________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખંડ ૪ માં બૌદ્ધ મૂર્તિઓની વિગતો આપી છે. ગુજરાતમાં નવમા-દસમા સૈકા સુધી બૌદ્ધ સંપ્રદાય પ્રચલિત હતો તેને લગતી સંક્ષિપ્ત વિગતો આપી છે. પછી ધ્યાની બુદ્ધ, માનુષી બુદ્ધો, બુદ્ધ શક્તિઓ, બોધિસત્ત્વો અને દેવી તારાની મૂર્તિઓના લક્ષણ આપવામાં આવ્યાં છે.
આ ગ્રંથ ૧૯૬૩માં ગુજરાત વિદ્યાસભા દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો. ગુજરાતની યુનિવર્સિટીઓના ઇતિહાસ-સંસ્કૃતિ વિષયના ઉચ્ચ અભ્યાસક્રમમાં આ ગ્રંથનો સમાવેશ કરવામાં આવ્યો. આ ગ્રંથને ગુજરાત રાજ્યના પુરાતત્ત્વ ખાતા દ્વારા ૧૯૯૩માં પુનઃમુદ્રિત કરવામાં આવ્યો. જે તેની લોકપ્રિયતા દર્શાવે છે.
સરસ્વતી પુરાણને આધારે એમણે સિદ્ધસરસહસ્ત્રલિંગનો ઇતિહાસ ૧૯૩૫માં પ્રગટ કર્યો. તે પછી તેઓ ગુજરાતના પ્રાચીન સાહિત્ય, સ્થાપત્ય, શિલ્પ વગેરે વિવિધ પુરાતત્ત્વના પરિચય તથા સંશોધન વિશે અનેક ગણનાપાત્ર લેખોનું પ્રદાન કરતા રહ્યા.
સરસ્વતી પુરાણના સંપાદન તથા અનુવાદ (૧૯૪૦) દ્વારા સારસ્વત મંડલના પુરાતત્ત્વને પ્રકાશમાં લાવીને એમણે વડનગર, રુદ્રમહાલય, સરસ્વતી તીર વગેરે વિશે પણ પુસ્તક લખ્યાં છે.
વડનગર' નામનો ગ્રંથ સયાજી બાળજ્ઞાનમાળા : પુષ્પ ૧૪૯ તરીકે ૧૦-૯-૧૯૩૭માં પ્રગટ થયેલ. ઇતિહાસ પુરાતત્ત્વના અભ્યાસમાં સ્થાનિક ઇતિહાસની આવશ્યક્તા ઘણી જ રહે છે. ઇતિહાસ પુરાતત્ત્વના અભ્યાસુ - સંશોધકોને પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડે તે પ્રકારનો આ ગ્રંથ છે. જેમાં વડનગરના ઐતિહાસિક સાધનોથી શરૂઆત કરીને પુરાણો, શિલાલેખો, લોકસાહિત્ય વગેરેને આધારે વડનગરની સ્થાપના અને સ્થાનની વિગતો આપી છે. સાથે રાજકીય ઇતિહાસ, પ્રસિદ્ધ પુરુષો, જોવાલાયક સ્થળો ઉપરાંત વર્તમાન સમયનું વડનગરનું આલેખન આધારો સહિત રજૂ કર્યું છે.
ક ભા. દવેનું ૧૯૬૩માં શ્રી સયાજી સાહિત્યમાળાના ઉપક્રમે “અંબિકા, કોટેશ્વર અને કુંભારિયા નામે પુસ્તક પ્રગટ થયું. જેમાં ગાયકવાડી સત્તા હેઠળના ત્રણ પ્રસિદ્ધ તીર્થસ્થાનોનું માહાભ્ય વર્ણવવામાં આવ્યું છે. અહીં ‘અર્બદ પર્વત અને અબૂદક્ષેત્રનું ઐતિહાસિક અવલોકન કર્યા બાદ આરાસુર કે આરાસણનગરની પ્રાચીનતા અને સ્થાન અંગે વિશદ ચર્ચા કરી છે. ત્યારબાદ કુંભારિયાના જૈન કલામય પ્રાસાદોનો પરિચય આપ્યો છે. તે પછી ભગવતી અંબાભવાની વિશેની પૌરાણિક અને લોકકથાઓ અંગેની માહિતી આપ્યા બાદ યાત્રાધામ તરીકે અંબાજીનું મહત્ત્વ દર્શાવ્યું છે. સાથે રાજકીય પ્રવાહો તથા ચંડિકાશ્રમ માહાભ્ય અને નાગતીર્થ માહાત્મના મૂળ સંસ્કૃત પાઠનું ગુજરાતી ભાષાન્તર આપી આ પુસ્તકને લોકભોગ્ય બનાવવામાં આવ્યું છે. ત્રણ સ્થાનોના સંયુક્ત અભ્યાસમાં પારસ્પરિક ભૌગોલિક, પૌરાણિક, ઐતિહાસિક અને પુરાતત્ત્વીય સંબંધોની ખૂટતી કડીઓ જોડવાની ઊંડી અધ્યયન-સંશોધન પદ્ધતિના દર્શન થાય છે.
જીવનના છેલ્લા દિવસોમાં પણ એઓએ “શ્રી ગોવર્ધનધારી મંદિર” શીર્ષક હેઠળ તે મંદિરના સ્થાપત્ય અને મૂર્તિવિધાન વગેરે માટે ગ્રંથ લખવાનું શરૂ કરેલું, જે અધૂરું રહેતાં એમની નોંધો ઉપરથી એમના પુત્ર શ્રી સુરેશચંદ્ર દવેએ આ કાર્ય પૂરું કરેલું.
સંસ્કૃતના ઊંડા અભ્યાસી અને યાજ્ઞિકી વ્યવસાયના કર્મઠ વિદ્વાન બ્રાહ્મણ તથા મૂર્તિવિધાનના ક્ષેત્રે ગુજરાતને ગૌરવ અપાવનાર, પુરાતત્ત્વ અને ઇતિહાસના સમર્થ અભ્યાસી શ્રી કનૈયાલાલ દવેનું પાટણ મુકામે તા. ૧૫-૭-૧૯૬૯ના રોજ અવસાન થયું.
પાટણ ગુજરાતનું પ્રાચીન પાટનગર છે એ નગરે ગુજરાતના પ્રાચીન ઇતિહાસ-સંશોધન ક્ષેત્રે શ્રી રામલાલ ચુનીલાલ મોદી, ડૉ. ભોગીલાલ જયચંદ સાંડેસરા, અને શ્રી કનૈયાલાલ ભાઈશંકર દવે જેવા પુરાતત્ત્વવિદો દ્વારા પ્રદાન કર્યું છે એ નોંધપાત્ર છે.
પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૧૫૪
For Private and Personal Use Only