________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિષય “ તરીકે ગણતા ન હતા તેઓ ઇતિહાસને “ભૂતકાળ સાથેના સંવાદ” તરીકે જોતાં અને આ સિદ્ધાંતને આધારે તેઓ વિશાળ જનસમુદાય સમક્ષ પોતાની કૃતિઓ રજૂ કરતા. તેઓ બુદ્ધિગમ્ય અને પ્રગતિશીલ વિચારસરણીને વરેલા હતા. વ્યવસાયની દષ્ટિએ તેઓ કાપડના વેપારી અને કમિશન એજન્ટ હતા તેથી જ એ જાણીને આનંદ-આશ્ચર્ય થાય છે કે તેમણે વેપાર ઉપરાંત ઇતિહાસનું ખેડાણ કેવી રીતે કર્યું હશે ?કદાચ જ્ઞાતિ અને કુટુંબના સંસ્કારોએ તેમનામાં સાહિત્ય અને ઈતિહાસની અભિરુચિ ઉત્પન્ન કરી હોય. રત્નમણિરાવને અંજલિ આપતાં ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રીએ “બુદ્ધિપ્રકાશ” (નવેમ્બર-૧૯૫૫) માં લખ્યું હતું કે “એમના ઇતિહાસના શોખ પાછળ વિદ્વાન વડીલોના સંસ્કારોનો વારસો હોવા ઉપરાંત એમની અંગત અભિરુચિનો પણ ઘણો ફાળો હતો."
મારી દષ્ટિએ તો રત્નમણિરાવની કૃતિઓમાં એમનો પોતાનો ઉત્સાહી સ્વભાવ, નિખાલસતા અને માનવતાવાદી દષ્ટિબિંદુ ભારોભાર વ્યક્ત થાય છે. તેઓ કેવળ ઇતિહાસકારો કે બૌદ્ધિકો માટે જ નહીં ગુજરાતના સામાન્ય નગરજનો અને ગ્રામવાસીઓ માટે પણ લખતા હતા. તેમનું સમગ્ર વ્યક્તિત્વ જ માનવીય અને માનવતાવાદી હતું. ગુજરાતના ઇતિહાસને રત્નમણિરાવે લોકભોગ્ય અને લોકપ્રિય બનાવ્યો હતો.
પાદનોંધ 9. Gazetteer of Bombay Presidency, Vol.9, Part-1, Gujarat Population, Hindus.
(Bombay, 1901), p. 13 ૨. શિવપ્રસાદ રાજગોર, ગુજરાતના બ્રાહ્મણોનો ઇતિહાસ, (અમદાવાદ, ૧૯૮૭), પૃ. ૩૦૧ ૩. મોહનલાલ દલપતરામ કવીશ્વર, ‘પુરુષ પ્રયત્ન અને ઈશ્વરકૃપા', મુંબઈ, ૧૯૦૩), પૃ.૩૦ ૪. મંજરીબેન નિશ્ચલભાઇ દીવાનજી (રત્નમણિરાવ ભીમરાવ જોટના સુપુત્રી)ની રૂબરૂ મુલાકાતને આધારે,
સરનામું : મંજરીબેન નિ. દીવાનજી, એ-૧૬, ઓમ્ સૂર્યા એપાર્ટમેન્ટ, ઍલિસબ્રિજ, અમદાવાદ-૬ . ૫. રવિશંકર રાવળ, સંસ્કારપ્રેમી શ્રી ચૈતન્યપ્રસાદ દીવાન, ‘‘સ્મૃતિશેષ', પૃ. ૨૪.
Keneeth Gillion, Ahmedabad : A study in Indian Urban History. (Berkeley ૧૯૬૮)
ગુજરાત સાહિત્યસભાના રજત મહોત્સવ સમયે ડાબી બાજુથી : (ઊભેલા) શ્રી ચૈતન્યપ્રસાદ મોતીલાલ દીવાનજી (ખુરશી પર) શ્રી રામનારાયણ વિશ્વનાથ પાઠક, દી.બ. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ, ડૉ. હરિપ્રસાદ વ્રજરાય દેસાઈ; (જમીન પ૨) શ્રી રત્નમણિરાવ ભીમરાવ, શ્રી ઝવેરચંદ કાલિદાસ મેઘાણી, શ્રી ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી.
પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ • ૧૩૨
For Private and Personal Use Only