SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મધ્ય પેલિયોલિથિક અને માઇક્રોલિથિક (લઘુ પાષાણ) ઓજારોની શોધ કરી પાષાણયુગને એક તંતુએ બાંધ્યા અને એ રીતે લગભગ ૧,૫૦,૦૦૦ વર્ષથી લઈને ઈ.સ. પૂર્વે પ00 વર્ષો સુધીના ગાળાની ઐતિહાસિક રૂપરેખા તૈયાર કરવામાં સંશોધનકારોને સારી મદદ મળી. લઘુપાષાણ યુગીન ઓજારો જામનગર જિલ્લામાંથી પંડ્યા સાહેબે શોધ્યાં હતાં જે તકનિકી દષ્ટિએ નર્મદા વિસ્તારમાંથી મળેલાં ઓજારો જોડે સામ્ય ધરાવતાં હતાં, જેથી લઘુપાષાણકાલીને મનુષ્ય મધ્ય ભારત ઉપરાંત ગુજરાત-સૌરાષ્ટ્રમાં પણ વિચરતો તે સ્પષ્ટ બન્યું. આ અંગે ગુજરાતમાં મહેસાણા પાસે લાંઘણજમાં ડૉ. સાંકળિયાએ ઉખનન કરેલું અને તેમના નિષ્કર્ષોને પણ પંડ્યા સાહેબની શોધ ટેકારૂપ બનેલી. હરપ્પીય અને અનુ-હરપ્પીય ટિંબા જેમાં પિરિયડ III વસાહતો અને અર્લિહિસ્ટોરિક સ્થળોનો પણ સમાવેશ કરીએ તો શ્રી પી.પી.પંડ્યાએ લગભગ ૨૦૦ જેટલા સ્થળોની શોધ કરેલી. તેમનું પ્રદાન આ દિશામાં અત્યંત મહત્ત્વનું હતું. હિન્દુસ્તાનના ભાગલા થતાં, સિંધુ સભ્યતાની જાણીતી વસાહતો મોહેં-જો-ડેરો અને હરપા આપણા ભાગે ન આવતાં પુરાતત્ત્વવિદોમાં ઘેરી નિરાશાનું મોજું ફરી વળ્યું પણ ભારતીય પુરાત્તાઓએ જેમાં શ્રી પી.પી.પંડ્યાનો સમાવેશ થાય છે, હાથ બાંધીને બેસી ન રહેતાં ઘનિષ્ટ સર્વેક્ષણો હાથ ધર્યા. રંગપુરની હરપ્પીય વસાહત પર શ્રી એસ.આર.રાવે ઉખનન કર્યું, અને હરપ્પી સંસ્કૃતિના જુદા જુદા તબક્કાની એક સમય-સારણી નક્કી કરી. આ સમયપત્રક (Pariodization) ખૂબ જ ઉપયોગી સાબિત થયું, પણ ખરેખર સૌરાષ્ટ્રની કઈ અને કેટલી વસાહતો આ તબક્કાવાર સમયાંકનમાં બંધબેસતી આવે છે તે સ્પષ્ટ ન હતું. શ્રી પી.પી. પંડ્યાના પ્રયાસોને કારણે અને તેમનાં સર્વેક્ષણોના ફલસ્વરૂપે હરપ્પીય વસાહતોનું પરિપક્વ હરપ્પીય અને અનુહરપ્પીય કાળમાં વિભાજન કરવામાં આવ્યું અને એ રીતે શ્રી એસ.આર.રાવના સમયપત્રક જોડે મેળ શ્રી પી.પી.પંડ્યાને જાય છે. મોટા ભાગની હરપ્પીય વસાહતો ભાદર અથવા અન્ય નાની-મોટી નદીઓના કાંઠે વસેલી મળી આવે છે. શ્રી પંડ્યાએ આ બધી જ વસાહતોને નકશા પર ટપકાવી તેમની ભૌગોલિક પરિસ્થિતિને સ્પષ્ટરૂપે ઉપસાવી. આ પદ્ધતિને સુધરેલી પુરાતત્ત્વીય ભાષામાં સેટલમેન્ટ આર્યોલોજી કહે છે. શ્રી પંડ્યાએ અલ્પ આયુષ્ય ભોગવ્યું તે પુરાતત્ત્વના વિષય માટે એક કમનસીબી હતી, અન્યથા તેઓએ સૌરાષ્ટ્રમાં હરપ્પીય સંસ્કૃતિનું ચિત્ર સર્વાગરપે સ્પષ્ટ કરી બતાવ્યું હોત જે આજે પણ ધૂંધળું જ રહ્યું છે. આ રીતે તેમના નિધનથી પુરાતત્ત્વીય સંશોધન ૨૦ વર્ષો જેટલા સમય માટે પાછળ ઠેલાઈ ગયું અને એક શૂન્યાવકાશ સર્જાયો જે તાજેતરના સંશોધનોથી દૂર થઈ શક્યો છે અને તે પણ અમુક અંશે. શ્રી પી.પી.પંડ્યાનું અવસાન ૧૯૬૦માં થયેલ. શ્રી પી.પી.પંડયાની અન્ય મહત્ત્વની કામગીરી હતી ઉત્પનનો. પુરાતત્ત્વ વિષયક કોઈ કઠિનમાં કઠિન કાર્ય હોય તો તે પ્રાચીન વસાહતનું પદ્ધતિસરનું ખોદકાર્ય છે. આ કાર્ય કરવામાં એક ડૉક્ટર કે સર્જનની નિપુણતા જોઈએ, જે બહુ થોડા પુરાતત્ત્વવિદો ધરાવતા હોય છે. શ્રી પંડ્યાએ અનેક હરપ્પીય અને બીન-હરપ્પીય વસાહતોનાં ઉખનન કાર્યો કરી તેમની એક ફિલ્ડ આર્યોલોજિસ્ટ તરીકેની વિદ્વત્તા અને કાર્યક્ષમતા બતાવી આપી. એક જ ટિંબાનું લાંબા સમય સુધી ઉખનન કાર્ય કરવાને બદલે તેમણે ટ્રાયેલ ઉત્પનન લેવાની પ્રણાલી અપનાવી, જેમાં રોઝડી અપવાદરૂપ ગણી શકાય. આ પ્રકારના ખોદકાર્યના કેટલાક દેખીતા ફાયદા હતા. પ્રથમ તો ટૂંકા સમયમાં કોઈપણ પ્રાચીન સ્થળનું પ્રાથમિક પ્રકારનું ચિત્ર સ્પષ્ટ થઈ શકતું. બીજું સ્તર પ્રમાણે કરાયેલા ઉખનનથી સમયાંકન ઉપરાંત સંસ્કૃતિના વિકાસના તબક્કા પણ નક્કી કરી શકાતા. પરિણામે સૌરાષ્ટ્રની હરપ્પીય અને અનુહરપ્પીય સંસ્કૃતિ વિશેની જાણકારીમાં વધારો થયો. રોઝડીના ઉખનનથી મધ્ય સૌરાષ્ટ્રમાં હરપ્પાને લગતી સંસ્કૃતિનું ચિત્ર વધારે સ્પષ્ટ બન્યું. આ વસાહતમાંથી અકીકના મણકા ઉપરાંત સોનાના લઘુ મણકા પણ મળી આવ્યા. એક ઠીકરા પર હરપ્પીય લિપિ અંકિત કરાએલી હતી. રોઝડીની સંસ્કૃતિ પરિપક્વ અને કંઈક અંશે પથિક • સૈમાસિક – જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૧૩૮ For Private and Personal Use Only
SR No.535516
Book TitlePathik 2003 Vol 43 Ank 10 11 12
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2003
Total Pages168
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy