________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૨૪-૧૮૦૦) અને સત્તા માટે તેમના શાહજાદાઓ વચ્ચેની હરીફાઈ, ભરૂચ, ખંભાત અને રાધનપુરના નવાબની પોતાની સત્તા અને અસ્તિત્વ ટકાવી રાખવા માટેનો સંઘર્ષ, મરાઠા આગેવાનો અને સરદારોમાં વધતા જતા આંતરિક ઝઘડા, ગુજરાતમાં અંગ્રેજ-મરાઠાઓ વચ્ચે યુદ્ધ, ગુજરાતમાં પેશવાઓના શાસનનો છેલ્લો તબક્કો, અમદાવાદ પર અંગ્રેજોએ મેળવેલો કબજો તથા ઉત્તર ગુજરાતમાં સામાજિક અને આર્થિક સ્થિતિ (ઈ.સ. ૧૭૮૦૧૮રી દરમિયાન) જેવી બાબતોનો સમાવેશ થાય છે. સંશોધન માટેની ભૂમિકા :
| ગુજરાતના પ્રાચીન અને મધ્યકાલીન રજપૂત સમયના ઇતિહાસ માટેની સામગ્રીમાં ઍલેકઝાંડર કિન્લોક ફૉર્બ્સ સંપાદિત કૃતિ સહુ પ્રથમ લંડનમાં ૧૮૫૬માં “રાસમાળા અથવા હિન્દુ એનાલ્સ ઑફ ધ પ્રોવીન્સ ઓફ ગુઝરત ઇન વેસ્ટર્ન ઇન્ડિયા” નામે પ્રકાશિત થયેલી. તે પછી લેખિત સામગ્રી તથા સિક્કાઓ, તામ્રપત્રો અભિલેખો તથા પુરાવશેષીય સ્મારક ઇમારતો વગેરે જાણકારીમાં વધારો થતો રહ્યો અને તે પરથી ઇતિહાસ લખવાની પ્રવૃત્તિઓ થતી રહી. પરંતુ અનુરજપૂતકાલીન ઇતિહાસ માટે પૂરતા પ્રમાણમાં સર્વગ્રાહી કે વિવેચનાત્મક સ્વરૂપવાળી કહી શકાય તેવી એક પણ ઇતિહાસ-કૃતિ જોવામાં આવતી ન હતી ! પ્રો. કોમિસારિયેતે આ મોટી ઊણપ જોઈ. તેઓએ એમ પણ જોયું કે આવી કૃતિઓ હોય તો તેનો ઉપયોગ શિક્ષિત લોકો તથા ગુજરાતના જિલ્લાઓમાં દૂર દૂરના ભાગોમાં નિમાયેલા સરકારી અધિકારીઓ પોતાની જાણ કે માહિતી માટે કરી શકે. આથી તેમણે આ ખામી દૂર કરવા વિચાર્યું. તેમણે તેમના ગુજરાત કોલેજના વિદ્યાર્થીઓના જ્ઞાનની ચકાસણી કરતાં એ પણ જોયું કે વિદ્યાર્થીઓ દિલ્હી, આગ્રા અને બીજાં ઐતિહાસિક સ્થળોના ૧૫, ૧૬ અને ૧૭મી સદીના ઇતિહાસ અને સ્થાપત્યોની જાણકારી વધુ ધરાવે છે, પણ આ સમયના પોતાના પ્રદેશના ઇતિહાસ વિશે કશું વધુ જાણતા નથી.
પ્રો. કોમિસારિત એ પણ જોયું કે ગુજરાતના શિક્ષિત લોકોને “બોમ્બ ડિસ્ટ્રિક્ટ ગેઝેટિયર્સના ગ્રંથોમાં કે “આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાનાં કીમતી પ્રકાશનોમાં આપવામાં આવેલી, અમદાવાદ જેવા રાજધાની શહેરમાં અને ગુજરાતનાં અન્ય નગરોમાં જોવા મળતી અનુપમ સ્થાપત્યકીય અવશેષીય બનેલી ઇમારતોની જાણકારી મેળવવાનો ફાજલ સમય નથી કે સગવડ નથી. તેથી તેમણે સંકલ્પ કર્યો કે જેને શુદ્ધ ઐતિહાસિક બનાવો કે હકીકતો કહી શકાય તેનો અને ગુજરાત પ્રદેશના મહત્ત્વના સ્થાપત્યકીય ઇમારતી અવશેષોનો અભ્યાસ કરવો અને તેમાં આ વિષય પર ફર્ગ્યુસન, જે. બર્જેસ અને એચ. કઝિન્સ જેવા વિદ્વાનોની કૃતિઓનો અભ્યાસ પણ સમાવિષ્ટ કરવો. આમ લેખકની ગુજરાતનો મધ્યકાલીન મુસ્લિમ સમયનો મરાઠાઓ સુધીનો ઇતિહાસ લખવા માટેની ભૂમિકા સર્જાઈ. સંશોધન માટે પ્રેરણા અને પદ્ધતિ :
એમ જણાય છે કે પ્રો.કોમિસારિત આ પ્રકારનો ઇતિહાસ લખવા માટેનું ચિંતન ૧૯૧૮ના અરસામાં શરૂ કર્યું હતું. અને ત્યારથી કામનો આરંભ કર્યો હતો. સમય જતાં એકત્રિત થયેલી ઐતિહાસિક સાધન-સામગ્રી પરથી લખાણ શરૂ થયું. લખતાં લખતાં તેમણે જોયું કે, પહેલા ગ્રંથનું કદ તેમણે ધારેલું એવી રીતે વધતું જાય છે. છતાં કામ ચાલુ રાખ્યું. તેઓ કહે છે કે તેમની ચાલુ અન્ય ફરજોમાંથી જે સમય ફાજલ મળતો તે સમયમાં તેઓ લેખનપ્રવૃતિ કરતા રહ્યા. આમ વીસ વર્ષની ભારે સાધના બાદ તેમણે બે ગ્રંથોનું આયોજન કરી તેનું લેખનકામ પૂરું કરી તેની પ્રકાશન માટેની હસ્તપ્રત તૈયાર કરી લીધી. પહેલો ગ્રંથ ૧૯૩૮ ના જાન્યુઆરીમાં પ્રસિદ્ધ થયો. બીજા ગ્રંથની હસ્તપ્રત તૈયાર હતી છતાં તેનું પ્રકાશન લગભગ વીસ વર્ષે એટલે કે ૧૯૫૭ના સપ્ટેમ્બરમાં થઈ શક્યું.
પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ર૦૩ ૦ ૪૫
For Private and Personal Use Only