________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે, અને તેને આગળ ધપાવવા માટે “ટીમ વર્કની જરૂર છે.” વળી શ્રી મહેતાએ મને એમ પણ કહ્યું હતું કે “કેટલાક દિલ્હી સ્થિત તથા બંગાળ અને મહારાષ્ટ્રના ઇતિહાસકારો જે વિશ્વભરમાંથી પાંગરતા જતા નવાનવા ઐતિહાસિક સાહિત્ય અને અભિગમો સાથે સતત સંપર્ક રાખે છે તેવું મારાથી બની શક્યું નથી. તેને માટે કદાચ મારી પોતાની આરામપ્રિય' પ્રકૃતિ જવાબદાર છે. તેમણે છેવટે કહ્યું હતું કે “આમ છતાં મારો પોતાનો અનુભવ એવો છે કે આપણી શક્તિ મુજબ ધગશ રાખીને પ્રામાણિકપણે જો. કામ કરીએ તો ગુજરાતમાં તેની કદર કાંઈ ઓછી થતી નથી.”
મકરંદભાઈએ ભલે વિનમ્ર ભાવે આ પ્રમાણે મને કહ્યું, આમ છતાં મારી દૃષ્ટિએ તેમના બીજા કેટલાક ગ્રંથો અને લેખો ઊંચી કક્ષાના છે. પ્રસ્તુત લેખની દૃષ્ટિએ તેને તેમજ દેશ-વિદેશની તેમની વિદ્યાયાત્રાઓ તેમજ અન્ય સિદ્ધિઓને પડતાં મૂકીને એ વાત પર મેં વિશેષ ભાર મૂક્યો છે કે એક સામાન્ય વિદ્યાર્થીમાંથી કોઈપણ માણસ કેવી રીતે ઘડાય છે. મને લાગે છે કે આ લેખ દ્વારા એક બાબત તો સ્પષ્ટ રીતે તરી આવે છે કે જો યુવા પેઢીના અધ્યાપકો અને સંશોધકોમાં ઊંચી મહત્ત્વાકાંક્ષા અને તે પ્રાપ્ત કરવા માટેનો ઉત્સાહ અને પરિશ્રમ હોય તો તે જરૂર સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. મને એમ પણ લાગે છે કે તેમની અને તેમના જેવા અન્ય ઇતિહાસકારો ઉપર કામ કરવાની ઘણી જરૂર છે. મને આશા છે કે મારો આ પ્રયાસ યુવા ઇતિહાસકારો માટે પ્રેરણારૂપ સાબિત થશે.
પથિક • નૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૧૪૯
For Private and Personal Use Only