SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લેખ : “The Dalit Temple Entry Movements in Maharashtra and Gujarat, 19301948” in Takashi Shinoda (ed.) The Other Gujarat (Mumbai, 2002) હવે આ લેખના છેલ્લા મુદ્દા- આર્થિક ઇતિહાસ વિશે જરૂરી માહિતી આપીશું. આ ક્ષેત્રમાં તેમના ગ્રંથો અને લેખોએ ભારતીય તેમજ વિદેશી વિદ્વાનોનું ધ્યાન દોર્યું છે. તેના નમૂનારૂપ કેટલાક ગ્રંથો અને લેખો નીચે મુજબ છે. ગ્રંથો : (૧) ‘મહાજનોની યશગાથા' (અમદાવાદ, ૧૯૯૪) (૨) Indian Merchants and Entrepreneurs in Historical Perspective (Delhi, 1991) (3) Dwijendra Tripathi and Makrand Mehta, Business Houses in Western India : A Study in Entrepreneurial Approach, 1850-1956, (New Delhi, 1990) (4) ગુજરાતીઓ અને પૂર્વ આફ્રિકા, ૧૮૫૦-૧૯૬૦ : ગુજરાતીપણાની શોધમાં (મુંબઈ અને અમદાવાદ, ૨૦૦૧) લેખો : (૧) ‘Science Versus Technology : The Early Years of Kala Bhavan, Baroda, 18861900', Indian Journal of the IIistory of Science : Indian National Science Academy, Vol. 27(2), 1992 (2) The Gujarati and the Arab Merchants, A.D. 942-1500 : Some Observations Based on Contemporary Sources', Al Watheekah, Baharin, Issue no. 18, January, 1991. (3) Gujarati Business Communities in East African Diaspora : Major Historical Trends' Economic and Political Wcckly, Mumbai, Vol. 36, no. 20, may 19, 2001. ઉપરોક્ત ગ્રંથો અને લેખોને સર્વગ્રાહી રીતે વણી લેતાં તેમાંથી કેટલાક મહત્ત્વના મુદ્દાઓની ચર્ચા કરીશું. ડૉ. મકરંદ મહેતાએ મેક્સ વેબર જેવા યુરોપીય વિદ્વાનોની એવી વિચારસરણીઓને રદિયો આપ્યો છે કે “હિંદ ઉપર બ્રિટિશ શાસનની અસરો થઈ તે પહેલાં હિંદ જ્ઞાતિપ્રથા અને પુનર્જન્મના સિદ્ધાંતોને વરેલું હોઈ તે આર્થિક રીતે પછાત હતું, અને જે કાંઈ પરિવર્તન આવ્યું તે બ્રિટિશ શાસનની શૈક્ષણિક, વૈચારિક, આર્થિક અને ભૌતિક અસરોને લીધે જ.” આવી માન્યતાઓને રદિયો આપતાં તેમણે શાંતિદાસ ઝવેરી, વીરજી વોરા અને ભીમજી પારેખ જેવા ૧૭મા સૈકાના મહાન ગુજરાતી વેપારીઓ અને કર્મયોગીઓના દૃષ્ટાંતો આપ્યાં છે અને લખ્યું છે કે હકીકતમાં તો તે સમયે ગુજરાતીઓ દેશ-પરદેશમાં માલની નિકાસ કરીને અઢળક દ્રવ્ય કમાતા હતા. ભીમજી પારેખ વિશે તેમણે લખ્યું છે કે સુરતના આ વેપારીએ હેનરી હિલ્સ નામના બ્રિટિશ પ્રિન્ટિંગ ટેકનોલોજિસ્ટને લંડનથી સુરત બોલાવીને ઈ.સ. ૧૯૭૨માં છાપખાનું શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ડૉ. જહોન ફ્રાયરની ચઢવણીથી તે તેનો કૉન્ટ્રાક્ટ પૂરો કર્યા વગર જ ઇંગ્લેન્ડ ભેગો થઈ ગયો હતો. જો આ કામ સફળ થયું હોત તો ભીમજી પારેખ દ્વારા, આજની પરિભાષામાં, માહિતીની ક્રાંતિ (information revolution) થઈ હોત. બીજી વાત એ છે કે આ જ ભીમજી પારેખે (પુષ્ટિમાર્ગી વૈષ્ણવ) તેના જૈન મિત્ર અને મહાન વેપારી વીરજી વોરાનો સહકાર સાધીને ઈ.સ. ૧૬૬૯માં ઔરંગઝેબની ધર્મવટાળની પ્રવૃત્તિની સામે લોક-આંદોલન ચલાવ્યું હતું. ઔરંગઝેબની ધર્મવટાળ નીતિને અનુસરીને સુરતના કાઝીએ ત્રણ હિન્દુઓને ઇસ્લામમાં વટલાવી નાખ્યા. પથિક ♦ ત્રૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૧૪૭ For Private and Personal Use Only
SR No.535516
Book TitlePathik 2003 Vol 43 Ank 10 11 12
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2003
Total Pages168
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy