________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માહિતી છે, તથા તેઓ સંસ્કૃત ભાષાના પણ સારા વિદ્વાન છે, તેમના તરફથી પણ ઘણી મદદ મળી છે. તેમણે ઘણી અગત્યની અને ઉપયોગી માહિતી આપી છે.' આમ કર્નલ વૅાટસને પોતાના આ ગ્રંથમાં તેમની મદદ માટેનો ઋણ સ્વીકાર કર્યો હતો. વલ્લભજીની આ મદદ બદલ મુંબઈની સરકારે પણ તા. ૪-૮-૧૮૮૪ના ઠરા નં. ૨૭૪થી આભાર માની સંતોષ-પત્ર મોકલાવ્યો હતો. કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ મિ. વેસ્ટે પણ તા ૨૨-૮-૧૮૮૪ના પત્રાંક ૨૩૬૦થી આભાર તથા સંતોષ વ્યક્ત કર્યો હતો.૨૩ આમ કાઠિયાવાડ સર્વસંગ્રહ જેવ સૌરાષ્ટ્રના ઇતિહાસના એક મહત્ત્વપૂર્ણ ગ્રંથની રચનાનું શ્રેય આપણે બ્રિટિશ શાસન પ્રત્યેની અહોભાવન લાગણીને કારણે કર્નલ વાટ્સનને જ આપીએ છીએ, પરંતુ આ ગ્રંથના આ લેખનમાં આચાર્ય વલ્લભજી હરિદ તથા અન્ય દેશી વિદ્વાનોએ જે મદદ કરી હતી, તેની સામાન્યતઃ ઉપેક્ષા કરીએ છીએ અથવા તે અંગે મૌન સર્વ આપણા સ્વદેશી વિદ્વાનોને અન્યાય કરીએ છીએ. પરંતુ હવે એ વલણમાં પરિવર્તન આવ્યું છે, તે બાબત સંતોષપ્રદ કહી શકાય.
જૂનાગઢનો અશોકનો લેખ ઉકેલાયા પછી તેની આજુબાજુમાં સ્તૂપ હોવાની ધારણા આચાર્ય વલ્લભજીએ કરી હતી. તેઓ તા. ૨૭-૧૨-૧૮૮૮ના ગુફાજલી નદીનું મૂળ શોધી બોરિયા (લાખામેડી) ગયા, તેમ પોતાની ડાયરીમાં નોંધે છે. ત્યાં તેમણે ૩૨’ વ્યાસ ધરાવતો ૧૨૦ ઊંચો ટિંબો જોયો. બાજુમાં સીડી આકારનો બીજો ટિંબો હતો. તે બોરિયાનો સ્તૂપ હતો. તેના ઉત્ખનનનું શ્રેય કૅમ્પબેલને આપવામાં આવે છે, પરંતુ કૅમ્પબેલ બોરિયા ગયા ત્યાં સુધીમાં આચાર્ય વલ્લભજીએ ત્યાં ઉત્ખનન કરાવી લીધું હતું. તેઓ બંને ત્યાં ૧૩-૧-૧૮૮૯માં ગયા હતા. આમ ઇતિહાસના ગ્રંથોનું આલેખન કે ઉત્ખનન પછી તે મોહેં-જો-ડેરો કે હડપ્પાનું હોય કે બોરિયા સ્તૂપનું હોય, તેનું શ્રેય અંગ્રેજ અમલદારોને જ ત્યારે આપવાની જાણે કે પદ્ધતિ હતી. અંગ્રેજ અમલદારોની કામગીરી અવશ્ય મહત્ત્વની રહી હતી. પરંતુ બોરિયા સ્તૂપના ઉત્ખનન અંગે આચાર્ય વલ્લભજીની કામગીરીનું ઓછું મૂલ્યાંકન ન કરી શકાય, તેથી કૅમ્પબેલના સહ-કાર્યકર તરીકે વલ્લભજીને પણ આ ઉત્ખનનના શ્રેયમાં ભાગીદાર ગણવા જોઈએ. આ સ્તૂપ જૂનાગઢ રેલવે સ્ટેશનથી ૬.૪ કિ.મી. દૂર ગિરનારની તળેટીમાં છે. તે વિસ્તારમાં બોરની વિપુલતાને કારણે તે ‘બોરિયા” સ્તૂપ કહેવાય છે. તેની અધિષ્ઠાત્રી બોરદેવી ગણાય છે. તેનું ત્યાં મંદિર પણ છે. આ ટિંબા ઉપર લાખા નામના બહારવિટયાનો વાસ હતો, તેથી તેનું બીજું નામ “લાખામેડી” છે.૨૪ બોરિયાનો આ સ્તૂપ ૧૮" x ૧૨" x ૩” ના માપથી પકાવેલી ઈંટોનો બનેલો હતો. ઉત્ખનન વખતે તેની ઊંચાઈ ૪૫ ફૂટ હતી. તે ૬૪૩ ફૂટની પથ્થરની પાટથી ઢાંકેલો હતો. તેમાંથી પકવેલી માટીની એક ડાબલી મળી છે. તેમાંથી ક્રમશઃ તાંબાની, ચાંદીની અને સોનાની એક બીજાથી નાની ડાબલીઓ નીકળી છે. તેમાંથી મોતી, ભસ્મ અને અડધા ઈંચના હાડકાંનો કટકો (અસ્થિ અવશેષ) મળ્યા હતા.૨૫ તે બધા જૂનાગઢના મ્યુઝિયમમાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે. આ ઉત્ખનન કાર્ય કૅમ્પબેલે કર્યું. પરંતુ તેનો અહેવાલ એચ. કાઉસેન્સે લખ્યો હતો. આ ઉત્ખનનમાંથી ૩૯ ફૂટની ઊંડાઈએથી પ્રસ્તર સ્થાપત્યના કેટલાક અવશેષો મળ્યા હતા. આચાર્ય વલ્લભજીએ નોંધ્યા પ્રમાણે તે ગિરનાર ઉપર ક્યાંક કાંટાળી તારની આડશથી રક્ષિત કરવામાં આવ્યા હતા.૨૭ પરંતુ હાલ તેનો પત્તો નથી.
આ ઉત્ખનન પૂર્વે આચાર્ય વલ્લભજીએ ૧૮૭૮માં ઉના પાસેની સાણાની ગુફાઓની ઐતિહાસિક નોંધ લખી હતી.૨૮ ઉપરાંત જૂનાગઢ જિલ્લાના તેમના પ્રવાસ દરમ્યાન તેમને અનેક મૂર્તિઓ અને સિક્કાઓ મળ્યા હતા. પરંતુ તેમની જાળવણી માટે જૂનાગઢમાં યોગ્ય સ્થાન કે કોઈ મ્યુઝિયમ ન હોવાથી તે બ્રિટિશ મ્યુઝિયમમાં મોકલી દેવાયા હતા. પછીથી આ પરિસ્થિતિના નિવારણ માટે જૂનાગઢ રાજ્યે પુસ્તકાલયની સાથે મ્યુઝિયમ પણ બનાવ્યું હતું. છેક ૧૮૯૭માં જૂનાગઢમાં રસૂલખાનજી મ્યુઝિયમનું ખાતમૂહુર્ત થયું હતું અને ૧૯૦૧માં તેનું મકાન તૈયાર થઈ ગયું હતું. આ મ્યુઝિયમ કરવા માટે પણ વલ્લભજીએ અથાગ પરિશ્રમ અને
પથિક ♦ ત્રૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૧૧૨
For Private and Personal Use Only