SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને પરિષદની પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લીધો હતો. ગુજરાતી સાહિત્ય પરિષદના, સને ૧૯૪૧માં ભરાયેલા અંધેરી અધિવેશનમાં ઇતિહાસ વિભાગનું પ્રમુખપદ તેમણે શોભાવ્યું હતું. ઇન્ડિયન હિસ્ટરી કોંગ્રેસનું ૧૭મું અધિવેશન અમદાવાદમાં યોજાયું ત્યારે પ્રાદેશિક ઇતિહાસના પ્રમુખ તરીકે તેઓની વરણી કરવામાં આવી હતી. મુંબઈ યુનિવર્સિટીએ તેઓને ઠક્કર માધવજી વસનજી વ્યાખ્યાનો માટે આમંત્રીને, તેમનું બહુમાન કર્યું હતું. વડોદરા શહેરે સને ૧૯૬૮માં તેમનો અમૃત મહોત્સવ ઉજવીને જાહેર સન્માન યુનિવર્સિટીના કુલપતિ સ્વ. ડોલરરાય માંકડના પ્રમુખ સ્થાને કરેલું. પ્રો. કામદાર ઇતિહાસ વિશે પોતાનો સ્વતંત્ર ખ્યાલ ધરાવતા હતા. તેઓ માનતા હતા કે ઇતિહાસની રજૂઆત કથાસ્વરૂપે થવી જોઇએ. ઇતિહાસકાર બહુશ્રુત કલ્પનાશીલ, ભૂતવર્તમાન-ભવિષ્ય ત્રણેય સમયના પ્રવાહ ઉપર દૃષ્ટિ ફેંકી શકે એવો હોવો જોઇએ. તે સમયની અનેક ઘટનાઓને આડાઅવળા વાંકાચૂકા, અટવાયેલા તારોના તાણાવાણાઓનું મૂલ્યાંકન કરે છે. તેઓ માનતા હતા દફતરો, શિલાલેખો, સિક્કાઓ, સાલવારીઓ, રોજનીશીઓ, આદિ સમૃદ્ધિઓ એ ઇતિહાસનાં હાડ-ચામડી-મજ્જા-માંસ છે. આ બધાને એક તાંતણે પરોવવા માટે ઇતિહાસકાર પાસે પોતાની અલાયદી શૈલી હોવી જોઈએ, કલ્પના હોવી જોઇએ. ઇતિહાસનું સાહિત્ય સર્જનાત્મક Creative હોવું જોઈએ એમ તેઓ સ્પષ્ટપણે માનતા હતા. ઇતિહાસની કથા તેમને મન રાજરમતની કથા છે. સમાજનાં પરિબળો રાજરમતનાં સમાઈ જતાં હોવાથી એ પરિબળો દ્વારા નીપજતી રાજરમતો એ જ ઇતિહાસઘટના છે. સ્વાતંત્ર્યોત્તર ભારતનો ઇતિહાસ આધુનિક સંશોધનોને આધારે ભારતીય દષ્ટિએ સળંગસૂત્રાત્મક રીતે નવેસરથી લખાવો જોઈએ એમ તેઓ માનતા હતા. આ રીતે પ્રાદેશિક ઇતિહાસ પણ-ખાસ કરીને ગુજરાતનો ઇતિહાસ પણ નવેસરથી લખાવો જોઇએ. એ માટે તેઓએ વખતોવખત યોજનાઓ સરકાર તેમજ યુનિવર્સિટીઓ સમક્ષ રજૂ કરી હતી. તેમણે સૂચવેલા ભારતીય અને ગુજરાતના ઇતિહાસનું નવેસરથી મૂલ્યાંકન અને આલેખન કરીને જ આપણે તેઓને સાચી શ્રદ્ધાંજલિ આપી શકીએ. ગુજરાતમાં લગભગ અર્ધસદી સુધી ઇતિહાસ અને ઇતિહાસવિદ્યાની પ્રતિષ્ઠા કરનાર પ્રો. કામદારનું ૮૬ વર્ષની વયે ૨૫, નવે., ૧૯૭૬ના રોજ વડોદરા મુકામે થયું હતું. સ્વ. પ્રા. ડૉ. ભોગીલાલ સાંડેસરા એમનો જન્મ ઉત્તર ગુજરાતના સંડેર તા. પાટણમાં તા. ૫-૪-૧૯૧૫ માં થયો હતો. લેઉઆ પાટીદાર કુટુંબમાં જન્મજાત સંશોધક આ બાલ વિદ્વાને તદ્દન નાની વયથી મુનિશ્રી ચતુરવિજયજી અને એમના શિષ્ય શ્રી પુણ્યવિજયજી મહારાજ પાસે સંસ્કૃત અને પ્રાકૃતનો અભ્યાસ કરતાં કરતાં સંશોધનક્ષેત્રે લેખો તેમજ ગ્રંથોનું પ્રકાશન શરૂ કર્યું હતું. આ સાથે મૅટ્રિક્યુલેશન અભ્યાસ પાટણમાં અને કૅલેજમાં તથા અનુસ્નાતક અને પીએચ.ડી. સુધીનો અભ્યાસ અમદાવાદમાં કર્યો હતો. ૧૯૩૫ થી ૧૯૩૭ “પ્રજાબંધુ' (સાપ્તાહિક)ના તંત્રી વિભાગમાં એમણે ‘ગુજરાત સમાચાર'ના તંત્રી-લેખો લખ્યા હતા. સંશોધનક્ષેત્રે તો ઠીક, વર્તમાનપત્રકારત્વને ક્ષેત્રે પણ સિદ્ધિ મેળવી. એમ.એ. થતાંની સાથે ભો.જે. વિદ્યાભવનના અનુસ્નાતક વિભાગમાં ૧૯૪૩માં અધ્યાપક થયા અને ત્યાં જ અધ્યાપનકાર્ય સાથે પીએચ.ડી. થવાની સિદ્ધિ મેળવી હતી. ૧૯૫૧માં વડોદરા યુનિ.માં ગુજરાતીના અધ્યાપક તરીકે નિમાયા, સને ૧૯૫૮માં તો પ્રાચ્યવિદ્યામંદિરના નિયામકની પણ સેવા સ્વીકારી, અને સ્વાધ્યાય તથા જર્નલ ઑફ ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટના સંપાદક તરીકેની જવાબદારી પણ સ્વીકારી. ઉપરાંત સંસ્કૃત તેમજ મધ્યકાલીન ગુજરાતીના મહત્ત્વના ગ્રંથો પ્રકાશિત કરતા રહ્યા. એમને અમદાવાદની ગુજરાત સાહિત્યસભા તરફથી સુપ્રસિદ્ધ “રણજિતરામ સુવર્ણચંદ્રક' (૧૯૫૨) તથા નર્મદસાહિત્ય સભા સુરત તરફથી ‘નર્મદ સુવર્ણચંદ્રક' પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૧૫૬ For Private and Personal Use Only
SR No.535516
Book TitlePathik 2003 Vol 43 Ank 10 11 12
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2003
Total Pages168
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy