________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯૬૪) પણ મળ્યો હતો.
૧૯૮૭-૮૯ બે વર્ષ માટે એમણે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખની જવાબદારી અદા કરી.
ડૉ. ભોગીલાલ સાંડેસરાના તપોમય અને તેજોમય સંશોધનનો પરિપાક એટલે ‘ઇતિહાસની કેડી' અને સંશોધનની કેડી'આ સંશોધન લેખોમાં તેમનો સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, મધ્યકાલીન ગુજરાતી ભાષા અને સાહિત્ય, તેમજ ઇતિહાસનો ઊંડો અભ્યાસ પ્રતિબિંબિત થાય છે. આ બન્ને સંગ્રહોના તેમના વિવિધ વિષયો પરના લેખો તેમની બહુશ્રુત ફલદાયી વિદ્વત્તાનો પરચો કરાવે છે.
ઇતિહાસ અને પુરાતત્ત્વ વિષયક લેખોનો તેમનો પ્રથમ સંગ્રહ ‘ઇતિહાસની કેડી' છે. આ સંગ્રહમાં ૧૪ લેખો છે, જેમાં પાટણ, પાટણના ગ્રંથભંડારો, હેમચંદ્રાચાર્યનું શિખ્યમંડળ, ગુજરાતમાં સંસ્કૃત નાટક, પ્રબન્ધ ચિન્તામણિ, દેવમંદિરોમાં ભોગાસનનાં શિલ્પ, કામદેવની મૂછ, ગુજરાતનાં સ્થળનામો, પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં ‘ગુજરાત’ના ઉલ્લેખો, આપણું લોકવાર્તા વિષયક પ્રાચીન સાહિત્ય, નરસિંહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય, આયુર્વેદનું સંશોધન, પ્રાચીન ભારતમાં વિમાન, અને કુત્રિકાપણ અર્થાત્ પ્રાચીન ભારતના જનરલ સ્ટોર્સ-નો સમાવેશ કરવામાં આવ્યો છે.
પાટણની રાજકીય અને સાંસ્કૃતિક ચડતી પડતીની વિગતો આ પુસ્તકના પ્રથમ લેખમાં આપેલી છે. તેઓ કહે છે : સંસ્કૃત વિદ્યાનું કેન્દ્રસ્થાન પાટણ હતું અને ગુજરાતનું શ્રેષ્ઠ સંસ્કૃત સાહિત્ય પાટણમાં જ લખાયેલું છે. પાટણના સમૃદ્ધ જૈન ગ્રંથભંડારીની વિગતો એમણે પાટણના ગ્રંથભંડારો' લેખમાં આપી છે. પાટણના આ ગ્રંથભંડારોમાં ધાર્મિક ગ્રંથો ઉપરાંત વ્યાકરણશાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર, સંગીતશાસ્ત્ર, નૃત્યશાસ્ત્ર,
જ્યોતિષશાસ્ત્ર, વૈદકશાસ્ત્ર ઇત્યાદિનું વર્ણન કરીને તેઓએ જણાવ્યું છે કે અપભ્રંશ અને પ્રાચીન ગુજરાતીનું જે વિશાળ સાહિત્ય એ ભંડારોમાં પડ્યું છે તે ગુજરાતના સેંકડો વિદ્વાનોને સદીઓ સુધી સંશોધન માટેનો ખોરાક પૂરો પાડી શકે એમ છે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું શિષ્યમંડળ' લેખમાં રામચંદ્ર, ગુણચંદ્ર મહેન્દ્રસૂરિ, વર્ધમાનગણિ, દેવચન્દ્ર, ઉદયચન્દ્ર, ઇત્યાદિનો પરિચય કરાવ્યો છે. ગુજરાતમાં રચાયેલાં સંસ્કૃત નાટકો અંગેની માહિતીપૂર્ણ વિગતો “ગુજરાતમાં સંસ્કૃત નાટક' લેખમાં નાટકોના સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્યમાં આપેલી છે. નોંધપાત્ર બાબત એ છે કે સલ્તનતકાલમાં પણ ગુજરાતમાં સંસ્કૃત નાટકો લખાતાં હતાં અને ભજવાતાં હતાં, જેમાં “ગંગાદાસપ્રતાપવિલાસ' ધર્મવિજય’ ‘પાખંડખંડન’ અને ‘ગોપાલકેલિચન્દ્રિકા' ઉલ્લેખપાત્ર છે. શ્રીમેરતુંગાચાર્ય વિરચિત પ્રબન્ધચિંતામણિ પ્રબંધની રાજકીય અને સાંસ્કૃતિક વિગતો એમણે ‘પ્રબન્ધચિંતામણિ' લેખમાં આપેલી છે. હિંદુમંદિરોમાં કંડારાયેલાં કામશિલ્પોની રસિક વિગતો એમણે ‘દેવમન્દિરોમાં ભોગાસનોનાં શિલ્પ' લેખમાં આપી છે. શરીર ધારણ ન કરનાર અનંગ એટલે કામદેવને મૂછ હોય કે નહીં ? એ વિષયની ચર્ચા એમણે “કામદેવની મૂછ લેખમાં કરી છે. ગુજરાતનાં શહેરો અને ગામોની વ્યુત્પત્તિ, વિશેષ કરીને એ નામોનાં પદાન્તોની વ્યત્પત્તિની માહિતીસભર વિગતો “ગુજરાતનાં સ્થળનામો' લેખમાં આપેલી છે. આ પુસ્તકના એક લેખમાં તેમણે પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં
ગુજરાત'ના ઉલ્લેખોની વિગતો આપેલી છે. લેખના અંતભાગમાં તેમણે અનુમાન તારવ્યું છે કે “ગુજરાત' એ નામ વિક્રમના અગિયારમા શતકમાં મૂળરાજ સોલંકીના રાજયકાળ દરમિયાન પ્રચારમાં આવ્યું હોવું જોઈએ. લોકવાર્તાવિષયક પ્રાચીન સાહિત્યનો તુલનાત્મક અભ્યાસ તેમણે “આપણું લોકવાર્તાવિષયક પ્રાચીન સાહિત્ય'માં રજૂ કર્યો છે. એ પછીના લેખમાં તેમણે નરસિંહ પૂર્વેના ગુજરાતી સાહિત્યની વિગતો ચર્ચેલી છે. ભારતીય વૈદકપદ્ધતિની વિગતો એમણે ‘આયુર્વેદ સંશોધન લેખમાં આપેલી છે. લેખના અંતે આયુર્વેદના પુનરુદ્ધાર અને પુન:પ્રતિષ્ઠા માટે કેટલાંક નોંધપાત્ર સૂચનો કર્યા છે જે ઘણાં ઉપયોગી છે. પ્રાચીન ભારતમાં વિમાન” લેખમાં તેમણે રામાયણ, મહાભારત, પુરાણો, જાતકકથાઓના ઉલ્લેખોના આધારે વાયુયાનની રસિક વિગતો આપેલી છે. આ પુસ્તકનો છેલ્લો લેખ “ત્રામા' એટલે કે પ્રાચીન ભારતના જનરલ સ્ટાર્સ' અંગેનો છે. રાજગૃહમાં
પથિક • સૈમાસિક – જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૧૫૭
For Private and Personal Use Only