________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુહરપ્પીય (Late Harppan) હતી. પરિણામે રોઝડીની વસાહત ગુજરાત-સૌરાષ્ટ્રમાં અન્ય વસાહતો માટે સંદર્ભ વસાહત બની ગઈ. લાખાબાવળ, આમરા, બેડ વગેરે વસાહતો હરપ્પાકાલીન હતી જયારે વસઈમાંથી એક નવી ઐતિહાસિક (Early Historic) સંસ્કૃતિ મળી આવી, જે રેડ પોલિશ વેર(ક્ષત્રપ વસાહત)થી ભિન્ન છે. મારા અનુભવ પ્રમાણે આ સંસ્કૃતિ કંઈક અંશે રાજસ્થાનની રંગમહલ સંસ્કૃતિ જોડે સામ્ય ધરાવે છે, જો કે પાત્ર-ખંડો પરનાં ચિત્રો હરપ્પીય સંસ્કૃતિને મળતાં આવે છે. આ છે શ્રી પંડ્યાના પુરાતત્ત્વીય અભિયાનનો ફાલ.
આપણે ઉપર જોયું તે પ્રમાણે શ્રી પંડ્યાનું કાર્યક્ષેત્ર ઘણું વિસ્તૃત હતું અને પુરાતત્ત્વખાતામાં રહી તેમણે પાંચ વર્ષો જેટલા ટૂંકા ગાળામાં જે કાર્યોને ન્યાય આપ્યો તે અન્ય વ્યક્તિ માટે ૫૦ વર્ષોનો સમય લે તેટલાં હતાં. છેલ્લે નાદુરસ્ત તબિયત અને કેટલી અન્યાયયુક્ત કનડગતનો સામનો કરતા હોવા છતાં તેઓ પોતાનાં કાર્યો નિષ્ઠાપૂર્વક કરતા રહ્યા. તેમના એક ફોટોગ્રાફમાં ડૉ. સર્વપલ્લિ રાધાકૃષ્ણ સાથે કોઈ ઉત્નનનનું નિરીક્ષણ કરી રહ્યા હોય તેવું જણાય છે. ડૉ. રાધાકૃષ્ણ જેવી મહાન વ્યક્તિ તેમનું કાર્ય જેવા આવી હોય તે હકીકત જ તેમના કાર્યનું મહત્ત્વ કેટલું અદકેરું હતું તે બતાવે છે. પણ એક વાત દુઃખ સાથે કહેવી પડે છે કે ગુજરાતની પ્રજા શ્રી પી.પી.પંડ્યા જેવા કર્મનિષ્ઠ રહેનુમા વિદ્વાનને સહેલાઈથી ભૂલી ગઈ છે. તેમના કાર્યની જોઈએ તેવી કદર થઈ નથી. આ પરિસ્થિતિ દુરસ્તી માંગે છે – હજુ વધુ મોડું થયા પહેલાં !!!
પથિકનૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૧૩૯
For Private and Personal Use Only