________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લઘુગ્રંથ પ્રગટ કરેલો. ‘પથિક’ દ્વારા ૧૯૬૮ થી ૧૯૭૨ દરમ્યાન ચાર ભાગમાં બહાર પાડવામાં આવેલ. “સૌરાષ્ટ્ર” અંકમાં એમનું ઘણું યોગદાન હતું એમના નોંધપાત્ર સંશોધનોમાં (૧) ‘ઘુમલી' (કુમાર, જુલાઇ, ૧૯૭૨) અને પુરાતન રજતગ્રંથ, (પોરબંદર, ૧૯૮૦) (૨) સૌરાષ્ટ્રનાં ગુફાગૃહો' (કુમાર, ઑક્ટો. ૧૯૭૯) (૩) ભુવનેશ્વરની બે પ્રાફ્સોલંકી દેરીઓ. (સ્વાધ્યાય, પુ. ૧૦ અંક ૩, મે, ૧૯૭૩) (૪) બરડાપ્રદેશમાં ત્રણ મંદિરો, (સ્વાધ્યાય, ઑગ. ૧૯૭૧) (૫) ભારતીય શિલ્પ-સ્થાપત્ય-દેવાલયો', (પથિક, ડિસે., ૧૯૮૫) ને ગણાવી શકાય. આ ઉપરાંત ગુજરાત ઇતિહાસ પરિષદના પ્રમુખ તરીકે ૧૯૮૦ થી ૮૨ના બે વર્ષ માટે સેવાઓ આપી હતી. સુરત મુકામે ૧૧મા અધિવેશનમાં ‘માનવ સભ્યતા, ઇતિહાસ અને આપણે’ વિષય પર મનનીય વ્યાખ્યાન આપ્યું હતું.
વિદ્યાર્થીપ્રિય, સન્નિષ્ઠ શિક્ષક, ઇતિહાસ અને પુરાતત્ત્વના અભ્યાસી શ્રી મણિભાઈનું ૯૧ વર્ષની વયે પમી ઑક્ટો., ૧૯૯૭ના રોજ પોરબંદર મુકામે દેહાવસાન થયું.
✰✰✰
પથિક ♦ ત્રૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ : ૧૫૨
For Private and Personal Use Only