________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૪૫-૪૭ દરમ્યાન અમદાવાદના બી જે ઇન્સ્ટિટ્યૂટમાં રહી એમ.એ.નો અભ્યાસ કર્યો, પણ સાથે કૌટુંબિક ભારણ તેમના શિરે આવી પડતાં વચગાળાના સમય માટે શિક્ષક બન્યા પણ સૌરાષ્ટ્ર સરકાર પુરાતત્ત્વના વિષયની યોગ્ય અભ્યાસ થઈ શકે તે હેતુથી તાલીમાર્થીઓ માટે માંગેલ અરજીઓમાંથી શ્રી પી.પી.પંડ્યાની અરજી સ્વીકારાઈ અને ૧૯૫૦માં તેઓ જામનગર મ્યુઝિયમના ક્યુરેટર બન્યા, સાથે કેન્દ્ર-સરકારના પશ્ચિમ વર્તુળના સુપરિન્ટેન્ડિંગ આર્યોલોજિસ્ટ ડો. એમ.એન.દેશપાંડે જોડે રહી સૌરાષ્ટ્રનો અભ્યાસાત્મક પ્રવાસ ખેડ્યો પણ કોઈપણ કારણોસર એડવાન્સ ટ્રેનિંગ તેઓને આપવાની થતી હોવા છતાં, તેમને તે આપવામાં ન આવી. પરિણામે તેમણે સ્વખર્ચે ડૉ. હસમુખ સાંકળિયા અને ડૉ. બી. સુબ્બારાવ નીચે રહી પ્રાઇતિહાસ, આદ્ય ઇતિહાસ વગેરેની તાલીમ લીધી. ઉખનન અંગેની તાલીમ તેઓશ્રીએ પ્રથમ સોમનાથ મંદિરના ૧૯૫૦ના ઉખનન દરમ્યાન અને તે પછી જામનગર જિલ્લાના વસઇ અને બેડના ઉખનન દરમ્યાન લીધી. તર્કપરાંત આકોટા, નાવડાટોળી, મહેશ્વર, રંગપુર, વઢનગર, રોપડ(પંજાબ) વગેરે સ્થળોએ તેમણે ઉત્પનનોમાં ભાગ લઈ ભારતના અગ્રિમ હરોળના પુરાવેત્તા જેવા કે ડૉ. થાપર, ડૉ. દેશપાંડે, ડો. સાંકળિયા, ડો. સુબ્બારાવ, ડૉ. એસ.આર.રાવના સંપર્કમાં આવ્યા; સાથે તેમણે એમ.એ.ની ઉપાધિ પણ મેળવી અને પુરાતત્ત્વના પેપરમાં યુનિવર્સિટીમાં પ્રથમ આવ્યા.
શ્રી પંડ્યાનો પુરાતત્ત્વીય વ્યાપ ફક્ત પ્રાચીન ટિંબાઓ સુધી જ સીમિત નહોતો પણ તેમણે મંદિર અને શૈલ ગુફાઓનો પણ તલસ્પર્શી અભ્યાસ કરેલો. ભારતનાં પ્રખ્યાત મ્યુઝિયમોની મુલાકાત લઈ તેમજ પુરાતત્ત્વને લગતા સેમિનારોમાં ભાગ લઈ તેમણે પોતાના અનુભવોને ઘનિષ્ટતા બક્ષી. ઓલ ઇન્ડિયા ઓરિયેન્ટલ કોન્ફરન્સ અને ઇન્ડિયન સાયન્સ કેંગ્રેસમાં તેમણે તેમના નિબંધોનું વાચન કરેલું અને અનેક જર્નલો અને પુરાતત્ત્વને લગતાં સામયિકોમાં તેમના સર્વે અને ઉખનન અંગેના સંશોધનાત્મક લેખો પ્રકાશિત થયા.
શ્રી પંડયા ૧૯૫૫માં ગુજરાત સરકારના આ લોજી અને મ્યુઝિયમ ખાતામાં સુપરિન્ટેન્ડેન્ટ તરીકે જો ડાયા, સરકારી અફસર હોવા છતાં તેમનો અભ્યાસ આત્મા તો પરબહાર ખીલ્યો અને તેમણે મેળવેલા અનુભવનો ખપ અહીં લાગ્યો. પરિણામે તેમણે સોમનાથના નગરટિંબા અને ગોંડલ તાલુકાના શ્રીનાથગઢ પાસે આવેલ રોઝડીનાં ઉત્પનનોમાં સક્રિય ભાગ લીધો. ઉપરાંત વસઇ, બેડ, આટકોટ, પીઠડિયા, મોટી ઘરાઈ વગેરે પર સ્વતંત્ર રીતે ખોદકાર્ય કર્યું. લાખાબાવળ અને આમરાની વસાહતો એમ.એસ.યુનિવર્સિટી જોડે સંયુક્ત ઉપક્રમે ઉખનિત કરી. શ્રી પંડ્યાના પુરાતત્ત્વીય અભિયાનને ત્રણ ભાગોમાં વહેચી શકાય.
(૧) પ્રાગ ઐતિહાસિક સ્થળોની ખોજ. (૨) હરપ્પીય અને અનુકરપીય ટિંબાઓની નોંધણી.
(૩) ઉત્પનન જેમાં મુખ્યત્વે હરપ્પીય સ્થળોનાં ઉખનનનો સમાવેશ થાય છે.
ઉત્તર ભારતમાં પ્રાગઐતિહાસિક કાળ અંગે ઘણાં સંશોધનો થયેલાં અને આદિમાનવે બનાવેલાં ઓજારો વિશેનો સમયગાળો પણ તેમના ભૂસ્તરીય પરિપ્રેક્ષ્યમાં નક્કી કરાયો હતો, જેમાં ૧૯૨૮માં ડી-ટેરા અને પિટરસનની ટુકડીએ ઉત્તર પશ્ચિમ (પંજાબ) હિમાલયની ખીણમાં પ્રાચીનતમ ઓજારો સૌરવન નદીમાંથી મેળવેલાં. તે પછી ૧૯મી સદીના અંતમાં રોબર્ટ બ્રશ ફૂટે સાબરમતી નદીની ભેખડોમાંથી પ્રાચીન ઓજારો શોધેલાં પણ તેના સમયગાળા અંગે દ્વિધા હતી. વધુમાં એવું પણ મનાતું કે સૌરાષ્ટ્રમાં કદાચ આદિ માનવની હયાતી જ ન હતી. કારણ કે પાશ્ચાત્ય પુરાતત્ત્વવિદોએ તેને પુરાતત્ત્વની દૃષ્ટિએ Cal de Sad અથવા બંધિયાર પ્રદેશ ઘોષિત કરેલો પણ ધીરે ધીરે સૌરાષ્ટ્રમાંથી પણ આ પ્રકારનાં ઓજારો ડૉ. હસમુખ સાંકળિયા તેમજ અન્ય વિદ્વાનોને મળ્યાં પણ તેનો સમયગાળો અને વ્યાપ નક્કી કરવામાં મુશ્કેલી હતી. આ સંબંધમાં શ્રી પી.પી.પંડ્યાએ લોઅર પેલિયોલિથિક,
પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ • ૧૩૭
For Private and Personal Use Only