________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાહિત્ય અને સામાજિક ચેતના' વિષય ઉપર એક સેમિનારનું આયોજન થયું. તેથી તેમણે એક વિસ્તૃત લેખ ગુજરાતી ભાષામાં તૈયાર કર્યો અને તેમાં એવા પ્રશ્નો પૂછ્યા કે : “કોઈપણ ધર્મ કે ધર્મસંપ્રદાય કેવી રીતે શરૂ થાય છે? સંપ્રદાયનો ફેલાવો કેવી રીતે થાય છે ? અને છેવટે નવા સંપ્રદાયમાં સામેલ થયેલ અસંખ્ય લોકોની, જીવનશૈલી તથા જીવનધોરણમાં શું ફેરફાર આવે છે ?” આ પ્રકારના પ્રશ્નો પૂછીને તેમણે સેમિનારમાં કહ્યું હતું કે કોઈપણ ધર્મ કે સંપ્રદાયના ફેલાવા માટે નીચેની બાબતો નિર્ણાયક પરિબળો તરીકે કામ કરે છે. (૧) ધર્મ-સંપ્રદાયના સ્થાપકનું સંમોહક વ્યક્તિત્વ અને તેમનો વિભૂતિમત (Charisma and Charismatic
Authority). (૨) શાસ્ત્રો, પુરાણો, દંતકથાઓ, સ્મૃતિઓ, વેદો અને વેદાન્ત વગેરેને આધારે સિદ્ધ થતી નૈતિક યથાર્થતા
(Moral Legitimacy) (૩) અવતારવાદની માન્યતાને આધારે સંપ્રદાયના સ્થાપકમાં નિરૂપવામાં આવતું દૈવત્વ. (૪) જે તે સંપ્રદાયનો ધર્મગ્રંથ (Canon) જેમકે સ્વામિનારાયણ સંપ્રદાયનો ધર્મગ્રંથ, શિક્ષાપત્રી' અને (૫) સંસ્થાકીય તાણાવાણા (Organizational Network)
બુદ્ધ અને મહાવીરથી શરૂ કરીને શંકરાચાર્ય, માધવાચાર્ય, વલ્લભાચાર્ય અને સહજાનંદ સ્વામી જેવા વિવિધ ધર્મસંપ્રદાયોના સ્થાપકોની શરૂશરૂની પ્રવૃત્તિઓ તથા તેના ઐતિહાસિક વિકાસને સમજવામાં આ સૈદ્ધાંતિક ખ્યાલ ચાવીરૂપ છે. તેને સમજાવવા માટે ઘણા વિસ્તારથી લખવું પડે. તેથી ડૉ. મહેતાએ મને એટલું જ કહ્યું કે મેં સ્વામિનારાયણ સંપ્રદાયને સમજાવવા આ ઉપરાંત અર્થશાસ્ત્રને અનુરૂપ પ્રયોજનશક્તિના સિદ્ધાંત (entrepreneurial theory) નો પણ ઉપયોગ કર્યો હતો. તે મુજબ મેં સહજાનંદ સ્વામીને ઉચ્ચ નીતિભાવના ધરાવતા સદાચારી પુરુષ અને નૈતિક સુધારક ઉપરાંત એક ધાર્મિક પ્રયોજક તરીકે પણ ગણાવ્યા હતા. તેમનું અંગત સંમોહક વ્યક્તિત્વ તો ખરું જ, પણ જે વિવિધ રીતે તેમણે પોતાને શ્રીકૃષ્ણના અવતાર ગણાવ્યા તે પણ મહત્ત્વનો પ્રશ્ન ઊભો કરે છે. વળી, સંપ્રદાયના સ્થાપકની હયાતી બાદ તેની ગાદી કે મિલકત માટે જે તીવ્ર હરીફાઈઓ થતી હોય છે તે મુદ્દો પણ ધર્મસંપ્રદાયને વ્યવહારુ સ્વરૂપમાં સમજવામાં મદદરૂપ છે.
આ ઉપરાંત મકરંદભાઈએ તેમના લેખમાં એ મુદો પણ ઉપસાવ્યો છે કે “સંપ્રદાયમાં સામેલ થયા બાદ તેના અનુયાયીઓના જીવનમાં શું પરિવર્તન આવે છે ?” શૂદ્રોને અનુલક્ષીને તેમણે લખ્યું હતું :
શૂદ્ધોએ શું પ્રાપ્ત કર્યું ? સંપ્રદાયમાં જોડાતાં પહેલાં તેઓ સ્થાનિક દેવ-દેવીઓની આરાધના કરતા, સત્સંગમાં સામેલ થયા બાદ તેને સ્થાને તેમણે ઉચ્ચ ઇષ્ટદેવ પ્રાપ્ત કર્યા. પરંતુ તેમની પોતાની આર્થિક સ્થિતિમાં અને સામાજિક દરજજામાં, તેમજ અક્ષરજ્ઞાનના ધોરણમાં કોઈ જ ફરક પડ્યો નહીં !”
જો કે મારી દ્રષ્ટિએ આ વિવાદાસ્પદ વિધાન છે. સ્વામિનારાયણ સંપ્રદાયના મેં વાંચેલા સંખ્યાબંધ ગ્રંથોમાં લખ્યું છે કે સહજાનંદ સ્વામીએ તથા તેમના સાધુઓએ તેમના ઉપદેશો દ્વારા લાખો શૂદ્રોને માંસ-મદિરાથી મુક્ત કર્યા હતા એટલું જ નહીં, તેમણે શૂદ્રોને મહેનત અને પુરુષાર્થ કરીને તેમનું જીવનધોરણ ઊંચું લાવવાની હિમાયત કરી હતી. આજે તો તેની વિધાયક અસરો સ્પષ્ટ રીતે વર્તાય છે. આ સંપ્રદાયનાં ઉચ્ચ નીતિ-નિયમોનું પાલન કરીને નીચલા સ્તરમાંથી આવેલા લાખો અનુયાયીઓએ આર્થિક અને સામાજિક રીતે પ્રગતિ કરી છે.
મહારાજ લાયબલ કેસ'ની જેમ આ લેખ બદલ મકરંદ મહેતાની સામે કોર્ટ કેસ થયો હતો. અમારી વચ્ચેના સંવાદ દરમિયાન તેમણે મને કહ્યું હતું કે મને જ્યારે મારા ઉપરોક્ત લેખની કેટલીક ક્ષતિઓ દેખાઈ ત્યારે મેં જાતે જ પ્રમુખસ્વામી સમક્ષ ભર સભામાં તેનો સ્વીકાર કર્યો હતો. તેમના લેખથી સંપ્રદાયના લાખો અનુયાયીઓનાં
પથિક • સૈમાસિક – જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ - ૧૪૫
For Private and Personal Use Only