________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાદશાહોઓએ બહાર પાડેલાં ફરમાનો મેળવ્યાં હતાં, “સિલેકશન્સ ફોમ ધ પેશવા દફતર" ના સંબંધિત દફતરોનો, મુંબઈ ગૅઝેટિયર્સનો, મુંબઈની દફતર ભંડાર સામગ્રીનો તથા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની ફેકટરીઓ (કોઠીઓ)ના દસ્તાવેજો, પત્રવ્યવહારો વગેરેના આધારોનો તેમણે ઉપયોગ કર્યો હતો.
આમ પ્રો.કોમિસારિયેતને તેમના ઇતિહાસ સંશોધનમાં પ્રેરણા અને પ્રોત્સાહન આપનાર વિવિધ ક્ષેત્રના વિદ્વાનો અને સહાયકો હતા. તેમની ઇતિહાસ સંશોધન પદ્ધતિ આધુનિક ઇતિહાસકારનાં બધાં લક્ષણો ધરાવતી પારદર્શક પદ્ધતિ હતી એમ ચોકક્સપણે દેખાઈ આવે છે.
લેખનનું સ્વરૂપ :
પ્રો.કોમિસારિયતની પોતાના સંશોધન અને લેખન માટે શક્ય હોય ત્યાં સુધી મૂળભૂત સામગ્રીનો જ ઉપયોગ કરવાની પદ્ધતિ હતી. તેમણે ઉપલબ્ધ હોય તેવી તમામ પ્રકારની વિવિધ ઐતિહાસિક સામગ્રી એકઠી ફરી હતી તે તેમના ગ્રંથોમાં આપેલી સૂચિ અને પાદનોંધો પરથી જોઈ શકાય છે. લેખક લાંબા સમય સુધી અમદાવાદમાં રહ્યા તે દરમિયાન તેમણે ત્યાંના વેપારીઓ, શાહુકારો અને મુઘલ સમ્રાટો વચ્ચે સંબંધો-વ્યવહાર દર્શાવતા ફરમાનો જોયાં હતાં અને તેનો ઉપયોગ મુંબઇ યુનિવર્સિટીમાં ઠક્કર વસનજી વ્યાખ્યાનમાળા હેઠળ આપેલાં છ વ્યાખ્યાનોમાં કર્યો હતો. તેઓ પાતાના સંશોધન માટે વારંવાર જૈન સાધુઓ પાસે જતા અને પોર્ટુગીઝ પાદરીઓને પણ મળતા.
પ્રો.કોમિસારિયેતે તેમના ગુજરાતના ઇતિહાસમાં પહેલા ગ્રંથમાં રાજકીય ઘટનાઓ, પ્રસંગો અને પરિવર્તનનું જે આલેખન કર્યું છે. તેની સરખામણીમાં તત્કાલીન સામાજિક, આર્થિક અને ધાર્મિક સ્થિતિનું આલેખન ઘણું ઓછું કર્યું છે. તેઓ તેમની આવી ઊણપ પ્રત્યે સભાન હતા એમ તેમણે પોતે કહ્યું છે. સ્પષ્ટતા કરતાં કહે છે કે રાજકીય બાબતો સાથે સાથે ગુજરાતની પ્રજાને અમદાવાદ અને તેની આસપાસનાં નગરોમાં આવેલાં વિશિષ્ટ નોંધપાત્ર પુરાતત્ત્વીય ઇમારતો-અવશેષોની જાણકારી પણ મળવી જોઈએ. ગુજરાત પ્રાંતની આવી ઇમારતો સાથે ફર્ગ્યુસન, જે.બર્જેસ, એચ.કઝિન્સ જેવા નામાંકિત શિલ્પ અને સ્થાપત્યના નિષ્ણાતોનાં નામ ગાઢપણે સન્માનપૂર્વક જોડાયેલાં છે તેથી આવી ઇમારતોનો અભ્યાસ કરાવવા નમૂનારૂપ ફોટોગ્રાફ્સ પણ આપવા જોઈએ.
લેખકે બીજા ગ્રંથનું આલેખન કરવા અગાઉ મુઘલ સમયના ગુજરાત સૂબા(પ્રાંત)નું જે ચિત્ર આપ્યું છે, તે નોંધપાત્ર છે. તેઓએ જણાવ્યું છે કે ગુજરાત પ્રાંતમાં રાજકીય દૃષ્ટિએ જોઈએ તો એકંદરે શાંતિ અને વ્યવસ્થા જળવાયાં હતાં; વેપાર-ઉદ્યોગોનો વિકાસ થયો હતો; સુતરાઉ કાપડ અને ગળીની નિકાસથી ગુજરાતનું નામ મશહૂર બન્યું હતું અને આંતરરાષ્ટ્રીય બજારોમાં તેનાં મુખ્ય નગરો પ્રખ્યાત બન્યાં હતાં. મુઘલ શાસકોએ શહેર, નગર કે ગ્રામ જીવનમાં કોઈ અવરોધ કર્યો હોય કે નિર્દયી કૃત્યો કર્યાં હોય તેવું જણાતું ન હતું. લોકો શાંતિથી પોતાનો વ્યવસાય કરી શકતા. તેમના આ નિષ્કર્ષને ઇટાલીથી આવેલા પ્રવાસી પિએટ્રા ડેલ્લા વેલ, જે મુઘલ સમ્રાટ જહાંગીરના સમયમાં ઈ.સ.૧૯૨૩માં ગુજરાતમાં આવ્યો હતો, તેણે લખેલા પ્રવાસ અહેવાલથી સમર્થન મળે છે. અલબત્ત, ઔરંગઝેબ જેવાના સમયમાં ધાર્મિક અસહિષ્ણુતા અંગે ફરમાનો બહાર પડાયાં હતાં તે અપવાદરૂપ ગણી શકાય. બિન-મુસ્લિમો પાસેથી જઝિયા વેરો લેવાના કાર્ય સિવાય, પ્રસ્તુત ફરમાનોનો અમલ કરાતા હશે કે કેમ તે વિચારવા જેવો મુદ્દો છે. સુરત ખાતેની અંગ્રેજોની કોઠીના વહીવટકર્તાઓના ઇંગ્લેન્ડમાં પોતાના માલિકો સાથે થયેલા પત્રવ્યવહારમાં અને અન્ય દફતરોમાં-નોંધોમાં, ગુજરાતમાં સમ્રગ ૧૭મી સદી દરમિયાન પરિસ્થિતિ શાંત રહી હતી અને વેપાર-વાણિજ્યનો વિકાસ થયો હતો તેવી છાપ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.
પથિક ત્રૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૪૭
For Private and Personal Use Only