________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વ. શંભુપ્રસાદ હરપ્રસાદ દેશાઈ અને પુરાતત્ત્વપ્રેમી સ્વ. મણિભાઈ વોરા
ડૉ. આર.ટી.સાવલિયા
પ્રભાસના અગ્રગણ્ય દેશાઈ કુટુંબમાં એમનો જન્મ તા. ૬-૮-૧૯૦૮ના રોજ થયો હતો. શ્રી શંભુભાઈનું આખું કુટુંબ વિદ્યાવ્યાસંગી અને સાહિત્યપ્રેમી હતું. મુંબઈ વિશ્વવિદ્યાલયમાંથી બી.એ., એલ.એલ.બી.નું શિક્ષણ ૧૯૩૨માં પ્રાપ્ત કરી પ્રભાસમાં વકીલાત શરૂ કરી. ૧૯૩૪માં જૂનાગઢ રાજ્યના મહેસૂલ ખાતામાં જોડાયા ત્યાં જુદા જુદા હોદ્દાઓ ઉપર રહી સ્વાધીનતા પછી સૌરાષ્ટ્ર, મુંબઈ અને ગુજરાત રાજ્યમાં પણ ઊંચા સ્થાનો ભોગવી આઈ.એ.એસ. થયા અને વયમર્યાદાને કારણે ૧૯૬૬માં અમરેલીના કલેક્ટરના પદેથી નિવૃત્ત થયા. આવી જવાબદારીવાળી નોકરી હોવા છતાં એમણે એમના ઇતિહાસ પ્રત્યેના અનુરાગ અને સંશોધન વૃત્તિને જાળવી આ વિષયની ઊંડી ઉપાસના કરી છે.
શ્રી શંભુભાઈએ ૧૯૨૬માં “સોમનાથનો ઘેરો” નામનું સાત સર્ગોમાં એક કાવ્ય લખ્યું હતું અને ૧૯૩૨માં ‘પ્રભાસ યાત્રા વર્ણન' નામની પુસ્તિકા લખી હતી. તેમાં યાત્રિકો અને પ્રવાસીઓને ઉપયોગી એવી ઐતિહાસિક અને ભૌગોલિક માહિતી આપી હતી. ૧૯૪૮-૪૯માં એમનાં કાવ્યો, લોકસાહિત્યના સંશોધન અને શ્રેષ્ઠ કૃતિઓ માટે પારિતોષિક મળ્યું હતું. ૧૯૫૮માં “સૌરાષ્ટ્રનો ઇતિહાસ પ્રસિદ્ધ કર્યો (જેનું નૂતન સંસ્કરણ ૧૯૬૮માં પ્રગટ થયેલ. તે પછી ‘પ્રભાસ અને સોમનાથ’ (૧૯૬૫), ‘પિતૃતર્પણ’, ‘જૂનાગઢ અને ગિરનાર’ (૧૯૭૫), ‘દ્વારકા’ તથા ‘ધી ફોરેસ્ટ ઑફ ગિર', ‘તારીખે સોરઠ વ હાલાર' (૧૯૭૮), ‘સૌરાષ્ટ્રના ઇતિહાસની વાર્તાઓ’ (૧૯૭૮) વગેરે ગુજરાતી-અંગ્રેજી પુસ્તકો પ્રગટ કરી ઇતિહાસ રસિક વિદ્વાનો, સંશોધકો તેમજ પ્રવાસીઓને જ૨ી માહિતી પૂરી પાડી છે.
‘સૌરાષ્ટ્રનો ઇતિહાસ’ ગ્રંથમાં સૌરાષ્ટ્રનો ઈ.સ. ૧૯૬૫ સુધીનો ઇતિહાસ ૧૨ પ્રકરણોમાં આલેખાયો છે. જેમાં પ્રાચીનકાલથી લઈને ૧૮૨૦ સુધીના પ્રત્યેક યુગને અંતે તે યુગની કેટલીક આવશ્યક સામગ્રી સંક્ષેપમાં આપવામાં આવી છે. જેમાં અન્ય ઇતિહાસ-સંસ્કૃતિના વિદ્વાનોના લખાણો, ગ્રંથો પુરાણો, શિલાલેખો, મુસલમાન અને અંગ્રેજ ઇતિહાસકારોના ગ્રંથો, દસ્તાવેજોનો ઉપયોગ આધારભૂત રીતે કરેલો છે.
‘પ્રભાસ અને સોમનાથ' પુસ્તકમાં પ્રભાસ અને તેને ઇતિહાસ પ્રસિદ્ધ કરનાર સોમનાથ મંદિરનો પ્રાચીનકાલથી આજ સુધીનો ભાગ્યપલટા જેવા વારાફેરાવાળો, ઇતિહાસ યથાશક્ય સંપૂર્ણતાથી આલેખવામાં આવ્યો છે. એમાં મહમૂદ ગઝનવી અને તે પછીના મુસ્લિમ આક્રમણકારોની ચઢાઈઓ અને સોમનાથ મંદિરના તેમના દ્વારા થયેલા ધ્વંસ તથા હિન્દુ રાજાઓને હાથે થયેલા તેના જીર્ણોદ્ધાર કે નવનિર્માણનો વૃત્તાંત અને કડીબદ્ધ ઇતિહાસથી પ્રભાસ અને સોમનાથ અંગેની સમૃદ્ધિ માહિતી પ્રાપ્તથાય છે.
‘જૂનાગઢ અને ગિરનાર’ પુસ્તકમાં જૂનાગઢ જેવા પુરાણ પ્રસિદ્ધ અને સૌરાષ્ટ્રના ઇતિહાસમાં કેન્દ્ર સ્થાને રહેલા ઐતિહાસિક નગરનો ઇતિહાસ આપ્યો છે. તેમાં માત્ર રાજદ્વારી ઇતિહાસ જ નહિ. પણ સમાજ, સંસ્કૃતિ, સ્થાપત્ય વગેરે વિષયોને પણ સમાવી લીધા છે. ઈ.સ. ૧૯૪૭ની નવમી તારીખે નવાબી શાસનનો અંત આવ્યો અને સોરઠ સ્વતંત્ર થયું તે તારીખે આ ઇતિહાસ વાસ્તવિક રીતે પૂરો થાય છે.
“તારીખે સોરઠ વ હાલાર'' જૂનાગઢના દીવાન રણછોડજીએ ૧૯મી સદીના પૂર્વાર્ધમાં પૂર્ણ કરેલો ફારસી ઇતિહાસ ગ્રંથ છપાયો નહતો. આ ગ્રંથમાં તેના લેખકે આદિકાળથી ઈ.સ. ૧૮૩૦ સુધીનો સોરઠ દેશનો ઇતિહાસ આલેખ્યો છે. તે સાથે સૌરાષ્ટ્રના બીજા પ્રદેશો અને સવિશેષ હાલાર પ્રાન્તનો ઇતિહાસ વિસ્તૃત રીતે વર્ણવ્યો છે.
પથિક♦ ત્રૈમાસિક
જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ - ૧૫૦
For Private and Personal Use Only