SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દિલ દુભાયાં હોવાથી મકરંદભાઈને સમજાયું હતું કે તેમણે જલદ ભાષા અને શૈલીનો ઉપયોગ કરવો જોઈતો ન હતો. આમ છતાં મકરંદભાઈએ જે ઉમેર્યું તે ઘણું સૂચક છે. તેમના શબ્દોમાં : “મારી થીયરીઓ ખોટી હતી તેમ હું આજે પણ માનતો નથી. માત્ર મારી રજૂઆત કરવાની ભાષા અને શૈલીમાં જ દોષ હતો, જેને કારણે સંપ્રદાયની લાગણી સકારણ દુભાઈ હતી.” તેથી આજના યુવા ઇતિહાસકારોને તેઓ એટલું જ કહેવા માગે છે કે તેમણે વાહ-વાહથી ભરપૂર લેખો લખવાને બદલે ધર્મનું પણ એવું સમીક્ષાપૂર્વક (critical) નિરૂપણ કરવું જોઈએ કે જે સમાજપરિવર્તનની પ્રક્રિયા અને સંપ્રદાયના અનુયાયીઓની લાગણીઓ અને ભાવનાઓ વચ્ચે સંતુલન જાળવી શકે. હવે શ્રી મહેતાના ઉપરોક્ત બન્ને લેખોની જેમ પ્રદાન રૂપ ગણાય તેવા ત્રણ લેખોનો પરિચય હું કરાવીશ, આ લેખો પણ સમાજ-પરિવર્તનના સંદર્ભમાં જ છે. (1) From Sahajanand to Gandhi : Role, Perception and Methods'. આ લેખ એસ.પી.સેને પ્રસિદ્ધ કરેલ નીચેના ગ્રંથમાં છપાયો હતો : Social and Religious Reform Movements in the Nineteenth and the Twentieth Century, (Calcutta, 1974) (2) 'The Leader and his Mileau : Gandhi and Ahmedabad, 1915-1920', Indian His torical Review, ICHR, VOL.12, nos. 1-2, July, 1985 (3) “મધ્યકાલીન સાહિત્ય, સમાજ અને ઇતિહાસ; કેટલાક પ્રશ્નો અને નિરીક્ષણો’ ‘સામીપ્ય', પુ. ૧૬, અંક ૩-૪, ઓક્ટોબર ૧૯૯૯થી માર્ચ ૨૦OO. પ્રથમ લેખમાં પ્રોફેસર મહેતાએ સહજાનંદ સ્વામીથી શરૂ કરીને નર્મદ અને મહીપતરામ રૂપરામ જેવા પશ્ચિમની વિચારસરણીથી પ્રભાવિત થયેલા સમાજસુધારકો તથા દયાનંદ સરસ્વતી અને મણિલાલ નભુભાઈ જેવા સંરક્ષણવાદીઓને “પરંપરા અને પરિવર્તન'ના પરિપ્રેક્ષ્યમાં ગાંધીજીની વિચારસરણી સાથે સાંકળવાનો પ્રયાસ કર્યો છે. બીજા લેખમાં ગાંધીજીનું મૂલ્યાંકન કરવા માટે માત્ર પાંચ વર્ષનો સમયગાળો પસંદ કર્યો છે. આ બંને લેખોનો એકસાથે અભ્યાસ કરવાથી મને એ વાતનો ખ્યાલ આવી શક્યો હતો કે ગાંધીજીએ નર્મદ, દયાનંદ સરસ્વતી, મણિલાલ નભુભાઈ, ઉત્તરકાલીન નર્મદ અને ગોવર્ધનરામ ત્રિપાઠી જેવા તેજસ્વી સુધારકોની ફિલસૂફી અને પ્રવૃત્તિઓ વચ્ચે અભૂતપૂર્વ સંકલન કર્યું હતું. ગાંધીજીએ સત્ય અને અહિંસા અંગેની તેમની ફિલસૂફી આગવી રીતે વિકસાવી હતી એટલું જ નહિ, પણ તેને વ્યવહારમાં મૂકવા માટેના પ્રયોગો ( ‘સત્યના પ્રયોગો') પણ કર્યા હતા. તેને આધારે તેમણે સમગ્ર રાષ્ટ્ર અને સમાજનો ઉત્કર્ષ કરવાના ભગીરથ પ્રયાસો કર્યા હતા, ત્રીજા લેખમ શ્રી મહેતાએ થોકબંધ સાધન-સામગ્રીને આધારે બતાવ્યું છે કે મધ્યકાલીન સાહિત્ય ધર્મપ્રધાન હોવા ઉપરાંત તેમાં આર્થિક અને સામાજિક પ્રવૃત્તિઓની ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. આ રીતે ત્રીજા લેખમાં તેમણે સાહિત્ય, સમાજ, ધર્મ અને અર્થકારણને કુશળતાપૂર્વક મધ્યકાલના સંદર્ભમાં સાંકળ્યાં છે. ગુજરાતના કચડાયેલા અને પીડાયેલા સમાજને લક્ષમાં લઈને જે ઇતિહાસ લખાયો છે તેને ‘સબલટર્ન હિસ્ટરી' તરીકે ઓળખવામાં આવે છે. આ બાબતમાં પાયાનું કામ કરનાર વિદ્વાનોમાં ઇંગ્લેન્ડની વોરીક યુનિવર્સિટીના પ્રોફેસર ડેવિડ હાર્ડીમન અને પ્રોફેસર મકરંદ મહેતાનો સમાવેશ થાય છે. શ્રી મહેતા ને ડૉ. હાર્ડીમન વરસોથી ગાઢ મિત્રો છે. હાર્ડીમન તેમના દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ પરત્વેના ગ્રંથ 'દેવી આંદોલન' જેવા ગ્રંથો માટે વિશ્વવિખ્યાત છે. આ બાબતમાં મકરંદ મહેતાનો એક ગ્રંથ અને એક લેખ નમૂનારૂપ ગણીને અત્રે રજૂ કરીશું: ગ્રંથ : “હિન્દુ વર્ણવ્યવસ્થા, સમાજપરિવર્તન અને ગુજરાતના દલિતો' (અમદાવાદ, ૧૯૯૫) પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ • ૧૪૬ For Private and Personal Use Only
SR No.535516
Book TitlePathik 2003 Vol 43 Ank 10 11 12
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2003
Total Pages168
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy