપયોગ કર્યો છે. સંશોધક તરીકેની ક્ષમતા, ચકોર દૃષ્ટિ અને વિલક્ષણતા નોંધપાત્ર છે. તેમણે
પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૪૯
For Private and Personal Use Only