________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુરાતત્ત્વપ્રેમી અને અભ્યાસુ અધિકારી પુષ્પકાન્ત ધોળકિયા
ભરતકુમાર’ પ્રા. ઠાકર
હર્ષદ ત્રિવેદી
હોઠે ક્યાં કંઈ નામ ચડે છે? હૈયા ઉપર હાથ ધરું ત્યાં નખની નોખી જાત જડે છે ! – હોઠે, તમે તમારે દેશ ગયાં અહીં નેસ વલખતો મારો, કદીક ઊંચું કરી નેજવું દેખે રાહ તમારો;
કંકુના લીપ્યા આંગણમાં કોના પગની છાપ પડે છે ? – હોઠે (‘રહી છે વાત અધૂરીમાંથી)
ગુજરાત રાજ્યના પુરાતત્ત્વ અને સંગ્રહાલય ખાતાને જે કેટલાક સંસ્કૃતિ અને સંશોધન પ્રેમી સન્નિષ્ઠ અધિકારીઓ મળ્યા છે તે પૈકીના એક ગણી શકાય એવા ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છના એક પ્રૌઢ પુરાતત્ત્વવિદ અને મ્યુઝિઓલૉજિસ્ટ પુષ્યકાન્તભાઈ વિષ્ણુશંકર ધોળકિયાનું ૧૧ ડિસેમ્બર, ૨૦૦૨ના રોજ દર વર્ષની વયે વડોદરા મુકામે અવસાન થતાં ઇતિહાસરસિકો, સંશોધકો અને પુરાતત્ત્વપ્રેમીઓમાં શોકની છાયા ફરી વળી છે. પ્રભાસપાટણ, ભૂજ, જૂનાગઢ, વડોદરા ખાતે ક્યુરેટર રૂપે સેવાઓ બજાવ્યા બાદ છેલ્લે તેઓ સંગ્રહાલય ખાતાના નિયામક તરીકે બઢતી પામ્યા હતા,
સૌરાષ્ટ્રના ગરવા ગિરનારની ગોદમાં વસેલા ઐતિહાસિક શહેર જૂનાગઢમાં પુષ્પકાંતભાઈનો જન્મ ૨૫મી માર્ચ, ૧૯૪૭ના રોજ થયો હતો. વાચન અને સંગ્રહનો શોખ શરૂથી કેળવાયેલો. એટલે કુમારાવસ્થાથી જ ભારત બાળ પુસ્તકાલય, કિશોર મિત્રમંડળ, ‘રવિકર’ વાર્ષિક અને બાલઆનંદ' પાક્ષિકના હસ્તલિખિત અંકોનું પ્રકાશન, ‘વિરાટ ભારત' સાપ્તાહિકરાજકોટ)માં બાળવિભાગનું સંપાદન, જૂનાગઢમાં ‘કલાસંગમ અને પ્રભાસપાટણમાં ‘શિવમ્' જેવી સાંસ્કૃતિક સંસ્થાઓનું ગઠન વગેરે પ્રકારની અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા
રહ્યા.
એમણે સંસ્કૃત સાથે બી.એ. અને ભારતીય સંસ્કૃતિ સાથે એમ.એ. કરેલું. નોકરીની શરૂઆત મહેસૂલ ખાતાથી કરી, પરંતુ સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો જીવ હોવાથી ૧૯૬૪માં એમણે સંગ્રહાલય ખાતાની કારકિર્દી અપનાવી અને ૨૪ વર્ષની યુવા વયે પ્રભાસપાટણ સંગ્રહસ્થાનમાં આસિસ્ટન્ટ ક્યુરેટર તરીકે જોડાયા. ત્યાં કેટલાક પુરાવિદો સાથેના પરિચય અને પ્રોત્સાહનથી સંશોધન-કાર્યમાં પ્રવૃત્ત થયા. કુમાર, સ્વાધ્યાય, પથિક, ગુજરાત, કચ્છમિત્ર વગેરેમાં એમના ઇતિહાસ, પુરાતત્ત્વ, સંસ્કૃતિને લગતા શોધલેખો-નિબંધો પ્રસિદ્ધ થયેલા. આકાશવાણી દૂરદર્શન પરથી પણ વાર્તાલાપો-મુલાકાતો પ્રસારિત થતા રહ્યા,
લેખન ઉપરાંત સોરઠ સંશોધન સભા, પોરબંદર પુરાતન મંડળ, ગુજરાત ઇતિહાસ પરિષદ, સૌરાષ્ટ્ર કચ્છ ઈતિહાસ પરિષદ, ભારતીય સાંસ્કૃતિક નિધિ, આંતરરાષ્ટ્રિય સંગ્રહાલય સમિતિ જેવી રાજય અને રાજ્ય બહારના ઇતિહાસ, પુરાતત્ત્વ અને સંશોધન-ક્ષેત્રે પ્રવૃત્ત અનેક સંસ્થાઓ સાથે પણ તેઓ સક્રિય સભ્ય તરીકે સંકળાયેલા રહ્યા હતા. સૌરાષ્ટ્ર-કચ્છ ઇતિહાસ પરિષદમાં મંત્રી, ઉપપ્રમુખ અને મેનેજિંગ ટ્રસ્ટી રહ્યા બાદ ૧૯૯૪-૧૯૯૬માં એમના પ્રમુખપદ દરમિયાનમાં સંસ્થાનું ૧૧મું અધિવેશન ૨૬-૨૭ નવેમ્બર, ૧૯૯૪માં ભુજ પાસે શિવપારસ સંકુલ ખાતે યોજાયું હતું. તે પ્રસંગે આ લખનારને હસ્તે સન્માનિત થવાની તક મળેલી.
શ્રી ધોળકિયાએ “મ્યુઝિયમ ક્યુરેટરના પદને માત્ર “શુષ્ક નોકરી' ન સમજતાં ખરા અર્થમાં સેવા માની
પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૧૪૦
For Private and Personal Use Only