________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫) “સોમનાથ”
રત્નમણિરાવે ૧૯૪૮માં આ ગ્રંથ “ગુજરાત સાહિત્ય સભા” દ્વારા પ્રસિદ્ધ કર્યો હતો. તેમાં સોમનાથના વિવિધ સ્વરૂપોની ચર્ચાનું આલેખન સુંદર અને કલાત્મક રીતે થયું છે. વિદેશોમાંથી ગુજરાતમાં શક, કુષાણ તેમજ અન્ય પરદેશી જાતિઓ કેવી રીતે આવી તેના વર્ણનથી શરૂ કરીને સોલંકી - સલ્તનત અને મુઘલકાળને આવરી લેવામાં આવ્યો છે. વળી સાહિત્યની દષ્ટિએ ગાંધીયુગનું પણ તેમાં “સોમનાથ” ને કેન્દ્રમાં રાખીને વિહંગાવલોકન છે.
આ સંક્ષિપ્ત ગ્રંથનો આશય પ્રજાને “ગુજરાતની અસ્મિતા”થી વાકેફ કરવાનો હતો.
રત્નમણિરાવે ગ્રંથો ઉપરાંત અનેક લેખો લખ્યા હતા. તેમાંથી કેટલાક લેખોને મહત્ત્વના ગણીને અત્રે “નમૂનારૂપ લેખો” તરીકે તેને રજૂ કરવામાં આવ્યા છે. (૧) “ગુજરાતના કાંઠા પર પોર્ટુગીઝોએ વર્તાવેલ કેર : સોળમી સદીમાં ગુજરાત સાથે ફિરંગીઓનો સંબંધ”
તેમણે આ લેખ નવચેતન(૧૯૫૪)માં પ્રસિદ્ધ કર્યો હતો. ચિત્રકલાના શોખીન રત્નમણિરાવે આ લેખમાં વહાણ અને ગુજરાતી ખલાસીઓનું સુંદર ચિત્ર આપેલું છે. ગુજરાતી ખલાસીઓ તેમાં પોર્ટુગીઝોના આક્રમણોનો સામનો કરી રહ્યા છે. દીવ, દમણ અને ગોવામાં પોર્ટુગીઝોએ સ્થાપેલાં થાણાંઓની ચર્ચા ક્ય બાદ લેખકે ગુજરાતના સુલતાન મહમૂદ બેગડાના નૌકા સેનાધિપતિ મલીક અયાઝની ઘણી પ્રસંશા કરી છે. આ ઉપરાંત પોર્ટુગીઝોએ પ્રભાસ પાટણને એક કરતાં વધારે વખત લૂંટ્યું અને બાળ્યું હતું તેની વિગતો
પણ આ લેખમાંથી પ્રાપ્ત થાય છે. (૨) “ગુજરાતીઓમાં પર્યટનનો શોખ” : રત્નમણિરાવે આ લેખ પણ નવચેતનમાં જ (૧૯૫૧)માં પ્રસિદ્ધ કર્યો
છે. મારી દષ્ટિએ ગુજરાત ટુરિઝમના વિકાસની બાબતમાં આ લેખ આજે પણ પ્રેરણારૂપ છે. તેમાં લેખકનો રમૂજી અને નિખાલસ સ્વભાવ વ્યક્ત થાય છે, પણ જરૂર જણાય ત્યાં તેઓ ટકોર કરવાનું છોડતા નથી. તેઓ લખે છે કે, “આપણે ગુજરાતીઓએ પૈસા પાછળ એવી તો આંધળી દોટ મૂકી છે કે જાણે જીવનમાં બીજું કશું જ અનુભવવાનું અને માણવાનું ન હોય. વેપાર સિવાય જાણે કે બીજું કશું જ નથી. આપણે તો બસ, લક્ષ્મીના જ પૂજકો “ પ્રસ્તુત લેખમાં રત્નમણિરાવે ચાંપાનેર-પાવાગઢ, ગિરનાર-જૂનાગઢ, સોમનાથ, પાલીતાણા, ગળતેશ્વર, ઉત્કંઠેશ્વર, સિદ્ધપુર, મોઢેરા, ખંભાત અને ભીમનાથ વગેરેનું વર્ણન કર્યું છે. છેવટે રત્નમણિરાવે ભાવવાહી રીતે લખ્યું છે : ગુજરાતના લોકો પર્યટન દ્વારા આનંદ અને જીવન ઉલ્લાસ મેળવી શકે તેવી આશા રાખી શકાય.
પર્યટનનો આનંદ તે નિર્દોષ અને સાત્વિક આનંદ છે. આનંદ પરમાત્માનું સૌથી સાચું સ્વરૂપ છે. “ (૩) “ગુજરાતનું વહાણવટું” : રત્નમણિરાવે આ લેખ “વસંત”ના રજત મહોત્સવ અંકમાં પ્રસિદ્ધ કર્યો હતો.
ગુજરાત વિદ્યાસભાએ ૧૯૫૯ માં તે પુનઃ પ્રસિદ્ધ કર્યો હતો. તે વખતે શેઠ. ભો.જે. વિદ્યાભવનના અધ્યક્ષ તરીકે પ્રો. રસિકલાલ છો. પરીખે ગ્રંથમાં નિવેદન સ્વરૂપે લખ્યું હતું કે “રત્નમણિરાવ ભીવરાવ જોટના અવસાનથી ગુજરાતને એક સમર્થ ઇતિહાસવિદની ખોટ પડી છે. “ આ લેખમાં લેખકે ઉપયોગમાં લીધેલા સ્રોતો પરથી ચોક્કસ જણાય છે કે તેમણે ઘણી મહેનતથી અને
ચીવટપૂર્વક આ લેખ લખ્યો હતો. ગુજરાતના વહાણવટા અને વેપારની દષ્ટિએ આ લેખ ઘણો કિંમતી છે. (૪) “સૌરાષ્ટ્રમાં ઇતિહાસ સંશોધન” : આ લેખ “બુદ્ધિપ્રકાશ”ના ડિસેમ્બર, ૧૯૫૦ અને જાન્યુઆરી,
૧૯૫૧ના અંકોમાં પ્રસિદ્ધ થયો હતો. તેમાં તે સમયે સૌરાષ્ટ્રના ઇતિહાસમાં જે સંશોધનો થયાં હતાં તેના
વિશે લેખકે ચર્ચા કરી છે. સમાપન : ઉપર્યુક્ત ચર્ચા પરથી ફલિત થાય છે કે રત્નમણિરાવ ભીમરાવ ઇતિહાસને માત્ર “ ભૂતકાળનો જ
પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ • ૧૩૧
For Private and Personal Use Only