SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રો.કોમિસારિત પોતે કબૂલે છે કે તેમના બે ગ્રંથની રચના સમય દરમિયાન અમદાવાદ જેવી એક છે સમયની મુસ્લિમ શાસનની રાજધાનીમાં જયાં ઉપયોગિતાવાદી હિતો જે નજરે પડતાં હતાં, ત્યાં પોતે ‘એકલો જાને રે' જેવી મૂંઝવણ પોતાના કામ માટે અનુભવતા રહ્યા. વધુમાં તેઓ કહે છે કે “મારા આ સ્વયં-લાદેલા કાર્ય” બાબતમાં મારી પદ્ધતિ અને પ્રયાસો અંગે ચર્ચા કરી શકું અથવા જેમની સાથે વિચારવિમર્શ કરી શકે એવી માત્ર થોડીક જ વ્યકિતઓ હતી. જે મહાનુભાવોએ તેમને પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યાં તેઓ જુદા જુદા ક્ષેત્રના અને વ્યવસાયી પ્રવૃત્તિઓવાળા હતા. તેમાં એક હતા ગુજરાતમાં લગભગ ઈ.સ. ૧૮૮૯ થી ખ્રિસ્તી મિશનરી પ્રવૃત્તિ કરનાર ડો. જ્યોર્જ પી. ટેલર. ‘તેઓ મુસ્લિમ સિક્કાઓના અભ્યાસી અને નિષ્ણાત હતા અને ન્યુમિસમેટિક સોસાયટી ઓફ ઇન્ડિયા” ના પ્રમુખ હતા. તેમનું અવસાન ૧૯૨૧માં થતાં પ્રો.કોમિસારિયેતે ગુજરાતના ઇતિહાસના ઊંડા અભ્યાસી અને વિવેચકની મદદ અને માર્ગદર્શન-સલાહ ગુમાવ્યો તે બદલ અફસોસ વ્યક્ત કર્યો હતો. બીજી વ્યક્તિ હતી ઇતિહાસપ્રેમી મિત્ર પાલનપુર રાજયના નવાબ સર તોલે મુહમ્મદખાન (ઈ.સ. ૧૯૧૯-૧૯૪૮). તેમણે પ્રો.કોમિસારિયેતના બે ગ્રંથોની રચનામાં વિશેષ રસ બતાવ્યો હતો. આ ઉપરાંત સર ઇ.ડેનિસન રીસ, જેઓ પ્રથમ ગ્રંથના સમયમાં લંડનની સ્કૂલ ઑફ ઓરિએન્ટલ સ્ટડીઝમાં નિયામક તરીકે હતા તેમની સાથે પ્રો.કોમિસરિતે પોતાના સંશોધન કામ માટે ઘણો પત્રવ્યવહાર કર્યો હતો. એ નોંધવું જોઈએ કે આ બંને વિદ્વાનો એક બીજાને રૂબરૂમાં ક્યારેય મળ્યા ન હતા ! છતાં ડે. રોસે પહેલા ગ્રંથની પ્રસ્તાવના લંડનથી લખીને (૧૪ સપ્ટેમ્બર, ૧૯૩૮) મોકલાવી હતી. તેમાં તેમણે ગ્રંથ અને લેખકના પ્રયાસોની પ્રશંસા કરી પ્રોત્સાહન આપ્યું હતું. અત્રે એ પણ નોંધવું યોગ્ય ગણાશે કે ડૉ.રોસે કલકત્તા મસાના ગ્રંથાલયમાંથી હજી-અલ-દબીર લિખિત ‘ઝફર-અલ-વલીહ બી મુઝફફર વ અલીહ' (ભારતના ઇતિહાસને લગતી) નામની અરબી ભાષામાં લખાયેલી કિંમતી હસ્તપ્રત શોધી કાઢી હતી અને તેને “એન અરેબિક હિસ્ટરી ઑફ ગુજરાત’ નામ સંપાદિત કરી ત્રણ ગ્રંથોમાં પ્રસિદ્ધ (૧૯૧૦, ૧૯૨૧ અને ૧૯૨૯) કરી હતી. પ્રો.કોમિસારિત. આ કૃતિનો ઉપયોગ ગુજરાતના અરબોના ઇતિહાસ સંબંધી લેખો લખવામાં કર્યો હતો. આ ઉપરાંત તેમણે મુસ્લિમ, મુઘલ અને મરાઠાકાલીન ગુજરાતના લેખન માટે જે જે આધાર-સામગ્રીનો ઉપયોગ કર્યો છે તેનો પહેલા અને બીજા ગ્રંથમાં આપેલી ગ્રંથસૂચિ પરથી જોઈ શકાય છે. એ જોતાં લાગે છે કે લેખકે વિપુલ સામગ્રી આધાર લઈ ચિંતન કરીને ભારે મહેનત લઈ ત્રણ ગ્રંથો તૈયાર કર્યા હતા. પ્રો. કોમિસારિયેતને ગુજરાત કોલેજમાં તેમના જ સાથી પ્રાધ્યાપક વિદ્યાવ્યાસંગી પંડિત કેશવ હર્ષદ ધ્રુવ પાસેથી ગુજરાતી ગ્રંથોની માહિતી પ્રાપ્ત થઈ હતી. પોતાના સંશોધન માટે તેમણે સંખ્યાબંધ પોર્ટુગીઝ, ડચ અને અંગ્રેજી આધારસામગ્રીની માહિતી મેળવી અને તેનો સાવચેતીપૂર્વક ઉપયોગ કર્યો. પોર્ટુગીઝ સાધનસામગ્રીનો ગુજરાતના ઇતિહાસ માટે ઉપયોગ કરનાર તેઓ પ્રથમ હતા. વિગતો અને તેનાં સાચાં પ્રમાણોની ચીવટાઈપૂર્વક ચકાસણી કરવા મૂળ સંદર્ભગ્રંથોનું કાળજીપૂર્વક વાચન, અધ્યયન અને પછીથી તારવણી કાઢતા. માહિતી માટે આધારભૂત પ્રમાણો જોવા મળે તો તેનો ઉલ્લેખ નમ્રતાપૂર્વક કરવા જેટલી નિખાલસતા તેઓએ દર્શાવી છે. એમ છતાં માહિતીનો હકીકત તરીકે સ્વીકાર ન થઈ શકે એવું સ્પષ્ટ કહેવાની પણ નીડરતા બતાવી હતી. માહિતી મેળવવા તેઓ ગૂજરાત વિદ્યાપીઠના પુરાતત્ત્વ ખાતાની વારંવાર મુલાકાત લેતા. મુની જિવિજયજી અને માનનીય વિદ્વાન પ્રોફે. રસિકલાલ પરીખ સાથે તેઓ વિચારવિમર્શ કરતા. તેઓ સંશોધન માટે વારંવાર જૈન સાધુઓ પાસે જતા અને પોર્ટુગીઝ પાદરીઓને પણ મળતા. ઉર્દૂ, ફારસી અને અરબી ગ્રંથોનો નિષ્ઠાપૂર્વક અભ્યાસ કરવા અમદાવાદમાં પીરમશા રોજામાં જતા. - અમદાવાદની માઉન્ટ કારમેલ શાળાના સ્પેનિશ પાદરીઓ સાથે સંપર્ક ધરાવતા અને સ્પેનિશ ભાષામાં લખાયેલા ગ્રંથો સમજવાની કોશિશ કરતા. પ્રો કોમિસારિયેતે શાંતિદાસ ઝવેરીના વારસદારોને રૂબરૂમાં મળી મુઘલ પથિકનૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ર૦૦૩ ૦ ૪૬ For Private and Personal Use Only
SR No.535516
Book TitlePathik 2003 Vol 43 Ank 10 11 12
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2003
Total Pages168
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy