________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેમાં લેખકે પોતાના સમયનો અને પોતાના કુટુંબનો ઇતિહાસ લખવા ધાર્યું હશે પણ પાછળથી તે વિચાર ફેરવી રાજપૂત રાજાઓ, મુસ્લિમ સુલતાનો, સૂબાઓ વગેરેના વૃત્તાંતો ઉમેર્યા છે. ઉપરાંત સોરઠ દેશની ભૂગોળ અને અગત્યનાં નગરોની સંક્ષિપ્ત છતાં સંપૂર્ણ કહી શકાય એવી માહિતી આપી છે. આ હસ્તલિખિત ગ્રંથની હસ્તપ્રતોના આધારે એક શુદ્ધ હસ્તપ્રત ફારસી ભાષામાં શ્રી શંભુપ્રસાદ દેશાઈએ તૈયાર કરી અને તેનું ગુજરાતી ભાષાન્તર પુસ્તક રૂપે પ્રગટ કર્યું. કુળ સંસ્કાર જેવી ફારસીની જાણકારી લેખકને અહીં કામ આવેલી જણાય છે.
‘સૌરાષ્ટ્રના ઇતિહાસની વાર્તાઓ” એ લેખકનો વાર્તા સંગ્રહ છે. સૌરાષ્ટ્રના ‘ફૂલછાબ’ દૈનિક ‘ઇતિહાસની આરસી' શીર્ષક હેઠળ એમની આ કથાઓ પ્રગટ થયેલી. જેમાં સૌરાષ્ટ્રના ઇતિહાસની સત્ય ઘટનાઓને અને સવિશેષ પ્રેમ, કરુણા, માનવતા, શૌર્ય અને સ્વાર્પણની કથાઓ આલેખી છે. તેમની વાર્તાના પુસ્તક “જગદંબા અને બીજી વાર્તાઓનો પચ્ચીસ ભાષાઓમાં અનુવાદ થયો છે. ગુજરાત ઇતિહાસ પરિષદ અને સૌરાષ્ટ્ર ઇતિહાસ પરિષદના પ્રમુખ તરીકે એમણે મનનીય પ્રવચનો આપ્યાં હતાં. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તેઓને ડિ.લી.ની પદવી એનાયત કરી હતી.
‘Arabic and Persian Inscriptions of Saurashtra' (જૂનાગઢ, ૧૯૮૦) પુસ્તકમાં ૭૦ જેટલા સૌરાષ્ટ્રના વિવિધ સ્થળોએ આવેલી મસ્જિદો અને રોઝાઓના ઈ.સ. ૧૧૯૫ થી ૧૮૪૭ સુધીના શિલાલેખોનો સંગ્રહ, પાઠ અને લિખ્યુંતર તથા નોંધ સાથે પ્રકાશિત કરેલ છે.
આમ શ્રી શંભુપ્રસાદ દેસાઈ ૧૯૬૦ પહેલાં જ ગુજરાત રાજયના પ્રથમ પંક્તિના કુશળ અને બાહોશ સાથે નીતિમાન અધિકારી હતા. તેઓ પ્રથમ પંક્તિના સાહિત્યકાર સાથે ઇતિહાસવિદ અને ફારસી ભાષાવિદ પણ હતા. સૌરાષ્ટ્રના ઇતિહાસના પ્રકાંડ વિદ્વાન શ્રી શંભુપ્રસાદ દેશાઈનું ૯૨ વર્ષની વયે એપ્રિલ, ૨૦૦૦ના રોજ જૂનાગઢ મુકામે દેહાવસાન થયું.
સ્વ. શ્રી મણિભાઈ વોરા
શ્રી મણિભાઈ વોરાનો જન્મ ૨૩, જાન્યુ. ૧૯૦૫ પોરબંદરમાં થયો હતો. માધ્યમિક અને ઉચ્ચશિક્ષણ પણ અહીં જ લીધું. ઇતિહાસ વિષયમાં સ્નાતકની પદવી મેળવીને પોરબંદરમાં જ શિક્ષક તરીકે જોડાયા. ઇતિહાસ સાથે સંકળાયેલ પુરાતત્ત્વ, સમાજશાસ્ત્ર, ધર્મ, દર્શનવિદ્યાનો પણ એમણે અભ્યાસ કર્યો હતો. સૌરાષ્ટ્રની સંતપરંપરા વિશે એમની પાસે અઢળક માહિતી હતી. તેઓ સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિ અને લોકકલાના પણ ચાહક હતા.
એમણે પોરબંદરનો સર્વગ્રાહી ખ્યાલ આવે એવી ‘પોરબંદર’ પુસ્તિકા ૧૯૭૦માં લખી હતી, જેની ત્રણ આવૃત્તિઓ થઇ છે. આમાં એમણે પોરબંદરનાં ભૂગોળ, ઇતિહાસ, પુરાતત્ત્વ, સ્થાપત્યકલા અને સંસ્કૃતિના વિવિધ પાસાંનો ખ્યાલ રજૂ ક્યો છે. તેઓ પોરબંદરના ઇતિહાસ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કેન્દ્ર સમાન હતા. એમણે ૧૯૫૩માં પુરાતત્ત્વ સંશોધન મંડળની સ્થાપના કરી હતી. જે દ્વારા સૌરાષ્ટ્રના પુરાવશેષોની માહિતી એકઠી કરી તેના અધ્યયન-સંશોધનની પ્રવૃત્તિનો હેતુ રાખવામાં આવ્યો હતો. આ માટે સૌરાષ્ટ્રના ઇતિહાસ, સંસ્કૃતિ અને પુરાતત્ત્વના અધ્યેતાઓનો એમને સાથ મળ્યો હતો. જે દ્વારા અનેક સ્થાનો વિશેની ખૂટતી કડીઓ પ્રકાશમાં આવી હતી. જેના ઉપક્રમે ૧૯૭૪માં ‘પુરાતન’ અને ૧૯૮૦ માં ‘પુરાતન રજતગ્રંથ’ પ્રગટ થયેલા. એમણે ઘૂમલી, જેઠવાઓનો રાજવંશ, ક્ષત્રપકાલના અવશેષો, પ્રાગ્-ચૌલુક્ય સમયના મંદિરોનો ઊંડો અભ્યાસ કરી સૌરાષ્ટ્રમાંથી પ્રાપ્ત અવશેષો ને સચિત્ર લેખ સ્વરૂપે કુમાર, સ્વાધ્યાય, પથિક વગેરે સામયિકોમાં સ્વતંત્ર રીતે
ક્યારેક સંયુક્ત સહાયક તરીકે પ્રગટ કરાવેલાં જેમાં પ્રા. કે. કા. શાસ્ત્રી, શ્રી મધુસૂદન ઢાંકી, શ્રી નરોત્તમ પલાણ, મોહનપુરી ગોસ્વામી, ડૉ. ગૌદાની વગેરેનો સાથ સહકાર મળી રહેલો. ૧૯૭૯માં સંસ્કૃતિ પૂજા' નામે
પથિક ♦ ત્રૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૧૫૧
For Private and Personal Use Only